આ છે ભરાવદાર અને સુંદર ગાલ બનવાના સરળ ઉપાય

ગાલોથી તમારી સુંદરતા નિખરે છે અને તેનાથી તમે યુવાન પણ લાગો છો. જ્યારે ચેહરો નાની ઉંમરમા ત્વચાની નીચે છૂપાયેલી ચરબીથી ભરાય જાય છે, તે સમયે તમે ખુબજ સુંદર અને ખૂબસૂરત લાગો છો. ધીમે ધીમે આ ચરબી ઉંમરની સાથે ઓછી થતી જાય છે, જેને લીધે ગાલ ઢીલા પડી જાય છે અને તમે વૃદ્ધ દેખાવા લાગો છો.

મોટા ભાગના બાળકોના ગાલ મોટા હોય છે અને તેના લીધેથી તે ખુબજ માસૂમ અને સુંદર લાગે છે. હવે ઘણા બધા ઉમરલાયક લોકો પણ ગાલ મોટા હોવાની ઈચ્છા રાખે છે, જેનાથી તે યુવાન લાગે. ચીપકેલા ગાલ ભરવાનો મતલબ એ નથી કે તમે ચેહરા પર વધુ માં વધુ ચરબી ભેગી કરો. તમે આ પ્રકારના ગાલ ચેહરાની ત્વચાને ટોન કરીને પણ મેળવી શકો છો. કેટલીક પ્રાકૃતિક રીતો જેમકે યોગા અને ઘરેલુ ઉપાયને અપનાવો અને ગાલને મોટા કરો.

Image by Bessi from Pixabay

તો ચાલો તમને જણાવીએ ભરાવદાર ગાલ માટેના ઉપાયો અને રિતો-

  1. ગાલ મોટા કરવાના ઉપાય માટે ફેશિયલ યોગા કરો.
  2. ફુગ્ગા ફુલાવીને ગાલ મોટા કરો.
  3. જૈતુન ના તેલનો ઉપયોગ કરીને ગાલ મોટા કરો.
  4. ગાલ ફૂલાવવાની દવા કુવારપાઠુ છે.
  5. ગાલને ફૂલાવવાના ઉપાયમાં મેથીનો સમાવેશ કરવો.
  6. ચિપકેલા ગાલને મોટા કરવામાં શિયા બટર ઉપયોગી છે.
  7. ગાલ મોટા કરવાના ઉપાયમાં ગુલાબજળ અને ગ્લિસરીન ઉપયોગી છે.
  8. સફરજનની ચિપકેલા ગાલને મોટા કરો.
  9. મધથી ગોળમટોળ ગાલ કરો.
  10. દૂધનો ઉપયોગ ગાલ ફૂલાવવાના રીત માટે કરો.
  11. ગાલ ફુલાવવાના ઉપાય માટે બીજી રીતો.

ગાલ મોટા કરવાના ઉપાય માટે ફેશિયલ યોગા કરો.

Image by Rondell Melling from Pixabay

મોટા ગાલ કરવા માટે ફેશિયલ યોગ ખુબ સારી રીત છે. તે લોકોની લટકેલી ત્વચામાં કસાવટ લાવે છે. તેનાથી ત્વચામાં લચકતા આવે છે અને કોલોજન નું ઉત્પાદન પણ વધારે છે. તે બંને ત્વચાને મોટી કરવામાં મદદ કરે છે.

કેવી રીતે કરવો ફેશિયલ યોગા-

  • બંને ગાલોના ડિંપલ પડનારા ભાગ પર તમારા બંને હાથોની પહેલી આંગળી રાખો. પછી તેને એક અથવા બે મિનિટ સુધી ધીમે ધીમેથી તમારા ગાલ પર ફેરવો.
  • પછી હસતા સમયે હોઠની પાસે પડનારી લાઇન પર તમારા બંને હાથોની પહેલી આંગળી ને રાખો. પછી એક અથવા બે મિનિટ સુધી ધીમે ધીમે આંગળીઓને તે ભાગ પર ફેરવો.
  • અંતમાં તમારા બંને હાથોની પહેલી આંગળીને જડબા પર રાખો. પછી આંગળીને ઉપરની બાજુએ લઈ જતા ગાલની બાજુ લાવો. હવે આંગળીઓને ગાલો પર એક અથવા બે મિનિટ સુધી ગોળ ગોળ ફેરવો.
  • આ ફેશિયલ યોગને આખા દિવસમાં ઘણી વાર કરવાનો પ્રયત્ન કરો.
  • તમે કેટલાક બીજા ફેશિયલ યોગ પણ કરી શકો છો, જેમકે ચિક પ્રેસેસં અને ચિક લિફ્ટ, જેનાથી તમારા ગાલના સ્નાયુઓ ટોન થઈ શકે.

ફુગ્ગા ફુલાવીને ગાલ મોટા કરો.

Image by Artturi Mäntysaari from Pixabay

તમે ફુગ્ગા ફુલાવીને પણ ગાલોની માંસપેશીઓ મજબૂત કરી શકો છો. ફુગ્ગાને ભરવાની પ્રક્રિયા તમારા ગાલને મોટા કરશે. તેનાથી તમારી માંસપેશીઓ વધશે અને તે રીતે ગાલ પાછા ભરાવદાર લાગશે.

કેવી રીતે કરવા ગાલ મોટા.-

  • મોઢાથી ફુગ્ગાને ફૂલાવો.
  • મોઢામાં હવા ભર્યા પછી એક મિનીટ સુધી મોઢાને તેમજ રહેવા દો. પછી મોઢામાંથી હવા કાઢી નાખો.
  • તમે દરરોજ આ પ્રક્રિયાને આખા દિવસમાં પાંચ થી છ વાર અજમાવો.
  • તમે આ યોગને વગર ફુગ્ગાની મદદથી પણ તમારા મોઢામાં હવાને ભરીને કરી શકો છો.

જૈતુન ના તેલનો ઉપયોગ કરીને ગાલ મોટા કરો.

Image source

જૈતુનનું તેલ ગાલને મોટા કરવામાં ખુબજ અસરકારક હોય છે. તેમા સ્વસ્થ મોનોઅનસેચુરેટેડ ચરબી હોય છે, જે ત્વચાને સ્વસ્થ અને મુલાયમ બનાવી રાખે છે. જૈતુનનું તેલ સૂકી ત્વચા માટે મોઈસ્વરાઈઝ ની રીતે કામ કરે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. આ તેલથી કરચલીઓ અને ફાઇન લાઇન્સ પણ ઓછી થાય છે.

કેવી રીતે કરવો જૈતુન ના તેલનો ઉપયોગ.-

  • દરરોજ તમારા ખોરાકમાં એક ચમચી જૈતુન નું તેલ ઉમેરો.
  • તેના સિવાય તમે જૈતુન ના તેલને ગરમ કરીને પાંચ થી દસ મિનિટ સુધી ગાલ પર લગાવીને મસાજ કરી શકો છો.

ગાલ ફુલાવવાની દવા કુવારપાઠુ છે.

કુવારપાઠામાં ત્વચાને મજબૂત કરવાના ગુણ રહેલા હોય છે. તેનાથી ઢીલી ત્વચા સરખી થાય છે અને ત્વચામાં લચીલાપણું આવે છે. તેના સિવાય કુવારપાઠામાં રહેલુ એન્ટી ઓક્સિડન્ટ, ફ્રી રેડીકલ્સ થી થનારા નુકશાનથી ત્વચાને બચાવે છે અને તમારી ત્વચામાં કોલોજન નું ઉત્પાદન કરે છે.

કેવી રીતે કરવું કુવારપાઠાનો ઉપયોગ.-

  • સૌથી પહેલા તમારા હાથ પર કુવારપાઠાનું જેલ લો અને પછી તેને ગાલ પર લગાવીને દસ મિનિટ સુધી મસાજ કરો.
  • દસ મિનિટ સુધી કર્યા પછી જેલને ત્વચા પર આગળની દસ મિનિટ સુધી તેમજ લગાવીને રાખી દો.
  • પછી ત્વચાને હુફાળા પાણીથી ધોઈ લો.
  • આ ઉપાયને આખા દિવસમાં બે વાર અજમાવો.
  • તેના સિવાય તમે બે ચમચી કુવારપાઠા ના જ્યુસ ને દરરોજ એક વાર જરૂર પીઓ.

ગાલને ફૂલાવવાના ઉપાયમાં મેથીનો સમાવેશ કરવો.

Image source
મેથી ગાલને મોટા કરવામાં મદદ કરે છે. તેના વિટામિન અને એન્ટી ઓક્સિડન્ટ ના ગુણ ફ્રી રેડિકલ્સ થી ત્વચાને બચાવે છે. સાથેજ તે ત્વચાને સ્વસ્થ અને મુલાયમ રાખે છે.

કેવી રીતે કરવો મેથીનો ઉપયોગ.-

  • સૌથી પહેલા એક ચમચી મેથી ના પાવડરને થોડીક માત્રામાં પાણીની સાથે ઉમેરી લો, જેનાથી એક મુલાયમ પેસ્ટ તૈયાર થઈ શકે.
  • હવે આ પેસ્ટને ગાલ પર લગાવીને મસાજ કરો.
  • મસાજ કર્યા પછી દસ મિનીટ માટે પેસ્ટને તેમજ લગાવેલી રહેવા દો.
  • હવે ગાલને પાણીથી ધોઈ લો.
  • આ ઉપાયને આખા દિવસમાં એક વખત જરૂર અજમાવો.
  • તેના સિવાય તમે મેથીના તેલથી આખા દિવસમાં એક કે બે વખત ગાલ પર મસાજ કરી શકો છો.

ચિપકેલા ગાલને મોટા કરવામાં શિયા બટર ઉપયોગી છે.

Image source
શિયા બટર ફેટી એસિડ થી સમૃદ્ધ હોય છે, જે ત્વચામાં લચકતા લાવવામાં મદદ કરે છે. તેની સાથેજ તેમા વિટામિન ઈ પણ હોય છે જે ત્વચાને કઠણ કરે છે અને તમારા ગાલને મોટા કરે છે.

કેવી રીતે કરવો શિયા બટર નો ઉપયોગ.-

પહેલી રીત –

  • સૌથી પહેલા શિયા બટર લો અને પછી તેને તમારા ગાલ પર લગાવીને દસ મિનિટ સુધી મસાજ કરો.
  • મસાજ કર્યા પછી બટરને ૧૫ મિનીટ માટે તેમજ લગાવીને રાખી દો.
  • પછી ત્વચાને પાણીથી ધોઈ લો.
  • આ ઉપાયને અઠવાડિયામાં ઘણી વાર અજમાવો.

બીજી રીત –

  • એક મિશ્રણ તૈયાર કરવા માટે સૌથી પહેલા એક કપ પિગળેલું શિયા બટર લો અને પછી તેમા ત્રણ ચતુર્થ ભાગની દાણા વાળી ખાંડ ઉમેરો.
  • હવે મિશ્રણને કઠણ થવા માટે ફ્રીજ માં રાખી દો.
  • કઠણ થયા પછી તેને ભીના ચેહરા પર લગાવો અને લગાવ્યા પછી પાંચ મિનિટ સુધી મસાજ કરો.
  • આ ઉપાયને નાહ્યા પહેલા દરરોજ અજમાવો.

ગાલ મોટા કરવાના ઉપાયમાં ગુલાબજળ અને ગ્લિસરીન ઉપયોગી છે.

Image source

ગુલાબજળ અને ગ્લિસરીન નું મિશ્રણ ગાલને મોટા કરવા માટે એક શ્રેષ્ઠ રીત છે. બંને સામગ્રી ત્વચાને ફાયદો આપે છે અને તેને મોઈશ્ચરાઈઝ કરે છે. તેના સિવાય તે ત્વચાને નમણાશ આપે છે અને તેને હાઇડ્રેટ પણ કરે છે.

કેવી રીતે કરવો ગુલાબજળ અને ગ્લિસરીન નો ઉપયોગ.-

  • સૌથી પહેલા બંને સામગ્રીઓ એક સાથે ઉમેરી લો.
  • પછી તે મિશ્રણને તમારા ગાલ પર રાત્રે સૂતા પહેલા લગાવો. પછી આખીરાત માટે તેને તેમજ લગાવીને રાખી દો.
  • આગળની સવારે ત્વચાને હુફાળા પાણીથી ધોઈ લો.
  • આ ઉપાયને આખા દિવસમાં એક વખત જરૂર અજમાવો.

સફરજનની ચિપકેલા ગાલને મોટા કરો.

Image source

સફરજનમાં ઘણા પોષક તત્વો હોય છે, જે ત્વચાને ફાયદો પહોંચાડે છે. સફરજનમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ખરાબ કોષોને સારા કરે છે અને કરચલીઓની પણ સારવાર કરે છે. તેની સાથેજ સફરજન થી તમારી ત્વચા કોમળ અને મોટી થવા લાગે છે.

કેવી રીતે કરવો સફરજનનો ઉપયોગ.-

  • સૌથી પહેલા અડધા સફરજનને મિક્સરમાં મિક્સ કરી લો અને તેનું પાતળું પેસ્ટ તૈયાર કરી લો.
  • હવે આ પેસ્ટને ગાલ પર લગાવીને પાંચ મિનિટ સુધી મસાજ કરો.
  • મસાજ કર્યા પછી ૧૫ થી ૨૦ મિનીટ સુધી પેસ્ટને ત્વચા પર તેમજ લગાવીને રાખી દો.
  • પછી ત્વચાને ગરમ પાણીથી ધોઈ લો.
  • આ ઉપાયને આખા દિવસમાં એક વખત અજમાવો.
  • તેની સાથેજ દરરોજ એક સફરજન જરૂર ખાઓ.

મધથી ગોળમટોળ ગાલ કરો.

Image source
મધ તમારી ત્વચા માટે ઘણી રીતથી મદદરૂપ થાય છે. તે હુમેકટૈટ ની જેમ કામ કરે છે, જેનાથી ત્વચાને મોઈશ્ચ્રાઇઝ થવામાં મદદ મળે છે. આ પ્રકારે તમારી ત્વચા સ્વસ્થ અને ભરાવદાર લાગવા લાગે છે. તેની સાથેજ તેમા એન્ટી ઓક્સિડન્ટ ના ગુણ હોય છે, જે ત્વચાને ફ્રી રેડિકલ્સ થી બચાવે છે.

કેવી રીતે કરવો મધનો ઉપયોગ.-

  • સૌથી પહેલા એક ચમચી મધને પપૈયા ની પેસ્ટ ( પપૈયાંના કેટલાક ટુકડાને મિક્સરમાં મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો) સાથે ઉમેરો.
  • હવે આ પેસ્ટને ગાલ પર લગાવો અને લગાવ્યા પછી દસ મિનિટ સુધી તેમજ લગાવીને રાખી દો.
  • પછી ત્વચાને હુફાળા પાણીથી ધોઈ લો.
  • આ ઉપાયને દરરોજ અજમાવો.
  • તેના સિવાય તમે એક ચમચી મધ ને એક ગ્લાસ ગરમ પાણીમાં ઉમેરીને દરરોજ દિવસમાં એક વખત પી શકો છો.

દૂધનો ઉપયોગ ગાલ ફૂલાવવા માટે કરો.

Image source

દૂધ ગાલને મોટા કરવાનો એક શ્રેષ્ઠ ઉપાય છે. તે ત્વચાને મોઈશ્ચ્રાઇઝ કરે છે અને ત્વચાને મોટી બનાવે છે.

કેવી રીતે કરવો દૂધનો ઉપયોગ.-

  • સૌથી પહેલા ઠંડુ દૂધ લો અને પછી તેને તમારા ગાલ પર લગાવો.
  • દૂધ લગાવ્યા પછી પાંચ મિનિટ સુધી મસાજ કરો.
  • પછી આગળની પાંચ મિનિટ માટે દૂધને તેમજ લગાવીને રાખી દો.
  • હવે ત્વચાને હુફાળા પાણીથી ધોઈ લો.
  • આ ઉપાયને દરરોજ અજમાવો.
  • તમે દરરોજ એક અથવા બે ગ્લાસ મલાઈદાર દૂધ કે ઓછી ચરબી વાળું દૂધ પણ પી શકો છો.

ગાલ ફૂલાવવાના ઉપાય માટે બીજી રીતો.

ગાલ મોટા કરવા માટે કેટલીક ટિપ્સ આ રીતે છે.-

  • મેકઅપ નો વધારે ઉપયોગ ન કરો, તેનાથી તમારી ત્વચાને સારી રીતે શ્વાસ મળશે.
  • રાત્રે સૂતા પહેલા મેકઅપ ને સાફ કરીને સુવો.
  • ધૂમ્રપાન અને દારૂનું સેવન ન કરો, તેનાથી તમે તમારી ત્વચાનું લચીલાપણું દૂર થાય છે.
  • આખા દિવસમાં વધુમાં વધુ પાણી પીઓ. જેનાથી તમારી ત્વચા હાઇડ્રે રહે.
  • ચાને સૂરજના કિરણોથી બચાવવા માટે સનસ્ક્રીન લગાવો.
  • ત્વચાને લટકવાથી બચાવવા માટે તેને હંમેશા મોઈશ્ચ્રાઈઝ રાખો. ચેહરાને ધોયા પછી હંમેશા તમારા ગાલ પર મોઈશ્ચરાઈઝિંગ ક્રીમનો ઉપયોગ કરો. જો તમારી ત્વચા તૈલીય છે તો તમારી ત્વચા પર પાણી પર આધારિત મોઇશ્ચરાઇઝર નો ઉપયોગ કરો.
  • ત્વચાને સ્વસ્થ અને કોમળ બનાવવા માટે દરરોજ અખરોટ અને સૂકા મેવા ખાઓ.
  • કોઈપણ ઠંડા પીણા પીવા માટે સ્ટ્રો નો ઉપયોગ ન કરો. તેનાથી તમારા ગાલ ચીપકી શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment