દાંતના સડાના લક્ષણો કારણો નિવારણ અને સારવારની રીતો વિશે જાણો

Image Source

મિત્રો, આજે દાંતના સડોની સમસ્યા ખૂબ ગંભીર બની રહી છે. આવા લોકો આપણી આજુબાજુ જોવા મળે છે, જે દાંતના સડા અથવા કૃમિની સમસ્યાથી પીડાય છે. આપણી થોડીક બેદરકારી આપણા દાંતને નુકસાન પહોંચાડે છે.

તેનાથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે કોઇપણ ખોરાક કે ખરાબ ટેવોથી દૂર રહેવું જોઈએ. કંઈ પણ ખાતા પહેલાં ખાતરી કરો કે તેનાથી તમારા દાંતને કોઈ નુકસાન નહિ થાય.

તમને આ લેખમાં અમે દાંતના સડાના લક્ષણો, કારણો, નિવારણ અને સારવાર ની રીતો જણાવીશું. જેનાથી તમને તમારા દાંતની સુરક્ષામાં મદદ મળશે અને તમે તમારા દાંતને સડાથી બચાવી શકશો.

Image Source

૧. દાંતનો સડો બે સ્વરૂપે જોવા મળે છે:

 • ૧.૧ – ડેન્ટલ કેરીજ / કેવિટી / ડિકે
 • ૧.૨ – એસિડ ઇરોજન

Image Source

૧.૧ – ડેન્ટલ કેરીજ / કેવિટી / ડિકે:

 • તે સામાન્ય રીતે દાંતના એવા ભાગમાં કેન્દ્રિત રહેલ છે જ્યાં સફાઈ કરવી મુશ્કેલ હોય. તેનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે ભોજન સાથે આવતી શુગરને બેક્ટેરિયા દ્વારા એસિડમાં ફેરવવામાં આવે છે. જે દાંતોની સપાટીને આવરી લે છે – આ પ્રકારે બનેલા બેક્ટેરિયલ સ્તરને ડેન્ટલ પ્લેક કહેવાય છે જે ચીકણી તેમજ રંગહીન હોય છે અને જ્યારે તેનું ટાર્ટર બની જાય છે તો તેનો રંગ વધારે ભૂરો અથવા નિસ્તેજ પીળો થઈ જાય છે.
 • બેકટેરિયા દાંતની સપાટી પર લાળના ઘટકો સાથે જોડાઈ જાય છે, જેનાથી બનેલ પ્લેક દાંતોમાં અટકી જાય છે. સમયની સાથે પ્લેકમાં બેકટેરિયા દ્વારા ઉત્પન્ન થતા એસિડથી ઇનેમલ તૂટી શકે છે અથવા કેવિટી બની જાય છે જેમાં દાંતના નિષ્ણાત દ્વારા ભરવાની જરૂર પડી શકે છે.

૧.૨ એસિડ ઇરોજન:

 • એસિડ ઇરોજન એ સમગ્ર દાંતના પડ પર થાય છે જે એસિડ સામે ખુલી હોય. તે દાંતના ઇનેમલની સપાટી પર આંતરિક ઘટકોના કારણે થઈ શકે છે અથવા બાહરી ઘટકોના કારણે.
 • એસિડને કારણે નરમ પડીને ઇનેમલ સમયની સાથે નબળું થઈ શકે છે. જેનાથી તે પીળા અથવા ફિકા લાગવા લાગે છે. ત્યાં સુધી કે દાંત સાફ અને સ્વચ્છ હોય તો પણ એસિડ ઇરોજનનો અનુભવ થઈ શકે છે.એસિડ ઇરોજનથી દાંત સરળતાથી સંવેદનશીલ બની શકે છે.
 • દાંતોનું ઈનેમલ ફરીથી બની શકતું નથી, તેથી એસિડ ઇરોજન દાંત માટે એક જોખમ હોય છે. સમય વીતતાં એસિડ ઇરોજનથી ઇનેમલની જાડાઈ ઘટી શકે છે અથવા દાંતોની આકૃતિ, રચના અને દેખાવમાં બદલાવ આવી શકે છે, આ બધાથી પણ દાંત સંવેદનશીલ થઈ શકે છે. જોકે ખાલી આંખોથી તેને જોવું કોઈ સરળ નથી, દાંત રોગના વિજ્ઞાની જ દાંત ઇનેમલ પર એસિડ ઇરોજનના અસરોનું સચોટ મૂલ્યાંકન કરી શકે છે.
 • ધ્યાન રાખો કે દાંત રોગના વિજ્ઞાની અથવા કોઈ પણ ઇનેમલ – ઇરોજનને સારું કરી શકતા નથી કેમકે ઇનેમલ ફરીથી બની જ શકતું નથી. તેથી મહત્વપૂર્ણ એ છે કે તમારા દાંતને બચાવવા માટે તમે જાતે સાવધાનીઓ રાખો.

૨. દાંત સડવાના લક્ષણો:

 • દાંત, દાઢ અને પેઢામાં દુખાવો.
 • દાંત, દાઢ અને પેઢામાં દબાણ અનુભવ થવું અથવા થોડું ચાવવાથી પણ વધારે દુખાવનો અનુભવ થવો.
 • દાંત, દાઢ અને પેઢાનો કલર બદલવો અથવા તેની બનાવટમાં કોઈ બદલાવ અથવા નિશાન જોવા મળવું.
 • દાંત, દાઢ અને પેઢામાં સંવેદનશીલતા જે સામાન્ય ખાણી પીણીથી થવા લાગી હોય અથવા કેટલાક ઠંડા અથવા ગરમ ખાણીપીણીમાં સંવેદનશીલતા અસામાન્ય રૂપે વધુ અનુભવ થાય.
 • સંક્રમિત ભાગની આજુબાજુ ખોરાકનું જામવુ.
 • પેટના એસિડ ને કારણે છાતીમાં બળતરા દાંતનું સડવાનું કારણ અને લક્ષણ પણ બની શકે છે.

Image Source

૩. દાંત સડવાના કારણો:

 • કેટલીક દવાઓ, જેમકે લાળ ઓછી આવે આ પ્રકારની દવાઓ.
 • સોડાનો ઉપયોગ કરતા રેહવો.
 • દારૂનું સેવન કરવું.
 • ધૂમ્રપાન કરવું.
 • સિગરેટ કે તમાકુનો ઉપયોગ કરવો.
 • એસિડ ને કારણે છાતીમાં બળતરા.
 • દાંતની સાફ સફાઈ યોગ્ય રીતે ન કરવી.
 • સૂતી વખતે થોડું ખાઈને પાણી પીધા વગર સૂઈ જવું.
 • ચા-કોફી અથવા અન્ય શુગર કાર્બોહાઇડ્રેટ્સ વાળા પદાર્થ, વિશેષરૂપે મીઠા પીણાં ચુસ્કીઓ લેતા લેતા પીવી.
 • દાંતમાં કંઈક ફસાઈ જાય તો કોગળા ન કરવા.
 • વિટામીન સી ની ઉણપ.
 • વિટામીન ડી ની ઉણપ.
 • દાંતને બ્રશથી ખૂબ વધારે સમય સુધી ઘસવું.
 • પોતાને ડાયાબીટિસ અથવા પેટ સંબંધિત રોગ અથવા આનુવંશિક ભવિષ્યમાં એવું કંઈક જે તમારા દાંતના સ્વાસ્થ્યને અસર કરે છે અથવા કરી શકે છે.

Image Source

૪. દાંતને સડવાથી બચાવવાના ઉપાય:

 • વિટામીન ડી માટે દૂધના ઉત્પાદનોનું સેવન કરો અથવા તડકામાં પણ કામ કરવું જોઈએ.
 • વિટામિન સીની માત્રા વધારવા માટે સંતરા, નારંગી જેવા ફળોનું સેવન વધારવું.
 • હળદરને પીસીને ચાવો જે સ્થાનિક કરિયાણાની દુકાનમાં નાની નાની લાકડીઓ જેવી મળી શકે છે. તેને ચાવવાથી સંપૂર્ણ મોઢું સ્વાસ્થ્ય સાથે પેટ, ગળું અને શરદી – ઉધરસ – તાવમાં પણ ઉપયોગી રહે છે.
 • પાણી વધારે પીઓ.
 • ટોફી, ચોકલેટ આઇસ્ક્રીમ વગેરેની માત્રા અથવા આવૃત્તિ ઓછી રાખો, બાળકો પાસે વાત મનાવવા માટે ચોકલેટની લાલચ આપો નહીં. જો મીઠાશનું સેવન કરવું હોય તો કુદરતી મીઠાશ ( ફળ, મગફળી, ગોળ, શેરડી )નું સેવન કરો.
 • સોડા ન પીવો.
 • મદ્યપાન ન કરો.
 • ધૂમ્રપાન થી દુર રહો.
 • કોઈપણ રૂપે તંબાકુનો ઉપયોગ ન કરવો.
 • ચાવીને ખાવામાં આવતાં કાચા પદાર્થ ખાઓ, જેમકે સલાડ, મૂળા, ગાજર, શેરડી વગેરે જેથી દાંત – દાઢ – પેઢાની કુદરતી માલિશ પણ થાય અને જો કોઈ ખોરાકનો ટુકડો ફસાઈ જાય તો તે પણ નીકળી જાય.
 • બરફ ચાવવો નહિ, ખાસ કરીને બાળકોને પણ આ આદતથી બચાવવા.
 • ચિપ્સ, અતિશય પ્રોસેસ્ડ ફૂડ ખાવા નહિ અને જ્યારે પણ ખાઓ તો પાણી પણ પીઓ જેથી તેના ટુકડાને શક્ય તેટલા મોઢામાંથી કાઢી શકાય.
 • રાત્રે સુતા પહેલા કોગળા કરવાની આદત પાડો, ક્યારેક ક્યારેક સરસવ અને નારિયેળના તેલમાં અમુક ટીપા ભેળવીને પણ કોગળા કરો જે દાંત સાથે ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી રહેશે.
 • હળદર અને મીઠાનું મિશ્રણ કરીને આંગળી દ્વારા દરરોજ બ્રશ કરો.
 • આર.ઓ., વગેરે મશીન-ફિલ્ટર કરેલ પાણીને બદલે સાદા પાણી પીવો જેથી શરીરને તે પાણી દ્વારા જરૂરી ખનિજ ક્ષાર મળી શકે.
 • કોગળા કરવા માટે સાદા પાણીમાં મીઠાની સાથે ક્યારેક ક્યારે થોડા ટીપા નારિયેળ અને સરસવના તેલના ભેળવો.
 • દાંત ચિકિત્સક પાસે ત્રણથી પાંચ વર્ષે જઈને તમારા દાંતની સફાઈ કરાવો કારણ કે બીજી કોઇપણ રીતે દાંતના અંદરના ભાગની સફાઇ આપણે કરી શકતા નથી તથા તબીબી દાંતની સફાઇ દરમિયાન કોઈપણ સંભવિત અથવા છુપાયેલી સમસ્યાઓ બહાર આવશે.

Image Source

દાંતના સડાના ઉપચાર:

કોઈપણ ઉપાયો માટે તમારી જાતે અથવા કોઈ ના કહેવા પર કોઈપણ પ્રયોગ ન કરતા દાંતના ચિકિત્સકને મળો જે દાંતના એક્સ-રે વગેરે તપાસ પછી દાંત સંબંધિત ઉપચાર સાથે નીચેનામાંથી કોઈ સારવાર સૂચવી શકે. સૌપ્રથમ તમે તેને કહો કે તે તમારી દાંતની સફાઈ કરે.

ફ્લોરાઇડ સારવાર:

વધુ ફ્લોરાઈડ યુક્ત ટૂથપેસ્ટ થી બ્રશ કરો.

ફિલિંગ્સ:

જ્યારે કેવિટી કે કેરી ઈનેમલને પાર કરી ગઇ હોય ત્યારે તે ખાલીપણાને સાફ કરીને પુરાણ કરવામાં આવે છે, તેના માટે કાસ્ટ સોના કે ચાંદીનો ઉપયોગ કરી શકાય છે જેના માટે તમારા દાંતના ચિકિત્સક સાથે વાત કરવી પડશે.

ક્રાઉન:

આ એક કસ્ટમ ફીટ કવરિંગ અથવા ‘કેપ’ છે જે દાંતની ટોચ પર રાખવામાં આવે છે જે ડીકેથી વધારે પ્રભાવિત થઈ ચૂક્યું છે.

રૂટ કેનાલ્સ:

દાંત ની આંતરિક સામગ્રી પલ્પ સુધી ટૂથ ડીકે પહોંચી જાય તો રૂટ કેનાલ જરૂરી હોય શકે છે.

દાંત કાઢવા:

ખૂબ વધારે ખરાબ રીતે ડીકે થઇ ચૂકેલા, સડી ગયેલા દાંતને કાઢી નાખવા જ ઉતમ રહેશે.

તો મિત્રો, આ લેખ દાંતના સડાના લક્ષણો, કારણો, નિવારણ અને સારવાર વિશે હતો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરો અને તમારા મિત્રો અને સાથીદારો સાથે પણ શેર કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment