લિપસ્ટિક લગાવવાથી થતી સાઈડ ઈફેક્ટ વિશે જાણો

Image Source

કોઈપણ છોકરી કે મહિલાની મેકઅપ કિટનો સૌથી મહત્વનો ભાગ કદાચ લિપસ્ટિક જ હોય છે કારણકે કોઈપણ મેકઅપ કીટ એક કે ઘણી, વિભિન્ન રંગો અને બ્રાન્ડની લિપસ્ટિક વગર પૂરી નથી થતી. તેમાં કોઈ શક નથી કે લિપસ્ટિક તમારા હોઠ અને ચહેરાની સુંદરતા અનેક ગણી વધારવામાં મદદ કરે છે. લિપસ્ટિક તમારા વ્યક્તિત્વમાં ગ્લેમર એડ કરવાનું કામ કરે છે પરંતુ કંઇ કિંમત પર? શું તમે જાણો છો કે આ સુંદર દેખાતી લિપસ્ટિકના ઘણી ગંભીર ખરાબ અસરો પણ છે.

તમારી ફેવરિટ લિપસ્ટિક જુદા જુદા રસાયણો જેવા કે લેડ, ક્રોમિયમ વગેરેથી બનેલી હોય છે. આ દરેક રસાયણોનો તમારા હોઠની પ્રાકૃતિક ચમક અને સુંદરતાને ઓછી કરવાની સાથે તમારા સ્વાસ્થ્યને પણ ઘણા પ્રકારે નુકસાન પહોંચાડે છે. ફક્ત આટલું જ નહીં આપણે ભોજન અને પેય પદાર્થો ની સાથે લિપસ્ટિક ના પણ કેટલાક અંશનું સેવન કરી લઈએ છીએ. તેથી તમારા માટે તે જાણવું ખૂબ જરૂરી છે કે તમારી લિપસ્ટિક તમને અને તમારા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે.

આ લેખમાં અમે તમને લીપ્સ્ટીક ના લીધે સ્વાસ્થ્યને થતા નુકશાનની સાથે એ પણ જણાવીશું કે ક્યારેક ક્યારેય અને ઓછી માત્રામાં લિપસ્ટિક લગાવવી એ તમારા હોઠ માટે કેવી રીતે ફાયદાકારક થઈ શકે છે અને તેને લગાવવાની યોગ્ય રીત કઈ છે.

Image Source

લિપસ્ટિક લગાવવાના નુકસાન

લિપસ્ટિકમાં મળી આવતા હાનિકારક રસાયણો ને કારણે હોઠ અને આસપાસની ત્વચામા એલર્જી, બળતરા અને જંજણાટી
પણ થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક હાનિકારક રસાયણો અને મેટલ એવા પણ છે જેનાથી કેન્સર થવાનું પણ જોખમ રહે છે. લિપસ્ટિકમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ કે પરી રક્ષક અગર સ્વીકાર્ય સ્તરે વધારે હોય તો વ્યક્તિને નીચે મુજબના નુકસાન થઈ શકે છે.

પેટમા ટ્યુમર અને કિડની ફેલનું જોખમ

લિપસ્ટિકમાં કેડમિયમ, મેગ્નેશિયમ અને ક્રોમિયમ જેવી ભારે ધાતુ જોવા મળે છે અને આ દરેક ધાતુઓને કારણે શરીરના અંગોને નુકસાન થઈ શકે છે અને ઘણી ખતરનાક બીમારીઓ પણ થઈ શકે છે. જો લિપસ્ટિકમાં કેડમિયમ ની માત્રા વધારે હોય તો તેના કારણે કિડની ફેલ થવાનું જોખમ રહે છે. આ ઉપરાંત વારંવાર અને વધારે માત્રામાં લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી પેટમાં ટયુમરનું ગંભીર જોખમ પણ રહે છે.

મગજના ટયુમર પર પ્રતિકૂળ અસર

લેડ ની જેમ જ લિપસ્ટિક ની એક બીજી સામગ્રી પેટ્રોકેમિકલ જે ઘણી બધી લિપસ્ટિક મા મળી આવે છે અને તેનો પણ શરીર પર ઘણી રીતે ખરાબ અસર જોવા મળે છે. પેટ્રોકેમિકલ્સ ઈન્ડોક્રાઈન ડિસરપ્શન એટલે કે અંતઃસ્ત્રાવી વ્યવધાનનું કારણ બને છે. જેના કારણે વિકાસ, વૃદ્ધિ, પ્રજનન અને બુદ્ધિ મા અડચણ આવે છે.

લિપસ્ટિક થી કેન્સરનું જોખમ

લિપસ્ટિકમાં ફોર્મલડીહાઈડ અને પેરાબીન્સ જેવા પ્રિઝર્વેટિવ્ઝ કે પરીરક્ષક મળી આવે છે જેને કેન્સર કારી માનવામાં આવે છે. જે લિપસ્ટિકમાં આ પ્રકારના પ્રિઝર્વેટિવ્ઝ હોય છે તેના ઉપયોગથી ત્વચામાં બળતરા અને ઉતેજના, શ્વાસ લેતી વખતે ઘરઘરાટ નો અવાજ, ખાંસી અને આંખોમાં ખંજવાળ બળતરાની સમસ્યા થઈ શકે છે. ફક્ત આટલું જ નહી લિપસ્ટિક નો નિયમિત રૂપે અને વધારે માત્રામાં ઉપયોગથી કેન્સરનું જોખમ પણ થઈ શકે છે.

Image Source

તંત્રિકા તંત્ર માટે લેડ હાનિકારક છે

તમને જાણીને આશ્ચર્ય થશે કે લિપસ્ટિક મા મળી આવતો સામાન્ય ઘટક છે લેડ એટલે કે સીસા જે ખૂબ જ હાનિકારક હોય છે અને તે ભવિષ્યમાં તમારા સ્વાસ્થ્યને એટલી હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે કે જેને સરખું કરી શકાતું નથી. લેડ ન્યુરોટોક્સિન હોય છે જેની શરીરના તંત્રિકા તંત્ર પર ખરાબ અસર પડે છે. લેડ ના કારણે બ્રેઈન ડેમેજ, હોર્મોનલ અસંતુલન અને ઇન્ફર્ટિલિટી નું પણ જોખમ રહે છે.

Image Source

શરીરમાં ટોકસિન્સ વધારે જમાં થાય છે

લિપસ્ટિક ને મોટાભાગની મહિલાઓ દરેક સમયે લગાવેલી રાખે છે, ભોજન કરતી વખતે પણ અને ઘણીવાર ભૂલથી લિપસ્ટિક ભોજનની સાથે શરીરની અંદર પણ ચાલી જાય છે. આ કારણે લિપસ્ટિક મા રહેલા ઝેરીલા પદાર્થો શરીરમાં જમા થવા લાગે છે અને વિષાક્તતાનું કારણ બને છે. આ ધાતુઓનું સેવન તેની સ્વીકૃત દૈનિક ખપત ની સીમાના 20%થી વધારે છે.

લિપસ્ટિક ના ડબ્બામાં હોય છે હાનિકારક બીપીએ

લિપસ્ટિકના લગભગ 95 ટકા ડબ્બાઓમાં બિપીએ મળી આવે છે અને આ રસાયણ ખૂબ સરળતાથી ડબ્બામાંથી લિપસ્ટિક સુધી પહોંચી જાય છે. બીપીએ ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે જેના કારણે વાંજીયાપણુ, જન્મજાત ખોડખાંપણ અને કેન્સર સુધીનું જોખમ રહે છે. બીપીએ એક્સપોઝર ના કારણે બ્રેસ્ટ કેન્સર અને પીસીઓડી નો પણ ભય રહે છે. 71 મહિલાઓ પર કરવામાં આવેલા ક્રોસ સેક્શનલ અભ્યાસમાં પીસીઓડીના દર્દીઓમાં બીપીએ નું વધારે સ્તર મળી આવ્યું હતું.

ગર્ભવતી મહિલાઓ માટે લિપસ્ટિક નુકસાનકારક છે

લિપસ્ટિકમાં મળી આવતું લેડ કે સીસુંનું કોઈપણ સ્તર સુરક્ષિત માનવામાં આવતું નથી ખાસ કરીને જ્યારે ગર્ભવતી મહિલાઓની વાત આવે છે કારણ કે ગર્ભવતી મહિલા તેના ગર્ભમાં વિકસી રહેલા બાળકને લેડ પોઇઝનિંગની સમસ્યા હસ્તાંતરિત કરી શકે છે. ફક્ત એટલું જ નહી, તમારા શરીરમાં ખૂબ વધારે સીસુ ગર્ભપાત ના જોખમને વધારે છે કે સમય પહેલા લેબર ની સમસ્યાનું કારણ બની શકે છે. સાથે જ તે જ જન્મેલા બાળકના મસ્તિષ્ક, કિડની અને તંત્રિકા તંત્ર ના વિકાસ ને પણ નુકસાન પહોંચાડી શકે છે.

ત્વચાના રોમછિદ્રો બંધ કરી દે છે

લિપસ્ટિકમાં મળી આવતું મિનરલ ઓઇલ જે તેને ચમક આપવાનું કામ કરે છે, તે ત્વચા ના પોર્સ એટલે કે રોમછિદ્રો ને બંધ કરી દે છે. જેના કારણે હોઠ ફાટી જાય છે અને ઘણા પ્રકારની એલર્જી અને બળતરાની સમસ્યા થઈ શકે છે.

લિપસ્ટિક થી થતા નુકસાનથી કેવી રીતે બચવું?

લિપસ્ટિકના આટલા બધા નુકશાન વિશે જાણીને તમે પણ વિચારતા હશો કે તમારે તેનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. પરંતુ અમે તમને કેટલીક ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ જેનો ઉપયોગ કરી તમે ક્યારેક ક્યારેક લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો છો અને તેનાથી સ્વાસ્થ્ય અને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ થશે નહિ.

લિપસ્ટિકને તમારા હોઠ પર લગાવતા પહેલાં હોઠ પર પેટ્રોલિયમ જેલી લગાવો. આમ કરવાથી લિપસ્ટિકમાં રહેલા હાનિકારક રસાયણો ની અસર ઓછી કરી શકાય છે.

લિપસ્ટિક એ મેકઅપ પ્રોડક્ટ છે તેથી તેને કોઈ ખાસ પ્રસંગે જ ઉપયોગ કરવા માટે રાખો અને દરરોજ કે નિયમિત રૂપે લિપસ્ટિકનો ઉપયોગ ન કરવો.

ડાર્ક શેડ કે ઘાટા રંગની લિપસ્ટિક માભારે ધાતુઓનું પ્રમાણ વધારે હોય છે તેથી શક્ય હોય ત્યાં સુધી લાઇટ શેડ વાળી લિપસ્ટિકનો ઉપયોગ જ કરવો.

લિપસ્ટિક ખરીદતી વખતે તેની સામગ્રીઓ વિશે પણ ચોક્કસ વાંચો, તે કઈ વસ્તુથી બની છે, આ દરેક બાબતોની જાણકારી લીધા પછી શક્ય હોય ત્યાં સુધી ઓર્ગેનિક અને નેચરલ લિપસ્ટિક જ ખરીદો.

લિપસ્ટિક ને લાંબા સમય સુધી લગાવીને ન રાખવું અને ખાસ કરીને સૂતા પહેલા લિપસ્ટિક ચોક્કસપણે દૂર કરવી અને તેના માટે એક સારા મેકઅપ રિમૂવર નો ઉપયોગ કરવો.

લિપસ્ટિક લગાવવાના ફાયદા

લિપસ્ટિક વિતેલા ઘણા દર્શકોનો લોકપ્રિય ભાગ રહ્યો છે. ઉપર અમે તમને લિપસ્ટિક મા મળી આવતા રસાયણો થી થતાં નુકશાન વિશે જણાવ્યું પરંતુ, શું તમે જાણો છો કે તમારી સુંદરતા વધારવા ઉપરાંત લિપસ્ટિક ના કેટલાક બીજા પણ ફાયદા છે.

લિપસ્ટિક આપણા હોઠ માટે એક સુરક્ષાત્મક કવર કે બચાવનું કામ કરે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ઠંડી હવાથી લિપસ્ટિક આપણા હોઠોની રક્ષા કરે છે. ખાસ કરીને એવી લિપસ્ટિક પસંદગી કરો જેમાં પ્રાકૃતિક તેલની યોગ્ય માત્ર મળી આવે જેથી તમારા હોઠને યોગ્ય માત્રામાં ભેજ મળી શકે.

હોઠની ત્વચા શરીરના બાકીના ભાગની ત્વચાથી અલગ હોય છે કારણ કે તેમાં મેલેનીન ઓછું હોય છે. મેલેની એક એવું પિગમેંટ છે જે સૂર્યના પ્રકાશથી થતા નુકસાનથી ત્વચાનું રક્ષણ કરે છે, તેથી હોઠ સૂરજના પ્રકાશથી ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. લિપસ્ટિક માં રહેલ એસપીએફ સૂર્યના કિરણો સામે હોઠો પર સુરક્ષાત્મક લેયર બનાવવાનું કામ કરે છે.

લિપસ્ટિક તમારા હાસ્ય ને સુંદર અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. જો તમે તમારા હાસ્યને સુંદર બનાવવા માટે લિપસ્ટિક લગાવી રહ્યા છો તો તમારે ખૂબ વધારે ઘાટા રંગની લિપસ્ટિક લગાવવાથી બચવું જોઈએ.

લિપસ્ટિક લગાવવાના મનોવૈજ્ઞાનિક લાભ પણ છે. લિપસ્ટિક લગાવનારી મહિલાઓ સામાન્ય રીતે વધારે આત્મવિશ્વાસ અને શક્તિશાળી અનુભવે છે અને હકીકતમાં બીજા લોકો પણ તેને આત્મવિશ્વાસથી ભરપૂર માને છે. ફક્ત એટલું જ નહીં લગાવવાથી તમારો ઉત્સાહ અને જુસ્સો પણ વધે છે.

લિપસ્ટિક લગાવવાની યોગ્ય રીત

તમારા દેખાવને વધુ સારો બનાવવાની એક મજેદાર રીત છે લિપસ્ટિક જે તમારી સ્ટાઇલ ને પણ વ્યક્ત કરવાનું કામ કરે છે. પરંતુ લિપસ્ટિક લગાવવી એ ઘણીવાર અઘરું કામ હોઈ શકે છે. જો ખોટી રીતે લગાવવામાં આવે તો ઘણીવાર અવ્યવસ્થિત દેખાઈ શકે છે અને ખૂબ જ ઝડપથી ફીકી પડવા લાગે છે. આવી સ્થિતિમાં લિપસ્ટિક લગાવવાની યોગ્ય રીત કઈ છે તે જાણો –

લિપસ્ટિક લગાવતા પહેલા તમારા હોઠ ઉપર લિપ બામ કે પેટ્રોલિયમ જેલીની બારીક લેયર લગાવો જેથી તમારા હોઠને પોષણ મળે અને તે શુષ્ક ન બને. સામાન્ય રીતે લીપ બામને લગાવતા જ સુકાઈ જવી જોઇએ પરંતુ હોઠ પર વધારે લિપ બામ દેખાય તો ટીશ્યુ પેપરની મદદથી વધારે લીપ બામ સાફ કરી લો.

હવે એક લીપ પેન્સિલ ની મદદથી હોઠને પેન્સિલથી ટ્રેસ કરી લો. આમ કરવાથી હોઠને યોગ્ય આકાર મળે છે અને હોઠ યોગ્ય રીતે વ્યાખ્યાયિત થાય છે.

હસો જેથી લિપસ્ટિક એપ્લિકેશન સમાન થાય. જ્યારે તમે વાત કરો છો કે તમારું મોઢું ફેરવો છો ત્યારે તમારી ત્વચા સ્વાભાવિક રીતે ફેલાય છે, જેનાથી તમારી લિપસ્ટિક અસમાન દેખાય છે. લિપસ્ટિક સમાન રીતે હોઠ પર લાગી છે તે નક્કી કરવા માટે, લિપસ્ટિક લગાવતી વખતે થોડું હસવું.

લિપસ્ટિક હોઠના માધ્યમથી લગાવવાનું ચાલુ કરવું અને પછી હોઠના ખૂણા સુધી લઈ જવી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment