જાદુઈ જડીબૂટ્ટી છે આદુ – જાણો આદુનું પાણી પીવાથી થતાં અદભુત ફાયદાઓ

Image Source

આદુનો તેના ઔષધીય ગુણ અને સ્વાદના કારણે લગભગ દરેક રસોઈ ઘરમાં ઉપયોગ થાય છે. તેને ભોજનમાં નાખતાની સાથેજ તેમાંથી બનતા પાણીને ભોજનમાં શામેલ કરી સ્વાસ્થ્યના લાભ ઉઠાવી શકાય છે. જી હા, આદુની જેમ આદુના પાણીના પણ ઘણા લાભ છે. તમે આ લેખમાં વિસ્તારમાં આદુનું પાણી પીવાના ફાયદા જાણી શકો છો. અહી આદુના પાણી સાથે જોડાયેલ નાની મોટી જાણકારી સંશોધનના આધાર પર આપવમાં આવી છે. આદુનું પાણી પીવાની રીત અને તેને બનાવવાની રીતની સાથેજ તેનાથી થતા નુકશાન પર પણ અમે અહી ચર્ચા કરીશુ.

 

Image Source

આદુનું પાણી પીવાના ફાયદા-:

આદુના ઉપયોગની સાથેજ આદુનું પાણી પીવાથી ઘણા ફાયદા થઈ શકે છે, જેના વિશે અમે લેખમાં આગળ જણાવી રહ્યા છીએ. તેના ફાયદાની જાણકારી આદુ અને તેના અર્ક પર આધારિત છે, કેમકે આદુના ગુણ તેના પાણીમાં પણ રહેલ હોય છે. તો ચાલો આગળ જાણીએ આદુનું પાણી પીવાના ફાયદાઓ વિશે.

૧. બ્લડ શુગરને નિયંત્રિત કરે છે-:

આદુથી સબંધિત એક સંશોધનમાં લખેલ છે કે તે ફાસ્ટિંગ બ્લડ શુગરના સ્તરને ઓછું કરી શકે છે. આગળ જણાવવામાં આવ્યું છે કે આદુમાં ટૈનિન, પૉલીફેનાલિક, ફ્લેવોનૉયડ્સ અને ટ્રાઇટરપેનૉઇડ સંયોજનો હોય છે, જે હાઈપોગ્લાઇસેમિક એટલે બ્લડ શુગર ઘટાડવાની અસર દર્શાવે છે. સાથેજ આદુમાં રહેલ મુખ્ય ઘટક જીંઝરોલ શરીરમાં આલ્ફા એમાઈલેઝ અને આલ્ફા ગ્લુકોસિડેઝને ઉત્સેચકો સુધારો કરીને ડાયાબિટીસને નિયંત્રિત કરી શકે છે. આ કારણે કેહવામાં આવે છે કે આદુમાં એન્ટી ડાયબિટિક અસર હોઈ શકે છે.

૨. કોલેસ્ટ્રોલ -:

આદુમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાની ક્ષમતા પણ હોય છે, તેમાં જોડાયેલ એક સંશોધન મુજબ,આદુનો પાવડર શરીરમાં રહેલ લિપિડને ઓછું કરી શકે છે. જણાવવામાં આવ્યું છે કે આદૂથી ટ્રાઇગ્લીસરાઇડ અને લો ડેસિટી લીપોપ્રોટીન (એચડીએલ) એટલે હાનિકારક કોલેસ્ટ્રોલને ઓછું કરી શકાય છે. આ ઉપરાંત, સંશોધનમાં તે પણ કેહવામાં આવ્યું છે કે આદુનું સેવન કરવાથી એચડીએલ એટલે સારા કોલેસ્ટ્રોલનું લેવલ વધી શકે છે. આદુ કોલેસ્ટ્રોલને ઓછું કરીને હદયના સ્વાસ્થ્ય પર પણ સારી અસર નાખી શકે છે.

૩. વજન ઘટાડવા-:

વજન ઘટાડવામાં પણ આદુનું પાણી મદદરૂપ સાબિત થઈ શકે છે. જણાવવામાં આવ્યું છે કે આદુના પાણીનું સેવન કરવાથી વ્યક્તિને સંતોષનો અનુભવ થાય છે, જેના કારણે વધારે ખાવાની ઈચ્છા થતી નથી. સાથેજ તેનાથી શરીરમાં થર્મોજેનેસિસ એટલે ગરમી ઉત્પન્ન થતી પ્રક્રિયા વધે છે. આ બંનેથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. લગભગ બે ગ્રામ આદુ પાવડરને ગરમ પાણીમાં નાખીને પીવાથી થર્મિક ઇફેક્ટ ઓફ ફૂડ ( ટી ઈ એફ ) વધે છે. તેનો અર્થ છે કે શરીરમાં જમવાનું પચાવવા માટે વધારે કેલેરી બર્ન કરવી પડે છે, જેનાથી વજન ઓછું થઈ શકે છે. સાથેજ આદુમાં રહેલ જિંઝરોલ કમ્પાઉન્ડ ચરબી સાથે જોડાયેલ એડીપોસેટ હોર્મોન, પ્લાઝમા, લિપિડ અને લિપિડ પ્રોફાઈલને નિયંત્રિત કરી શકે છે. તેની મદદથી પણ વજન ઓછું થઈ શકે છે.

૪. પાચન સ્વાસ્થ્ય-:

પાચન સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પણ આદુના પાણીને ઉતમ માનવામાં આવે છે. એન સી બી આઇ દ્વારા પ્રકાશિત એક રિસર્ચ પેપરમાં કેહવામાં આવ્યું છે કે આદુનો ઉપયોગ કરવાથી કબજિયાત, ડાયરિયા અને અપચો જેવી સમસ્યાને ઓછી કરી શકાય છે. જણાવવામાં આવ્યું છે કે આદુનું સક્રિય ઘટક જેમકે જીંઝરોલ પાચનતંત્રમાં સ્નાયુબદ્ધ પ્રવૃત્તિ વધારીને પાચનમાં મદદ કરવાની સાથેજ પેટ ફૂલવાની સમસ્યાને ઓછું કરી શકે છે.

૫. એન્ટી ઈફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ અસર -:

આદુમાં એન્ટી ઈફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ બંને અસર હોય છે. જણાવવામાં આવ્યું છે કે આ બંને અસરને કારણે નોન આલ્કોહોલ ફૈટી લીવરથી આદુ બચાવી શકે છે. સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે દરરોજ બે ગ્રામ આદુનું સેવન કરવાથી ફૈટી લીવરની સમસ્યા ઓછી થઈ શકે છે. ફૈટી લીવરનો અર્થ, લિવરમાં ચરબી જામીને આકાર વધવો છે.

આદુમાં રહેલ એન્ટી ઈફ્લેમેટરી અસરને કારણે તે સાંધાના દુખાવાની સાથેજ ઇમફલેમેશન સાથે જોડાયેલ સમસ્યાઓ જેમકે આર્થરાઇટિસની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરી શકે છે. સાથેજ તેની એન્ટી ઓક્સિડન્ટ ગતિવિધિ શરીરના ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઓછું કરી શકે છે. તેનાથી કિડનીને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી થતાં નુકશાનથી પણ બચાવી શકાય છે.

Image Source

આદુનું પાણી પીવાની રીત-:

આદુ પાણી પીવાની રીત ખુબજ સરળ છે. આગળ અમે તેને જુદા જુદા માધ્યમથી જણાવવા જઈ રહ્યા છીએ.

  • થોડું આદુ પીસીને પાણીમાં નાખો અને તેને ઉકાળીને પીઓ.
  • દરરોજ હુફાળા પાણીમાં આદુની પેસ્ટ નાખીને પણ તેનું સેવન કરી શકાય છે.
  • બે ચમચી આદુનો રસ અને એક ચમચી મધ પાણીમાં હલાવીને પી શકો છો.
  • આદુના પાણીમાં અડધી ચમચી લીંબુનો રસ નાખીને પી શકો છો.
  • આદુના પાણીમાં થોડા ચાના પાન નાખીને ઉકાળો અને ચાની જેમ પીઓ.
  • તેને સવારે, બપોરે અને સાંજે જ્યારે ઇચ્છો ત્યારે પી શકો છો.
  • દરરોજ લગભગ એક થી બે આદુના પાણીનું સેવન કરી શકાય છે.

Image Source

આદુનું પાણી બનાવવાની રીત -:

ઘરમાં સરળતાથી તાજા આદુની મદદથી આદુનું પાણી બનાવી શકાય છે. તેને બનાવવાની રીત અને સામગ્રી બંનેની જાણકારી નીચે આપવામાં આવી છે.

સામગ્રી -:

  • એક ચમચી આદુનો રસ
  • એક કપ હુંફાળુ પાણી
  • વૈકલ્પિક, સ્વાદ મુજબ મધ

બનાવવાની રીત -:

  • એક કપ હુફાળા પાણીમાં આદુનો રસ ઉમેરી લો.
  • હવે તેને સારી રીતે ભેળવીને થોડી સેકન્ડ માટે રેહવા દો.
  • હુફાળા પાણીમાં આદુના રસને બદલે સામાન્ય પાણીમાં આદુને પીસીને પણ પાણી ઉકાળી શકાય છે.
  • જ્યારે પાણીમાં આદુનો કલર દેખાવા લાગે, ત્યારે ગેસ બંધ કરી તેને ગરમા ગરમ પી લો.
  • સ્વાદ માટે ઉપરથી મધ અને લીંબુ પણ નાખી શકો છો.

આદુનું પાણી પીવાના નુકશાન -:

આદુના પાણીના કેટલાક નુકશાન પણ હોઈ શકે છે. શું છે આદુનું પાણી પીવાના નુકશાન તે આગળ લેખમાં જાણો.

  • હાર્ટ બર્ન
  • ડાયરિયા ની સમસ્યા
  • પેટમાં દુખવું અને પેટ ફૂલવું
  • ગેસની સમસ્યા
  • ઉપર પેટમાં ગેસ્ટ્રીક જેવો અનુભવ કરવો
  • ડાયાબિટીસ અને સામાન્ય દર્દીઓમાં બ્લડ શુગર ઓછી થઈ શકે છે.

આદુનું પાણી કેટલુ ફાયદાકરક છે, તે તો સ્પષ્ટ થઈ ચૂક્યું હશે. તેના ફાયદા જાણ્યા પછી તમે તમારી સાધારણ ચાને આદુના પાણી સાથે બદલી શકો છો અથવા ચામાં આદુનું પાણી ઉમેરી શકો છો. આ ઉપરાંત પણ આદુનું પાણી પીવાની ઘણી રીત અમે લેખમાં જણાવી છે. તેને અનુરૂપ તમે તમારા ભોજનમાં આદુના પાણીનો સમાવેશ કરી શકો છો. આદુનું પાણી બનાવવાની અમે અહી સરળ રીત પણ જણાવી છે. બસ તેને પીવાનો નિર્ણય લેતા પેહલા એક વાર આદુના પાણીના નુકશાન પર પણ જરૂર ધ્યાન આપો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment