યુવાવસ્થામાં નહીં આવવા દે વૃદ્ધત્વ અને હદયનુ પણ ધ્યાન રાખે તેવી મસુર દાળ ના છ મોટા ફાયદા વિશે જાણીએ

દુનિયાના બધા દેશોમાં જુદી જુદી રીતની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય ભોજનમાં દાળને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે દાળને કોઇપણ રીતે લઈએ, તે ફાયદાકારક જ હોય છે. આજે અમે મસૂરની વાત કરી રહ્યા છીએ. જેને સામાન્ય રીતે ‘લાલ મસૂર’ ના નામે પણ ઓળખવામાં આવે છે. તે ઉર્જા અને પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેના ફાયદા પણ સારા છે.

Image Source

પાછળના કેટલાક દર્શકોમાં તેના ખાસ ફાયદા ના લીધે મસુર દાળ ભારતીય વ્યંજનોનું એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આ વાતની સંભાવનાથી ક્યારેય ના પાડી શકાતી નથી કે એક વાટકી મસુર દાળ સંપૂર્ણ ભોજનના પોષણ અને આહાર સબંધી માંગો ને પૂરી કરે છે. તે દાળ બધાના શરીર અને સ્વાસ્થ્ય પર જુદી જુદી રીતે ફાયદા કારક અસર દેખાડે છે.

તેને બનાવવી ખુબ સરળ છે. તેને તેના સ્વાદના કારણે અન્ય બધી દાળોથી અલગ અને સૌથી વધારે સ્વાદિષ્ટ માનવામાં આવે છે. આપણા સ્વાદ મુજબ, આપણે તેમાં જુદા જુદા મસાલા નાખીને રાંધી શકીએ છીએ. એક કપ મસૂર દાળમાં ૨૩૯ કેલેરી હોય છે, લગભગ ૧૫ ગ્રામ ડાયેટ ફાઈબર અને લગભગ ૧૭ ગ્રામ પ્રોટીન હોય છે. આયરન અને પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે આ દાળ શાકાહારી લોકો માટે એક આદર્શ પસંદગી છે. જુદા પ્રકારના સ્વાદ અને આહાર સંબંધી ફાયદા ને લીધે તેને તમારા સંપૂર્ણ ભોજનમાં શામેલ કરવી જોઈએ.

Image Source

જાણો મસૂર દાળના સ્વાસ્થ્ય અને પોષણ સંબંધી કેટલાક બીજા ફાયદા…

બ્લડ શુગર લેવલ જાળવી રાખવામાં મદદ કરે છે:

Image Source

મસૂર દાળમાં ડાયેટરી ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે ગ્લાઇસેમીક ઇન્ડેકસ માં તળિયે આવે છે, જે નાના આંતરડામાં લોહીની માત્રાને રોકે છે. તે પાચન દરને ધીમો કરી દે છે અને બ્લડ શુગર લેવલના અચાનક અથવા અનિચ્છનીય બદલાવથી બચાવે છે. તેથી જે લોકોને શુગર, ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન ના ઉત્પાદનમાં જ્યારે પણ સમસ્યા થાય છે, તેમને આ દાળ દરરોજ ખાવી જોઈએ.

વજન ઓછું કરવામાં પણ મદદરૂપ:

Image Source

વજન ઘટાડવાના મોટાભાગના આહારમાં મસૂર દાળને એક શ્રેષ્ઠ ભાગ માનવામાં આવે છે. તેમાં સંતોષની લાગણી આપવા માટે કાર્બોહાઈડ્રેટસ ની સાચી માત્રા તો હોય જ છે, તેમજ ચરબી ખૂબ ઓછી હોય છે. તેમાં રહેલ હાઈ ફાઇબરની માત્રા પાચન પ્રક્રિયાને ધીમી કરી દે છે, જે વજન ઓછું કરવામાં મદદરૂપ સાબિત થાય છે. દરરોજ તમારા ભોજનમાં એક કપ મસુર દાળ નું સેવન, વિટામિન, પ્રોટીન અને અન્ય પોષક તત્વ પ્રાપ્ત કરવા માટે પૂરતી છે.

એન્ટી એજીંગ નો ખજાનો :

મસુર દાળ એક એન્ટી ઓક્સિડન્ટ પાવર હાઉસ છે, જે કોષોના ભંગાણને રોકે છે. પ્રચૂર માત્રામાં ઉપલબ્ધ પોષક તત્વોની માત્રા તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જેનાથી તે એન્ટી એજિંગ ભોજન બની જાય છે. તે તમારા રંગ રૂપ ને યુવાન અને ખીલેલી બનાવી રાખવામાં પણ મદદ કરે છે. મસુર દાળ નો ઉપયોગ તેના સેવન ઉપરાંત, ત્વચા સંબંધી સમસ્યાને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે.

હાડકા અને દાંતોને પોષણ આપે છે:

મસૂર ની દાળ વિટામીન અને અન્ય પોષક તત્વો જેમ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ નો એક સમૃદ્ધ સ્ત્રોત છે, જે સ્વસ્થ દાંતો અને હાડકાને બનાવી રાખવા માટે મહત્વપૂર્ણ છે. મસૂર દાળના ફાયદા લેવા માટે તેને તમારા દરરોજના ભોજનમાં જરૂર શામેલ કરો.

ચમકતી ત્વચા મેળવવા માટે મસુર ની દાળ અજમાવો :

Image Source

જો તમારે એક સુરક્ષિત, દાગ વગરની અને ચમકતી ત્વચા જોઈએ તો નિશ્ચિત રૂપે મસૂરની દાળ તેમાં ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. તે બારીક રેખાઓ અને કાળા ધબ્બા ઓથી છુટકારો મેળવવા માટે પણ મદદ કરી શકે છે. તે ટેન પ્રભાવિત ત્વચાને સારી કરવામાં અસરકારક છે, તેના માટે પીસેલી મસુર દાળ, હળદર અને ગુલાબજળથી બનાવેલું ફેસમાસ્ક ચેહરા પર લગાવવું જોઈએ. ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે આ મિશ્રણમાં દૂધ ઉમેરો અને ફેસમાસ્ક લગાવીને આખી રાત રહેવા દો.

કોલેસ્ટ્રોલ ઓછું કરીને હૃદયને સ્વસ્થ રાખે છે :

Image Source

ડાઇટરી ફાઈબરની વધારે માત્રા હોવાને કારણે મસુર દાળ શરીરમાં કોલેસ્ટ્રોલ ની માત્રાને અસરકારક રૂપે ઓછી કરે છે. તે શરીરને વધારે કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. તે લોહીના પુરવઠા ને વધારે છે અને હદયની નિષ્ફળતાના જોખમને ઓછું કરે છે.

વધારે ખાવાથી આડઅસર થાય છે :

  • મસુર દાળ થી કોઈ મોટી આડઅસર થતી નથી. પરંતુ સાચુ એ પણ છે કે એકજ સમયમાં કોઈ પણ વસ્તુનું વધારે સેવન સમસ્યા વધારી શકે છે. મસુર દાળ ના વધારે સેવનથી કિડનીની બીમારી, પોટેશિયમ ગેસનું ઝેર અને હાઈ એમિનો એસિડનું ઉત્પાદન પણ થઈ શકે છે. કેટલાક લોકોમાં તે એલર્જીના રૂપે પણ ઉભરી શકે છે.
  • ૧૦૦ ગ્રામ મસુર દાળના દરરોજ નિયમિત સેવનથી આપણને ૩૫૨ કેલેરી અને ૨૪.૬૩ ગ્રામ અથવા ૪૪ ટકા પ્રોટીન ની માત્રા પ્રાપ્ત થાય છે. તો મસુર દાળના સંપૂર્ણ લાભ નો આનંદ લેવા માટે તમારા રસોડાના સામાનમાં તેને પણ જરૂર શામેલ કરો.

ખાસ નોંધ : ઉપરોક્ત માહિતી પ્રદાન કરવા માટે અમે સંપૂર્ણ કાળજી લીધી છે. તેમ છતાં, વાચકોને ચેતવણી આપવામાં આવી છે કે કંઇપણ સેવન અથવા ઉપયોગ કરતા પહેલા, તમારા ચિકિત્સક અથવા ડોક્ટર ની સલાહ  આવશ્યક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *