ચા પીવાથી થતાં ફાયદા અને નુકશાન વિશે જાણો

ચા વિશ્વભરમાં પસંદ કરવામાં આવે છે. આપણા દેશમાં પણ લોકો સવારે ઊઠીને ચા પીવાનું પસંદ કરે છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ બધી જ ઋતુઓમાં લોકો ચા પીવે છે. અહી ૭૦ થી ૮૦% લોકો સવારે ઊઠીને ચા પીવાનું પસંદ કરે છે. કાળી, આદુ, તુલસી, ગ્રીન ટી જેવી ચા ને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.

ચા પીવાના ઘણા ફાયદા છે. આ સાથે તેના ઘણા નુકશાન પણ છે. આ લેખમાં અમે તમને ચા પીવાના ફાયદા અને નુકશાન વિશે જણાવીશું.

ચા પીવાના ફાયદા:

નિંદ્રામા રાહત મળે છે:

ચા મા કૈફીન નામનું તત્વ હોય છે જે મગજને સક્રિય કરે છે. ચા પીવાથી નિંદ્રા દૂર થાય છે અને વ્યક્તિ તાજગીનો અનુભવ કરે છે.

વૃદ્ધત્વ ઘટાડે છે:

ચા મા એન્ટિઓક્સિડન્ટ્સ મળી આવે છે જે વૃદ્ધત્વને અટકાવે છે. વ્યક્તિની સુંદરતા વધારે છે. ઉંમર પણ ઓછી લાગે છે.

ચા પીવાથી ઊર્જા મળે છે:

ચા પીવાથી આપણા શરીરને ઊર્જા મળે છે. ચા લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. કૈફીન તત્વ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે જેનાથી થાક દૂર થાય છે ચા પીધા પછી તાજગી અને અશક્તિનો અનુભવ થાય છે. આળસ દૂર થાય છે.

વજન ઓછું કરે છે:

ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે.

યાદશક્તિ વધારે છે:

ચા ની અંદર કૈફીન મળી આવે છે જે એક પ્રાકૃતિક એમિનો એસિડ છે. તેનાથી વ્યક્તિની યાદશક્તિ વધે છે. યાદ કરવાની શક્તિ વધે છે. ચા પીધા પછી વ્યક્તિ પોતાનું કામ વધુ ધ્યાન પૂર્વક કરી શકે છે. ચા પીધા પછી લોકો વધારે ફોકસ અને વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

એલર્જી દૂર કરે છે:

ચા પીવાથી એલર્જીની સમસ્યા દૂર થાય છે. ચા મા મધ ભેળવીને પીવું એ વધારે ફાયદાકારક સાબિત થાય છે કેમ કે મધ એલર્જીની સમસ્યાને દૂર કરે છે.

હદય રોગ અને સ્ટ્રોકમાં મદદરૂપ છે:

ચા પીવાથી હૃદયના સ્નાયુઓમાં જામેલી ચરબી અને ખનીજ દૂર થાય છે. દરરોજ ત્રણ કપ કાળી કે લીલી ચા પીવાથી હાર્ટએટેક થવાનો ભય પણ ૨૧% સુધી ઘટી જાય છે.

ઓછી કેલેરીવાળુ પીણું:

ચા એક એવું પીણું છે જેની અંદર જો ખાંડ કે દૂધ ન ઉમેરીએ તો કોઈ કેલેરી નથી. તેથી ઘણા લોકો બ્લેક ટી કે ગ્રીન ટી પીવાનું પસંદ કરે છે. દૂધ ઉમેરવાથી ચામા કેલેરી આવી જાય છે. જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગે છે અને ઓછામાં ઓછી કેલેરીનું સેવન કરવા માંગે છે તેઓના માટે ચા એક ઉત્તમ પીણાનો વિકલ્પ છે.

શરીરને હાઈડ્રેટ રાખે છે:

ચા એક પ્રવાહી પદાર્થ છે. તેને પીવાથી શરીરની અંદર પાણીની માત્રા જળવાઈ રહે છે. તે શરીરને હાઈડ્રેટ કરે છે.

ચેપ સામે લડવામાં મદદ કરે છે:

ચા પીવાથી ચેપી રોગો જેવા કે શરદી ઉધરસ દૂર થાય છે. આદુ, મરી, અજમા, એલચી વાળી ચા પીવાથી શરદી ઉધરસ દુર થાય છે.

ચા પીવાથી થતા નુકસાન:

 

ચાની ટેવ પડવી:

ચા ની અંદર કૈફીન મળી આવે છે જેનું સેવન કરવાથી તેની ટેવ પડી જાય છે અને વારંવાર ચા પીવાની ઈચ્છા થાય છે. ઘણા લોકો તો દિવસમાં ૧૦ થી ૧૫ કપ ચા પી જાય છે. ખૂબ વધારે ચા પીવી એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. ચાના પ્રેમીઓને જો ચા ન મળે તો તેઓને મૂંઝવણ અને બેચેનીનો અનુભવ થવા લાગે છે.

શુગરની માત્રા વધારે છે:

આ વાત તો બધા લોકો જાણે છે કે મોટાભાગના લોકો ચા નુ સેવન ખાંડ સાથે જ કરી છે. વારંવાર ચા પીવાથી વ્યક્તિના શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે અને તેનાથી ડાયાબિટીસ થવાનો ભય રહે છે. ખાંડ વગરની ચા પીધી એ સ્વાસ્થ્યવર્ધક છે, પરંતુ મોટાભાગના લોકો ખાંડવાળી ચા પીવાનું જ પસંદ કરે છે.

દાંત પીળા બનાવે છે.

વારંવાર ચાનું સેવન કરવાથી દાંત પીળા, લાલ, ધબ્બાવાળા, રેડ વાઈન રંગ જેવા થઇ જાય છે. જો ચા પીધા પછી તરત જ બ્રશ કરવામાં આવે તો દાંતના પીળાશ પણાની સમસ્યાથી બચી શકાય છે.

પેટના અલ્સર થાય છે:

વધારે કડક ચા પીવાથી પેટમાં અલ્સર ની ફરિયાદ થાય છે. એસીડીટીની સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. તેથી સલાહ આપવામાં આવે છે કે વધારે કડક ચા ન પીવી જોઈએ.

પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ:

ખૂબ વધારે ચા પીવાથી પ્રોસ્ટેટ કેન્સર થવાનો ભય રહે છે. જે લોકો દરરોજ સાત કપથી વધારે ચાનું સેવન કરે છે તેઓને પ્રોસ્ટેટ કેન્સરનો ભય રહે છે.

ગેસની સમસ્યા:

ભૂખ્યા પેટે ચા પીવાથી ગેસની સમસ્યા થઈ શકે છે.

નિંદ્રા ન આવવી:

જે લોકો દરરોજ પાંચ થી દસ કપ ચાનું સેવન કરે છે તેઓને નિંદ્રા આવવામાં ખૂબ જ મુશ્કેલીનો અનુભવ થાય છે. એક કપ ચા માં ૧૪ થી ૬૦ મિલિગ્રામ કૈફીન મળી આવે છે.

વારંવાર પેશાબ લાગવો:

જે લોકો વધારે ચાનું સેવન કરે છે તેના શરીરમાં યુરિક એસિડ વધી જાય છે અને વારંવાર પેશાબ લાગે છે.

ભૂખ ઓછી લાગવી:

જે લોકો દરરોજ વધારે ચાનું સેવન કરે છે તેઓની ભૂખ ઓછી થઈ જાય છે.

હાડકા નબળા થવા:

જે વ્યક્તિ વધારે પ્રમાણમાં ચાનું સેવન કરે છે તેનામાં સ્કેલેટન ફ્લોરોસીસ નામની સમસ્યા ઉત્પન્ન થાય છે. તેનાથી હાડકાંમાં વિકાર અને નબળાઈ આવે છે. હાડકામાં દુખાવો પણ શરૂ થઈ જાય છે. ખૂબ વધારે ચા પીવાથી શરીરમાં ફ્લોરાઇડ તત્વ વધી જાય છે જેનાથી ગઢિયાબાઈ નામનો રોગ થાય છે.

ગર્ભપાતનો ભય:

ગર્ભવતી સ્ત્રીઓ માટે ચા હાનિકારક છે તેમાં કૈફીન નામનું તત્વ ગર્ભાશયના ભૃણ માટે હાનિકારક હોય છે. જો શક્ય હોય તો સ્ત્રીઓએ ગર્ભાવસ્થામાં ચા નુ સેવન ન કરવું જોઈએ.

પેટમાં સોજો:

ઘણા લોકોને ચા પીવાથી પેટમાં સોજાની સમસ્યા થાય છે. પેટનું ફૂલવું અને બળતરાની સમસ્યા પણ થઈ શકે છે.

ખાસ નોંધ : ઉપરોક્ત દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરલે છે તો અમે આની પુષ્ટિ કે સમર્થન નથી કરતાં… 

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *