અઢળક ગુણો થી ભરપુર સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદા જાણો

Image Source

તમે ક્યારેય વિચાર્યું છે કે કેરીને કેમ ફળોનો રાજા કહેવામાં આવે છે, જ્યારે દરેક ફળો આરોગ્યપ્રદ હોય છે.

તમે ક્યારેય વિચાર્યું છે કેરી ને જ કેમ ફળોનો રાજા કહેવામાં આવે છે. ભારતીય ફળ કેરી તેના સ્વાદ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ભારતમાં મુખ્યત્વે 12 આંબાની જાતો છે અને એનો ઉપયોગ માત્ર ફળ તરીકે થતો નથી, પરંતુ શાકભાજી, ચટણી, જ્યુસ, કેન્ડી, અથાણા, કેરી ના પાપડ અને બીજા ઘણા ખાદ્ય પદાર્થ માં તેનો સ્વાદ વધારવા માટે થાય છે.

આ એક સર્વાંગી ફળ છે. તેના વિશેષ સ્વાદને કારણે દેશમાં તેની ઉપજ સારી હોવાથી તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. આ બધા કારણોને લીધે કેરી ના ઔષધીય ગુણ અને આરોગ્ય લાભો ને લીધે પણ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે.

1. કેન્સર નિવારણ

કેરી માં ઉપસ્થિત એન્ટિઓક્સિડન્ટ કોલોન કેન્સર લ્યુકેમિયા અને પ્રોસ્ટેટ કેન્સર થી બચાવવા માટે ફાયદાકારક થઈ શકે છે. તેમાં ક્યુશેર્ટિન અને એસ્ત્રાગાલિન અને ફિસેટિન જેવા ઘણા તત્વો જોવા મળે છે જે કેન્સર જેવા રોગ માટે મદદરૂપ થઈ શકે છે.

2. આંખો રહેશે ચમકદાર

કેરીમાં વિટામિન ‘એ’ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે આંખો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. જેનાથી આંખોની રોશની સારી રહી શકે છે.

3. કોલેસ્ટ્રોલ નિયમિત રાખવું

કેરીમાં ફાઇબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તે ખરાબ કોલેસ્ટ્રોલને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે.

4. ત્વચા માટે ફાયદાકારક

કેરીના પલ્પનો પેક લગાવો અથવા તો તેને ચહેરા પર મસળવાથી તમારો ચહેરો નીખરી જાય છે. તેમાં રહેલું વિટામિન સી સંક્રમણ થી પણ બચાવે છે.

5. પાચન ક્રિયા ને યોગ્ય રાખી શકે છે

 કેરી માં ઘણા ઉત્સેચકો હોય છે જે પ્રોટીનને તોડવાનું કામ કરે છે જેનાથી ખોરાક ઝડપથી પચી જાય છે અને તેની સાથે જ તેમાં ઉપસ્થિત સાઈટ્રિક એસિડ, ટેર્ટેરિક એસિડ શરીરની અંદરના આલ્કલાઈન તત્વોને સંતુલિત રાખે છે.

6. જાડાપણું ઘટાડી શકે છે

મેદસ્વીપણું ઘટાડવા માટે કેરી એક સારો ઉપાય છે. કેરી ના ગોટલા માં ઉપસ્થિત રેશા શરીરની વધુ પડતી ચરબી ને ઓછી કરવામાં ખુબ ફાયદાકારક છે. કેરી ખાધા પછી ભૂખ ઓછી લાગે છે. જેનાથી વધારે પડતું ખાવાનું જોખમ ઓછું થઈ જાય છે.

7. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો

કેરી ખાવાથી આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

benefits-mango-leaves

8. સેક્સ સ્ટેમીના માં વધારો

કેરીમાં વિટામિન ઈ વધુ જોવા મળે છે જેનાથી જાતીય કાર્યક્ષમતા વધે છે. તેની સાથે જ તેને મર્દાનગી વધારવા નું ફળ પણ કહી શકાય છે.

9. સ્મરણ શક્તિ માં મદદરૂપ

જે લોકોને ભૂલી જવાની બીમારી હોય તેને કેરીનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલું ગ્લુટામિક એસિડ નામનું એક તત્વ સ્મરણ શક્તિ વધારવા માટે ઉત્પ્રેરક ની જેમ કામ કરે છે. તેનાથી લોહી ની કોશિકાઓ પણ સક્રિય થાય છે. તેની સાથે જ સગર્ભા સ્ત્રી ને કેરી ખાવાની સલાહ આપવામાં આવી છે.

10. ગરમીથી બચવા

ઉનાળામાં જો તમારે બપોરે ઘરની બહાર નીકળવું હોય તો એક ગ્લાસ કેરી નો બાફલો પીવો અને પછી બહાર નીકળો. તેનાથી તમને તાપ પણ નહીં લાગે અને લૂ પણ નહિ લાગે. કેરી નો બાફલો શરીરમાં પાણીના સ્તરને સંતુલિત રાખે છે. તેથી તે ઉનાળા માટેનું શ્રેષ્ઠ પીણું છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *