બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવાના આ ૬ સરળ ઉપાયો વિશે જાણો

કોઈપણ વ્યક્તિ માટે તેની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જરૂરી હોય છે, ખાસકરીને બાળકોને કેમકે, બાળકો ચેપની ઝપેટમાં ખૂબ ઝડપથી આવી જાય છે. તેવામાં રોગ પ્રતિકારક ક્ષમતા નબળી થવા પર રોગોની અસર ઝડપથી થાય છે, તેનું મુખ્ય કારણ એ છે કે શરીર નબળું થઈ જવુ અને આપણે ઝડપથી બીમાર પડવા લાગીએ છીએ. પરંતુ ઘણા નિષણાંતોનું માનવું છે કે મોટાભાગે બાળકોને શરદી, ઉધરસ અને તાવની સમસ્યા ઋતુ બદલવાને કારણે થાય છે, પરંતુ જો તમે તમારા બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતા ને પ્રોત્સાહન આપો તો આવા ચેપી રોગોથી બચી શકાય છે. તેવામાં બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણીબધી બાબતોને અપનાવવી ખૂબ જરૂરી છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ૬ સરળ ઉપાયો:

બાળકોને સ્તનપાન કરાવવુ:

માતાના દૂધમાં રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાના સારા ગુણ રહેલ હોય છે. માતા નું દૂધ બાળકો માટે અમૃત સમાન હોય છે, તેટલું જ નહીં તે ચેપ, એલર્જી , ઝાડા , ન્યુમોનીયા, મગજમાં તાવ અને અચાનક બાળક મૃત્યુ સિડ્રોમની સાથે લડવા માટે પણ મજબૂત બનાવે છે. તેવામાં બાળકોના જન્મની સાથે જ સ્તનમાંથી નીકળતું ઘાટ્ટા પાતળા પીળા દૂધને ઓછામાં ઓછું ૨-૩ મહિના સુધી સ્તનપાન જરૂર કરાવુ.

બાળકોને લીલા શાકભાજી ખવડાવો:

આપણા બાળકોના ભોજનમાં ગાજર, લીલા વટાણા, સંતરા, સ્ટ્રોબેરી જેવી બધી વસ્તુઓનો સમાવેશ કરો, કેમકે તેમાં વિટામિન સી અને કેરોટિન તત્વ હોય છે. જે આપણા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં બાળકોને વઘુમાં વધુ ફળ અને શાકભાજીનો તેના ભોજનમાં સમાવેશ કરો, જેથી બાળકોને ચેપ સામે લડવામાં મદદ મળી શકે.

બાળકોને ભરપૂર ઉંઘ કરવા દો:

બાળકોને ઉંઘની ઉણપને કારણે રોગપ્રતિકારક શક્તિ તો નબળી થાય જ છે સાથેજ તમારું બાળક નું વધારે શિકાર થવા લાગે છે. જેનાથી નવજાતમાં સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલી વધી જાય છે. પરંતુ નવજાત બાળકોને એક દિવસમાં ૧૮ કલાકની ઉંઘ તેમજ નાના બાળકોને ૧૨ થી ૧૩ કલાક ઉંઘની જરૂર પડે છે. આ ઉપરાંત યુવાન બાળકોને દરરોજ ૧૦ કલાકની ઉંઘ લેવી જોઈએ.

ધૂમ્રપાનના ધુમાડાથી બચાવો:

તમારા ઘરમાં કોઈપણ વ્યક્તિ ધૂમ્રપાન કરે છે તો બાળકોની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી તેને છોડી દો. સિગરેટનો ધુમાડો શરીરમાં કોશિકાઓને મારી શકે છે. આ ઉપરાંત બિડીમાં ઘણા વધારે ઝેરિલા પદાર્થો શામેલ હોય છે જે સંવેદનશીલ બાળકોની રોગ નિયંત્રણ શક્તિને અસર કરી રોગ પ્રતિકારક શક્તિને નબળી કરે છે.

બાળકોને ઓછામાં ઓછી દવા આપો :

ઘણીવાર માતાપિતા તેમના બાળકને લઈને વધારે ચિંતિત થઈ જાય છે. ખાસકરીને બાળકોને શરદી, તાવ અને ગળામાં દુખાવો થવાને કારણે ડોકટરને એન્ટિબાયોટિક્સ આપવાનું કહે છે. મોટાભાગની દવાઓ ફકત બેક્ટેરિયાને કારણે થતા રોગોનો ઉપચાર કરે છે જેમકે બાળપણમાં મોટાભાગની બીમારીઓ વાયારસના લીધે થાય છે.

ચેપના જોખમથી બચાવો:

આપણા બાળકોને રોગોથી બચાવવા માટે ચેપવાળા જીવાણું થી હંમેશા બચાવીને રાખો. તમે બાળકોને કીટાણુથી બચાવવા માટે બાળપણથી જ હાથ ધોયા પછી જ હાથને હોઠ પાસે લઈ જવા અને ખાવા વિશે જણાવો. સાથેજ તે વાતનું ધ્યાન રાખો કે પરિવારના બીજા સભ્યોને ચેપ, ટૂથ બ્રશ વગેરેની સાથે બાળકોના રૂમાલ અને રમકડાની સફાઈ સમયાંતરે વારંવાર કરવી જોઈએ

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *