મિલ્ક પાવડરથી ગુલાબ જાંબુ બનાવવાની આ સરળ રેસિપી વિશે જાણો અને તમે પણ અજમાવી જુઓ

Image Source

ગુલાબ જાંબુ એક એવી સ્વીટ ડીશ છે જેને તમે ઘણી રીતે બનાવી શકો છો. ગળ્યું ખાવાના શોખીન મોટાભાગના લોકોને ગુલાબ જાંબુ ખાવા ખૂબ પસંદ હોય છે, તો ચાલો આજે જાણીએ મિલ્ક પાવડરથી ગુલાબ જાંબુ બનાવવાની રીત.

ગુલાબ જાંબુ બનાવવાની સામગ્રી

  • 2 કપ મિલ્ક પાવડર
  • 2 ચમચી મેંદો.
  • અડધો કપ દૂધ ( ફૂલ ક્રીમ )
  • ચપટી બેકિંગ પાવડર
  • ઘી તળવા પૂરતુ

ચાસણી બનાવવા માટે

  • એક કપ ખાંડ
  • દોઢ કપ પાણી
  • અડધી ચમચી એલચી પાવડર
  • ચપટી કેસર

ગુલાબ જાંબુ બનાવવાની રીત

  • સૌથી પેહલા ધીમા તાપે વાસણમાં 2 ચમચી ઘી નાખી ઘીને ગરમ કરવા માટે મૂકો.
  • ઘી ગરમ થયા પછી તેમાં દૂધ નાખી ધીમા તાપે તેમજ રેહવા દો.
  • જ્યારે દૂધ અને ઘી મિક્સ થઈ જાય ત્યારે એક કપ મિલ્ક પાવડર નાખીને મિક્સ કરો અને હલાવીને પકવતા રહો.
  • મિશ્રણને પકાવ્યા પછી ગેસ બંધ કરી દો અને તેને એક વાસણમાં કાઢીને રાખો.
  • આ મિશ્રણમાં 2 મોટી ચમચી મેંદો નાખી સરખી રીતે મિક્સ કરી તેને ચીકણું થાય ત્યાં સુધી મસળતા રહો. જો જરૂર પડે તો થોડું દૂધ નાખી શકો છો.
  • હવે આ મિશ્રણનો થોડો ભાગ લઈ ગોળ આકાર બનાવી લો.
  • તેની સાથેજ ચાસણી બનાવવા માટે ધીમા તાપે એક વાસણમાં ખાંડ અને પાણી નાખી ઉકળવા માટે મૂકો.
  • ચાસણીને સરખી રીતે પકવી તેમાં એલચી પાવડર અને કેસર નાખી ગેસ બંધ કરી દો.
  • ધીમા તાપે એક વાસણમાં ઘી નાખીને ગરમ કરો.
  • ઘી ગરમ થતા જ તેમાં ગુલાબ જાંબુ નાખી ધીમા તાપે તળી લો.
  • ગુલાબ જાંબુ આછા ભુરા રંગના થયા પછી તેને ચાસણીમાં નાખી દો.
  • આ રીતે બધા ગુલાબ જાંબુ તળીને ચાસણીમાં નાખી દો અને થોડા સમય માટે તેમજ રેહવા દો.
  • તમારા ગુલાબ જાંબુ બનીને તૈયાર છે. ઠંડા અથવા ગરમ જેમ ઇચ્છો તેમ ખાઓ અને પીરસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “મિલ્ક પાવડરથી ગુલાબ જાંબુ બનાવવાની આ સરળ રેસિપી વિશે જાણો અને તમે પણ અજમાવી જુઓ”

Leave a Comment