શારીરિક થાકના મુખ્ય કારણો અને તેને દૂર કરવાના ૧૨ સરળ ઉપાયો

Image Source

ઘર-પરિવારની જવાબદારી નિભાવવી એ કોઈ સરળ કામ નથી. પછી ભલે તમે નોકરી કરતા હોય કે ધંધો, તમને કદાચ ક્યારેક કુટુંબ સાથે શાંતિથી બેસવાની ક્ષણો મળે છે. દિવસ દરમિયાનના થાક ભરેલા રૂટીનથી તમારું શરીર સુસ્ત પડી જાય છે. કેટલીકવાર કામનો વધારો તો ક્યારેક શરીરની આંતરીક ઉણપને લીધે પણ થાકનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં કોઇપણ કામમાં તમારું મન લાગતું નથી. ચેહરા પરની હળવાશ અને કરચલીઓ તમારા સાથી બની જાય છે. આવી સ્થિતિમાં થાક સામેના ઉપાયો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી થઇ જાય છે. તો ચાલો, સૌપ્રથમ થાક ના કારણો જાણીએ અને પછી ખોવાયેલી એનર્જી પાછી મેળવવાના ઉપાયો.

Image Source

થાક શારીરિક છે કે માનસિક તે ઓળખો?

મેદસ્વિતા કે વજન ઓછું થવું, એનિમિયા, શુગર તેમજ હૃદય સંબંધિત તમામ રોગોને લીધે પણ તમે થાકનો અનુભવ કરી શકો છો. આ સમસ્યાઓ તપાસ વગર સામે આવતી નથી, ફક્ત શરીરને થકાવે છે. ભાવાત્મક સ્તરે તાણ અને ચિંતાથી પણ થાક લાગે છે કે પછી ઊંઘ પૂર્ણ થવાથી પણ ચીડિયાપણું અને થાક લાગે છે. તેનાથી તમારી એકાગ્રતા પર પણ અસર પડે છે. ચિંતા અને તણાવ પણ તેના જવાબદાર હોઈ શકે છે.

તાજી હવા એટલે શરીરને તાજુ કરવું:

ઘણીવાર, લોકો વધારે વ્યસ્ત હોવાનું બહાનું કાઢીને કસરત કરતા નથી અને દિવસ-રાત કામકાજ કરતા રહે છે. તેનાથી તેની અંદર ઓક્સિજનની ઉણપ થવા લાગે છે અને તેઓ વધારે થાકનો અનુભવ કરે છે. આવા લોકોએ સવારે કે સાંજના સમયે ખુલ્લી હવામાં બહાર નીકળવું જોઈએ. શક્ય હોય તો સવારે ચાલવુ સૌથી ઉત્તમ ઉપાય છે. હંમેશા પોતાના વિશે વિચારશો, તો શક્ય છે કે તેનાથી થાકનો અનુભવ થશે. આ સિવાય અન્યને મદદ કરવાનું પણ વિચારો. પડોશીઓને મદદ કરો સર્જનાત્મક કાર્યમાં તમારો વધારાનો સમય ગાળો. તમારી રુચિ પ્રમાણે પુસ્તકો વાંચો. કલ્પનાથી દૂર રહો. ટીવી જોતી વખતે ખોરાક ન ખાઓ.

Image Source

ગુમાવેલી ઊર્જા પાછી કેવી રીતે મેળવવી:

 • ઓફિસ હોય કે ઘર, સતત કામ કરતા રહેવાથી પણ થાક લાગે છે. તેથી વચ્ચે વચ્ચે થોડો આરામ કરો. તેનાથી તમારા શરીરમાં ઊર્જાનો સંચય થશે અને ફરીથી તમે તમારું કામ સ્ફૂર્તિ સાથે કરી શકશો.
 • જો તમે વર્કિંગ વુમન છો, તો ત્રણ મિનિટની જોગિંગ, બ્રિધિંગ એક્સરસાઇઝ પણ તમને રિલેક્સ કરી શકશે. જો તમે ઓફિસમાં છો તો બધી ચિંતાઓ છોડીને એક નાનકડું જોકુ લઈ લો. જાદુની ઝપ્પીથી શરીરને આરામ મળશે અને મન પણ ફ્રેશ રહેશે.
 • કોલેજ જતી છોકરીઓ ઘણીવાર થાકની ફરિયાદ કરે છે, જેનું મુખ્ય કારણ છે યોગ્ય આહાર ન લેવો. જંક તેમજ ફાસ્ટ ફૂડને પ્રાથમિકતા આપવી. તેઓએ સ્વસ્થ ભોજનની સાથે પોતાની જીવનશૈલીમાં યોગ વગેરેનો પણ સમાવેશ કરવો જોઈએ. જો તમારું વજન વધારે છે, તો એકદમ વજન ઘટાડવા વાળો આહાર ન લેવો. પોષક તત્વોની ઉણપથી થાક વધી શકે છે. વજન ઘટાડવાનો સૌથી ઉત્તમ ઉપાય યોગ અને વ્યાયામ છે.

 • જો કમર કે પીઠ વગેરેમાં દુખાવો થતો હોય, તો સખત સપાટી એટલે કે ફ્લોર પર સૂવું જોઈએ. તેનાથી દુખાવામાં રાહત મળે છે. જો દુખાવો વધારે હોય, તો હોટ બેગ કે કોઈ બોટલમાં ગરમ પાણી ભરીને શેક કરવો જોઈએ. તેનાથી થાક અને દુખાવામાં રાહત મળશે.
 • લાંબા સમય સુધી ઊભા રહીને કામ કરતા રહેવાથી પગની એડીઓ દુખવા લાગે છે. આવી સ્થિતિમાં ગરમ પાણીનો શેક યોગ્ય રહેશે. ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને પગને થોડા સમય સુધી તેમાં ડૂબાડી રાખો.
 • આંખોનો થાક દૂર કરવા માટે ચોખ્ખા પાણીથી તેને ધોવી જોઈએ. ગુલાબ જળમાં પલાળેલા રૂને આંખો ઉપર રાખી શકો છો. કામ દરમિયાન તમે તમારી આંખો બંધ કરીને તેની ઉપર તમારી હથેળીઓને એકબીજા સાથે ઘસીને રાખી શકો છો. તેનાથી આંખોને રાહત મળે છે.

 • ઋતુ પ્રમાણે ચા, કોફી, દૂધ કે શરબત વગેરે પણ લઈ શકો છો.
 • થાકથી બચવા માટે સવારનો નાસ્તો જરૂર કરવો. સવારના નાસ્તામાં આરોગ્યપ્રદ વસ્તુઓનો સમાવેશ કરો.
 • પથારીમાં સુવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા ભોજન કરી લેવું. દિવસ દરમિયાન એક કોફી પીધા પછી વધારે કોફી ન પીવી, તેનાથી ઊંઘ પર અસર પડે છે અને થાક લાગે છે.
 • જો કોઈ દિવસ તમે યોગ્ય રીતે ભોજન નથી કરી શકતા, તો પ્રયત્ન કરવો કે તે દિવસે મલ્ટી વિટામીન તેમજ મિનરલ સપ્લિમેન્ટ લો, જેથી શરીરમાં એનર્જી રહે.
 • કામ કરતી સ્ત્રીઓ થાક દૂર કરવા માટે સ્પા ટ્રીટમેન્ટની મદદ પણ લઈ શકે છે. ઘરમાં ફુવારો હોય તો તેની નીચે સ્નાન કરવાથી પણ થાક દૂર થાય છે. ઉપરથી પડતા પાણી નીચે ઊભા રહીને સ્નાન કરવાથી ત્વચાના છિદ્રો સક્રિય થાય છે, જેનાથી મેટાબોલિઝમ સુધરે છે અને શરીરમાંથી ઝેર બહાર નીકળી આવે છે. તેનાથી સંપૂર્ણ શરીરનો થાક દૂર થાય છે.

 • કામનો બોજો, ઘર અને બહારની ચિંતા આપણી જીવનશૈલીનો એક ભાગ બની ચૂક્યો છે. જેના કારણે ઘણીવાર લોકોમાં થાકની ફરિયાદ થાય છે. તેનો સામનો કરવાનો સૌથી ઉત્તમ ઉપાય વ્યાયામ છે. ઘણીવાર થાકને લીધે લોકો વ્યાયામ શરૂ કરતા નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે નિયમિત વ્યાયામ થાક ઓછો કરે છે. પછી ભલે તે ચાલવાનું હોય, તમને જેમાં આનંદ મળે તે વ્યાયામ કરો, જેમ કે તરવું, સાયકલિંગ વગેરે. આ ઉપરાંત સંગીત પણ એનર્જી મેળવવાનો એક ઉત્તમ વિકલ્પ છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *