પિરિયડમાં અનિયમિતતાને લીધે અણગમતી પ્રેગનેન્સી અને તેના 6 શરૂઆતી લક્ષણો જાણો

કોઈ મહિને પીરીયડમા ન થવું એ પ્રેગનેન્સી નું સૌથી પહેલું લક્ષણ છે. સામાન્ય રીતે માસિક ધર્મ ચક્ર 24થી 38 દિવસનું હોય છે. જો આ સમયગાળા દરમિયાન કોઈ મહિલાને પીરીયડ ન થાય તો તે ગર્ભાવસ્થાનો સંકેત હોઈ શકે છે.

માસિક ધર્મમાં અનિયમિતતા એ ન જોઈતી પ્રેગનેન્સીમા મહિલાઓ માટે સમસ્યા બની શકે છે. ખાસ કરીને જો તમે કોઈ એવા સ્થળે રહો છો જ્યાં છ અઠવાડિયા પછી ગર્ભપાત કરાવવા ઉપર પ્રતિબંધ છે. ચાલો આજે તમને પ્રેગનેન્સી ના છ શરૂઆતી લક્ષણો વિશે જણાવીએ.

ઊલટી વગર જીવ ગભરાવો

પ્રેગનેન્સીમા જીવ ગભરાવો એ મોટો સામાન્ય લક્ષણ છે, પરંતુ તેને મોર્નિંગ સિકનેસ કેહવુ એ યોગ્ય નથી. આ અવસ્થામાં જીવ ગભરાવાની સમસ્યા કોઈપણ સમયે મહિલાઓને ઘેરી શકે છે. એવું જરૂરી નથી કે મહિલાઓને ઊલટી સાથે જ જીવ ગભરાવાની સમસ્યા થાય. 2019 મા થયેલા એક રિસર્ચ મુજબ, 80 ટકા મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન જીવ ગભરામણ જેવા લક્ષણો અનુભવે છે, જ્યારે ઊલટી સાથે જીવ ગભરાવવા જેવા લક્ષણો ફક્ત 35 થી 40 ટકા મહિલાઓને જ થાય છે.

સ્તનમાં સોજા

સ્તન કે છાતીના ઉતકોમાં ફેરફાર થવો એ પણ ગર્ભાવસ્થાના શરૂઆતના લક્ષણો માનવામાં આવે છે. આ દરમિયાન એક મહિલાને સ્તનમાં સોજા, દુખાવો, સ્પર્શ કરવાથી નરમપણું કે સંવેદનશીલતાનો અનુભવ કે ભારે પણાનો અનુભવ થવા પર પણ ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત સ્તન ઉપર વાદળી રંગની નસો દેખાય આવીએ પણ તેના લક્ષણો છે.

વધારે પેશાબ આવવો

ગર્ભાવસ્થામાં પછીના લક્ષણોમાં મહિલાઓને મોટાભાગે વારંવાર પેશાબ આવવાની સમસ્યા થાય છે. પરંતુ કેટલીક મહિલાઓ આ લક્ષણોનો અનુભવ પહેલા પણ કરી શકે છે. યુરીનેશન ની આ સમસ્યા મહિલાઓને ચાર અઠવાડિયા આસપાસ પણ અનુભવ થઈ શકે છે. આ દરમિયાન ભલે તમને વધારે પેશાબ આવતો હોય, પરંતુ તેમ છતાં તમે તે ફુલેલુ હોય તેવો અનુભવ કરશો.

ગંધ અને સ્વાદ માં ફેરફાર

ડોક્ટરો કહે છે કે હોર્મોન્સમાં થતા ફેરફારને લીધે ગર્ભાવસ્થામાં મહિલાઓની ગંધ અને સૂંઘવાની શક્તિ પણ પ્રભાવિત થાય છે. કોફી, મસાલા કે કલીનીંગ પ્રોડક્ટ્સ થી અચાનક અણગમો થવા લાગે છે. મોઢામાં ખટાશ આવવા લાગે છે. મનપસંદ ચીજ વસ્તુઓ ખાવાની ઈચ્છા થતી નથી. મોઢામાં ખૂબ વધારે લાળ બનવા લાગે છે.

ઊંઘ અને થાક

આ સ્થિતિમાં મહિલાઓને ખૂબ વધારે ઊંઘ અને થાકનો અનુભવ થાય છે. ગર્ભવતી મહિલાઓ વારંવાર જોલા અને બગાસા ખાવા માંડે છે. ઊંઘ અને થાક એ ગર્ભાવસ્થાના ખૂબ જ સામાન્ય લક્ષણો છે, જેનો ચાર અઠવાડિયા પછી અનુભવ થવા લાગે છે. પીરીયડ ન થવા પર થાક કે ઊંઘના લક્ષણો દેખાતા તરત જ એક પ્રેગ્નેન્સી ટેસ્ટ કરી લેવો જોઈએ.

બ્લિડિંગ

અણગમતી પ્રેગનેન્સી ની ચિંતા વચ્ચે જો તમને ટોયલેટ પેપર કે અંડરવિયર ઉપર ગુલાબી રંગના ડાઘા દેખાય તો તમે નિરાંતનો શ્વાસ લો છો. સ્વાભાવિક છે કે પીરીયડ માં થવાનો મતલબ છે કે તમે પ્રેગનેંટ નથી. પરંતુ એવું પણ બની શકે કે તમને પીરીયડ ના કારણે બ્લીડિંગ ન થતું હોય. ઘણીવાર યુટેરસ નળીમાં ફળદ્રુપ બીજ અટેચ ન થવાથી પણ બ્લીડિંગ થવા લાગે છે. તે ગર્ભધાન ના 3-4 કે 10-14 અઠવાડિયા વચ્ચે થઈ શકે છે. આ ડાઘ ખૂબ જ નાના હોઈ શકે છે. તેનો રંગ લાલને બદલે કથ્થઈ કે ગુલાબી હોઈ શકે છે. આ દરમિયાન પેટમાં અને હિપ્સ મા દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment