જાણો ભારતના 29 રાજ્યોની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગીઓ વિશે

Image Source

ભારત 29 રાજ્યોમાં વહેંચાયેલો દેશ છે જેના દરેક રાજ્યની પોતપોતાની સંસ્કૃતિ, પરંપરા અને વિવિધતાઓ છે, આ વિવિધતાઓ ફક્ત સંસ્કૃતિ અને રીતિરિવાજોમાં જ નહિ પરંતુ ભોજનમાં પણ જોવા મળે છે. ભારતના દરેક રાજ્યના ભોજનની પોતપોતાની વિશેષતાઓ છે જેને અહી આવનારા પ્રવાસીઓ ને આંગળી ચાટવા પર મજબૂર કરી દીધા છે. જ્યારે પણ ભારતના રાજ્યોના મુખ્ય ભોજનની યાદી પર નજર નાખશો ત્યારે તમને દરેક રાજ્યના પોતપોતાના ભોજનનો અલગ અલગ સ્વાદ અને લોકપ્રિયતા જોવા મળશે.

તો આ લેખમાં અમે તમને ભારતના દરેક રાજ્યના પ્રખ્યાત ભોજનથી રૂબરૂ કરાવીએ. તમે જ્યારે પણ આ રાજ્યની મુલાકાત લો ત્યારે અહીંયાની પ્રખ્યાત ડિશ જરૂર ટેસ્ટ કરો

૧. ભારતના દરેક રાજ્યનું પ્રખ્યાત ભોજન:

સામાન્ય રીતે તો ભારતના પ્રત્યેક રાજ્યમાં તમને ભોજનમાં કંઇકને કંઇક નવી વાનગી અથવા ડીશ જોવા મળશે પરંતુ તે દરેક વિશે વાત ન કરતા અમે તમને અહી ભારતના દરેક રાજ્યની સૌથી પ્રખ્યાત વાનગી વિશે જણાવવાના છીએ –

Image Source

૧.૧ – મહારાષ્ટ્રનું પ્રખ્યાત ફૂડ મિસલ પાવ:

આ મિસલ પાવ તમને મહારાષ્ટ્ર રાજ્યના દરેક નાસ્તાની દુકાનમાં અને હોટલમાં જોવા મળશે. આ શ્રેષ્ઠ નાસ્તાની રેસિપીમાં સ્પાઉટ્સથી બનેલ એક કરીનો સમાવેશ છે, જેમાં ઝીણા કાપેલા કાંદા ટામેટા અને ચૂર્ણના રસની સાથે પાવમાં ઉમેરવામાં આવે છે, અને માખણ સાથે તવા પર ગરમ કરવામાં આવે છે.

Image Source

૧.૨ – પંજાબનું સૌથી પ્રખ્યાત ભોજન મકાઈની રોટલી અને સરસવનું શાક :

મકાઈની રોટલી અને સરસવનું શાક પંજાબનું સૌથી મનપસંદ અને પારંપરિક ભોજન છે જેને પંજાબી તડકા સાથે બનાવવામાં આવે છે. મકાઈની રોટલી અને સરસવનું શાક પંજાબનું એવું ભોજન છે જે દરેક ઢાબા અને હોટલોમાં પીરસવામાં આવે છે. તેના વગર હોટલનું મેનુ ક્યારેય પૂર્ણ થઈ શકતું નથી કેમકે અહીં આવનાર પ્રવાસી સૌથી પેહલા મકાઈની રોટલી અને સરસવનું શાકનો ઓર્ડર જ આપે છે. તમે જ્યારે પણ પંજાબની યાત્રા કરો ત્યારે સરસવના શાકની સાથે ઘી લગાવેલી મકાઈની રોટલી અને એક લસ્સીનો ગ્લાસ ચોક્કસપણે ટેસ્ટ કરો વિશ્વાસ કરો તેને ખાધા પછી તમે તમારી આંગળી ચાટવા પર મજબૂર થઈ જશો.

Image Source

૧.૩ – પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ડીશ કોસા મંગશો:

આ મસાલેદાર બંગાળી મટન કરી ઉર્ફ કોશા મંગશો બંગાળની એક લંચ રેસિપી છે જે શાકાહારી લોકો ખુબ પસંદ કરે છે. કોશા મંગશો એક ઉતમ બંગાળી ડીશ છે જેને પશ્ચિમ બંગાળના દરેક ઘરમાં બનાવવામાં આવે છે અને માસના રસદાર ટુકડાને મખમલી ગ્રેવી, મેંદા લૂચી સાથે પીરસવામાં આવે છે. જો તમે ચિકનના ચાહક છો તો તમારે વેસ્ટ બંગાળની પ્રખ્યાત કોશા મંગશોને એક વાર જરૂર ટેસ્ટ કરવી જોઈએ.

Image Source

૧.૪ – ગુજરાતનું ખૂબજ પ્રખ્યાત ફૂડ ઢોકળા :

ભારતના રાજ્યોના મુખ્ય પ્રખ્યાત ભોજનની યાદીમાં ઢોકળા તમને કોઈપણ સ્થળે ચાખવા મળી જશે, પરંતુ ગુજરાતના ઢોકળા જેવો સ્વાદ તમને બીજે ક્યાંય મળી શકશે નહીં. ઢોકળા એક પ્રખ્યાત ગુજરાતી વાનગી છે જે તેના વિશિષ્ટ સ્વાદ માટે પ્રખ્યાત છે જેમકે ચોખા અને ચણાની દાળના બેટરથી બનાવવામાં આવે છે. તેને ટેંગી ચટણી સાથે પીરસવામાં આવે છે અને નાસ્તામા ખાઈ શકાય છે.

Image Source

૧.૫ – જમ્મુ કાશ્મીરની પ્રખ્યાત વાનગી રોગન જોશ :

રોગન જોશ એ જમ્મુ-કાશ્મીરના ભોજનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, તે એક સુગંધિત લેમ્બ ડિશ છે જેને બ્રાઉન કાંદા, વિવિધ મસાલા અને દહીં સાથે તૈયાર કરવામાં આવે છે અને તેમાં લસણ, આદુ અને સુંગંધિત મસાલાની ગ્રેવિની સાથે ઘેટાના અથવા મટનના ટુકડા હોય છે. જમ્મુ કાશ્મીર એક મુસ્લિમ પ્રભાવિત વિસ્તાર છે તેથી અહી શાકાહારી ખોરાક વધારે પસંદ કરવામાં આવે છે.

૧.૬ – તમિલનાડુનું પારંપરિક ભોજન પોંગલ:

પોંગલ દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુનું સૌથી લોકપ્રિય અને પારંપરિક ભોજન છે. જેને ખાસ કરીને પોંગલ ઉત્સવ દરમિયાન તૈયાર કરવામાં આવે છે. પોંગલ એક શાકાહારી ભોજન છે જે દાળભાત સાથે ઉમેરીને બને છે. જો તમે તમિલનાડુની આ પ્રખ્યાત ડિશને ટેસ્ટ કરવા ઈચ્છો છો તો તમિલનાડુમાં ઉજવવામાં આવતા સૌથી મુખ્ય તેહવાર પોંગલ દરમિયાન અહીં જવું જોઈએ. કેમકે પોંગલ આ તેહવારનો એક અભિન્ન ભાગ છે જેને તેહવારની ખુશીમાં પીરસવામાં આવે છે.

 

૧.૭ – અસમનું સૌથી પ્રખ્યાત ભોજન ખાર:

ખાર પારંપરિક અસમિયા મસાલા સાથે લાલ ચોખા, પીટા દાળ અને કાચા પપૈયાના પરંપરાગત આસામી મસાલાના અસામાન્ય સંયોગથી તૈયાર કરવામાં આવેલી વાનગી છે જે સ્થાનિક લોકોની સાથે અહી આવતા પ્રવાસીઓને આંગળીઓ ચાટવા પર મજબૂર કરી દે છે. જો તમે અસમનો પ્રવાસ કરી રહ્યા છો તો તમારે તેને ટેસ્ટ કરવાનું ભૂલવું જોઈએ નહિ કેમકે જો તમે તેને ટેસ્ટ કર્યા વગર પાછા આવશો તો તમારી યાત્રા અધૂરી રહી જશે.

Image Source

૧.૮ – બિહારનું સૌથી મનપસંદ ભોજન લીટી ચોખા:

જ્યારે પણ તમે બિહારના પ્રખ્યાત ભોજનની શોધ કરી રહ્યા હોય ત્યારે સો ટકા લીટી ચોખા જ પેહલા જોવા મળશે કેમકે લીટી ચોખા પારંપરિક ભોજન છે જે બિહારના દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે અને દૂર દૂરથી આવનાર પ્રવાસી પણ તેને ટેસ્ટ કર્યા વગર રેહતા નથી. તમને જણાવી દઈએ કે લીટી ચોખાને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે, જે શેકેલા ચણાના લોટ, મસાલો અને લીંબુના રસના મિશ્રણથી ભરેલ હોય છે, અને તેને ચોખાની સાથે પીરસવામાં આવે છે.

૧.૯ – હિમાચલ પ્રદેશની પ્રખ્યાત વાનગી ઘામ:

ભલે તમે આ ડીશનું નામ ઓછું સાંભળેલું હોય એમ લાગી રહ્યું હોય પરંતુ ઘામ હિમાચલ પ્રદેશની સૌથી પ્રખ્યાત ડીશમાંથી એક છે જેને લાલ દ્રાક્ષ ( રાજમા ), લીલી દાળ ( મગ દાળ ) અને ચોખાને દહીંમાં પકવીને તૈયાર કરવામાં આવે છે અને છુંદેલી દાળ, બોઅરની કરી અને આમલી અને ગોળથી બનાવેલ મીઠી અને ખાટી ચટણીની સાથે પીરસવામાં આવે છે. તેને ખાધા પછી કોઈપણ પોતાની આંગળી ચાટ્યા વગર રહી શકતા નથી તો વિચારો આ ડીશ કેટલી સ્વાદિષ્ટ અને ટેસ્ટી હશે.

૧.૧૦ – આંધ્રપ્રદેશની પ્રખ્યાત મીઠાઈ પૂઠરેકુલ્લુ :

પૂઠરેકુલ્લુ દક્ષિણ-પૂર્વી ભારતના આંધ્રપ્રદેશ રાજ્યની એક લોકપ્રિય ભારતીય મીઠાઈ છે. તેને ખાંડ, સૂકા મેવા અને કાજુ, દ્રાક્ષને ચોખાના લોટ, શુદ્ધ ઘીથી બનેલ પાતળા પાતળા રેપરમાં ભરવામાં આવે છે અને પછી તેને શેકી લેવામાં આવે છે. આ પ્રખ્યાત મીઠાઈ તેલુગુ રાજ્યોમાં તેહવાર, ધાર્મિક અવસર અને લગ્ન સમયે લોકપ્રિય છે જેના વગર કોઈપણ કામ પૂરું થતું નથી.

Image Source

૧.૧૧ – કેરળનું લોકપ્રિય ભોજન અપ્પમ :

કેરળના લોકપ્રિય ખાદ્ય પદાર્થો માંથી એક અપ્પમ આથા વાળો ચોખાનો લોટ, નારિયેળનું દૂધ, નારિયેળનું પાણી અને ખાંડને ઉમેરીને બને છે. અપ્પમ અનિવાર્ય રૂપે ક્રિસ્પી કિનારીઓ સાથે પાતળી પેનકેક છે. આ મૂળ રૂપે એક શાકાહારી ભોજન છે, પરંતુ તેને ચિકન અથવા મેમને સાથે પણ ખાઈ શકાય છે. અપ્પમ સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓ માટે પણ મનપસંદ ડીશ બની ગઈ છે અને કેરળ આવનાર દરેક પ્રવાસી તેને ટેસ્ટ કર્યા વગર રહી શકતા નથી. જો તમે પણ કેરળના પ્રવાસે જવના હોય તો અપ્પમને ટેસ્ટ કરવાનું બિલકુલ ભૂલશો નહીં.

Image Source

૧.૧૨ – તેલંગાણાની પ્રખ્યાત વાનગી હૈદરાબાદ બિરયાની :

બિરયાની તેલંગાણાની સૌથી પ્રખ્યાત વાનગી છે જેને દમ બિરયાનીના નામે પણ ઓળખવામાં આવે છે, હૈદરાબાદ બિરયાની બાસમતી ચોખા અને બકરીના માસ સાથે બનાવવામાં આવે છે અને દમ પુખ્ત રીતે પકાવવામાં આવે છે. હૈદરાબાદના નીજામની રસોઈમાં ઉત્પન્ન, આ હૈદરાબાદી અને મુગલાઈ રાંધણકળાના ઘટકોને જોડે છે. જો તમે બિરયાનીના શોખીન છો તો એક વખત તેલંગાણાની બિરયાનીને જરૂર ટેસ્ટ કરો.

Image Source

૧.૧૩ – ગોવાનું પ્રખ્યાત ભોજન ક્રેબ :

ક્રેબ ગોવાનું એક પ્રખ્યાત ભોજન છે જેને કેકડાના માસથી બનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ ભોજનનું સૂપ થોડું ઘાટું હોય છે જેને બનાવવામાં નારિયેળ અને ઘણા પ્રકારના મસાલાઓ નાખવામાં આવે છે. આ પકવાનાને ચોખા અને રોટલી સાથે ખાવામાં આવે છે. જો તમે મસાલાવાળા ભોજનને વધારે પસંદ કરતા હોય તો તમને આ ડીશ ખૂબ પસંદ આવશે.

Image Source

૧.૧૪ – રાજસ્થાનનું પ્રખ્યાત ભોજન દાળ બાટી :

દાળ બાટી ચુરમુ રાજસ્થાનનું સૌથી મનપસંદ ભોજન છે જેને કોઈ પરિચય ની જરૂર નથી. રાજસ્થાનનું આઇકોનિક પારંપરિક ભોજન દાળ બાટી ચુરમુ ફક્ત દેશી લોકો વચ્ચે નહિ, પરંતુ વિદેશી ટુરિસ્ટ વચ્ચે પણ ખૂબ મનપસંદ છે. દાળ બાટી ચુરમામાં લોટથી બનેલ બાટીને પક્વ્યા પછી તેને ઘીમાં ડૂબાડવામાં આવે છે, જે તેને ઘીના ટેમ્પરિંગ તરીકે કામ કરે છે. આ ઉપરાંત આ બાટીની સાથે ખાવા માટે ચણા, તુવેર, મગ અને અડદ ઉમેરીને દાળ બને છે જેને પંચમેલ દાળ કેહવામાં આવે છે.

જો તમે રાજસ્થાનના પ્રવાસે જાવ છો તો રાજસ્થાનની પ્રખ્યાત ડિશમાંથી એક દાળ બાટી ચુરમાને ટેસ્ટ કરવાનું ભૂલશો નહીં.

૧.૧૫ – મેઘાલયનું પ્રખ્યાત ભોજન જાદો:

મેઘાલયના સૌથી પ્રખ્યાત ભોજન જાદો લાલ પહાડી ચોખા છે જેને ડુક્કરના માસના ટુકડા સાથે પકવવામાં આવે છે. આ એક બિરયાની છે જેને ચોખા અને માસ સાથે ઉમેરીને બનાવવામાં આવે છે.

Image Source

૧.૧૬ – મધ્યપ્રદેશનું લોકપ્રિય લોકલ ફૂડ પૌંઆ જલેબી:

પૌંઆ જલેબી ભારતના રાજ્ય મધ્યપ્રદેશનું સૌથી મનપસંદ લોકલ ફૂડ છે જે દરેક ઘરમાં નાસ્તાના રૂપે પણ ખાવામાં આવે છે. પૌંઆ જલેબી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને ઇન્દોર શહેરમાં સૌથી વધારે પ્રખ્યાત લોકલ ફૂડ છે. પૌંઆ જલેબીમાં પૌઆ ચોખાનું મિશ્રણ હોય છે જેને ઘણા પ્રકારના મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે અને જલેબી બનાવવા માટે ખાંડ અને મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે.

૧.૧૭ – છત્તીસગઢનું લોકપ્રિય ભોજન આમત:

આમત છત્તીસગઢનું પ્રખ્યાત ભોજન છે જેને બસ્તર ક્ષેત્રના સંભાર તરીકે માનવામાં આવે છે. મિશ્રિત શાકભાજી, આદુ અને લસણની પેસ્ટ સાથે તૈયાર કરવામાં આવેલ આમત છત્તીસગઢની પ્રખ્યાત ડીશ છે. જ્યારે પરંપરાગત રીતે આ પકવાનને વાંસની કળીઓમાં તૈયાર કરવામાં આવે છે. જેનાથી વાનગીમાં એક અનોખી સુગંધ ઉમેરાય છે. આમત રાંધવાની આ પ્રક્રિયા હજુ પણ બસ્તરના દૂરના વિસ્તારોમાં પ્રચલિત છે. આ એક આદિવાસી ભોજન છે જે આધુનિક રસોઈમાં પણ વારસામાં મળ્યું છે. આ ભોજન હમેંશા મેહમાનોના આગમન પર બનાવવામાં આવતું હતું, પરંતુ હવે તે સામાન્ય ઘરો અને હોટલોમાં વિશેષ ખાદ્ય પદાર્થ તરીકે તૈયાર કરવામાં આવે છે, જે અહીં આવતા ઘણા પ્રવાસીઓને આકર્ષિત કરે છે.

૧.૧૮- ઉત્તરાખંડની પ્રખ્યાત વાનગી, કંડાલી નું શાક:

જ્યારે પણ ઉત્તરાખંડના પ્રખ્યાત ખાદ્ય પદાર્થોની વાત થાય છે ત્યારે કંડાલીના શાકનું નામ સૌથી પહેલાં આવે છે. આ એક સ્વાદિષ્ટ શાકભાજી છે, જે કંડાલીને ઉકાળીને બનાવવામાં આવે છે. ઉત્તરાખંડના લોકો તેને ચોખા અને રોટલી સાથે ખાવાનું પસંદ કરે છે. જો તમે ઉત્તરાખંડના પ્રવાસે જઇ રહ્યા છો, તો એકવાર આ ટેસ્ટી વાનગી ચોક્કસપણે અજમાવો.

૧.૧૯- ચખવી, ત્રિપુરા નુ પ્રખ્યાત ભોજન:

ચખવી એ ત્રિપુરાનુ ખૂબ જ પ્રખ્યાત માંસાહારી ભોજન છે જે ડુક્કરનું માંસ અને લીલા પપૈયાથી બનાવવામાં આવે છે. ચખવી ત્રિપુરાનુ ખૂબ જ પરંપરાગત, સ્વાદિષ્ટ અને સ્વસ્થ ભોજન છે, જેના વિશે સાંભળતા જ માંસાહારી પસંદ કરતા લોકોના મોઢામાં પાણી આવી જાય છે.

૧.૨૦- બાજરાની ખીચડી, હરિયાણાની પ્રખ્યાત વાનગી:

કદાચ તમને સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પણ બાજરાની ખીચડી હરિયાણામા સૌથી વધારે પસંદ કરવામાં આવતી વાનગી છે. બાજરાની ખિચડી એક દલીયા (ખિચડી) છે જે છીણેલા મોતીના બાજરીથી બને છે અને શુદ્ધ ઘી અથવા તલના તેલ સાથે ખાવામાં આવે છે. બાજરાની ખીચડી સાંભળવામાં જેટલી સરળ લાગે છે તેટલી સરળ નથી કારણ કે હરિયાણામાં બાજરાની ખીચડી ખૂબ જ ખાસ રીતે બનાવવામાં આવી છે, જે કોઈ પણ વ્યક્તિને તેની આંગળીઓ ચાટવા માટે મજબૂર કરી દે છે.

Image Source

૧.૨૧- થુકપા સુપ, અરુણાચલ પ્રદેશ:

થુકપા સૂપ અરુણાચલ પ્રદેશની સૌથી પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગીઓમાંની એક છે. જોકે થુકપા સૂપ એ એક તિબેટીયન વાનગી છે, તેનો સ્વાદ અરુણાચલ પ્રદેશના ઠંડા શિયાળને નીપટવા માટે લેવામાં આવે છે. જો તમે માંસાહારી છો તો તમે તેની માંસાહારી વેરાયટી પણ લઈ શકો છો, જે શાકાહારીની તુલનામાં બમણું સ્વાદિષ્ટ છે.

Image Source

૧.૨૨- સિક્કમની સૌથી પ્રખ્યાત વાનગી, મોમોઝ:

મોમોઝ એ એક તિબેટીયન વાનગી છે, જેને આખા સિક્કિમમા ખૂબ પસંદ કરવામાં આવે છે. જ્યારે પણ તમે સિક્કિમના પ્રવાસે જાઓ છો ત્યારે તમને અહીં કોઈ એવો રસ્તો મળશે નહીં કે જ્યા મોમોઝનો સ્ટોલ ન હોય. તમને મોમોઝની દરેક દુકાન પર લગભગ ૩ થી ૪ પ્રકારના મોમોઝ મળશે, જેમાંથી સૌથી વધુ લોકપ્રિય સ્ટીમ અને ફ્રાઇડ મોમોઝ છે.

Image Source

૧.૨૩- કર્ણાટક રાજ્યનું પ્રખ્યાત ભોજન, અક્કી રોટી:

અક્કી રોટી એ કર્ણાટક રાજ્યનું પ્રિય ખોરાક છે, જેને સ્થાનિક લોકો સવારના નાસ્તામાં લે છે. તમને જણાવી દઈએ કે અક્કી રોટી રાઈસ બ્રેડ તરીકે પણ ઓળખાય છે. કર્ણાટક રાજ્યની ઘણી ઓફિસો અને કોલેજોની બહાર અક્કી રોટી ખૂબ વેચાય છે. લોકો આ સ્વાદિષ્ટ ખોરાકને નારિયેળની ચટણી અને ગરમ ચા સાથે સાંજના સમયે પણ ખાવાનું પસંદ કરે છે.

૧.૨૪- નાગાલેન્ડ ની પ્રખ્યાત વાનગી, બામ્બુ શોટ્સ

બામ્બુ શોટ્સ વાંસની ગોળી એ ભારતના લગભગ સંપૂર્ણ ઉતર પૂર્વી ભાગનો ખાસ કરીને નાગાલેન્ડનો પ્રખ્યાત ખોરાક છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ડુક્કરનું માંસ તૈયાર કરવા માટે થાય છે. વાંસની ગોળીનો ઉપયોગ સૂકવણી અને આથા સ્વરૂપે થાય છે. તે વાનગીને થોડો ખાટો સ્વાદ આપે છે.

Image Source

૧.૨૫- મિસા માચ પોરા, મિઝોરમની પ્રખ્યાત વાનગી:

જો તમે પણ સીફૂડ પ્રેમી છો તો તમારે એક મિઝોરમ ની પ્રખ્યાત ડીશ બાર, મિસા માચ પોરા અજમાવવી જોઈએ. લોકપ્રિય રીતે મીસા મચા પોરા ડિશ ગ્રીલ્ડ ઝીંગા ડિશ તરીકે પણ ઓળખાય છે. તેને કોથમીર અને મરીના પાવડર સાથે રાંધવામાં આવે છે અને તેને કેળાના પાંદડામાં લપેટવામાં આવે છે અને કોલસા પર શેકવામાં આવે છે. આ તેને સ્મોકી સ્વાદ આપે છે. આ વાનગીને સ્ટાર્ટર તરીકે અથવા ભાત સાથેની સાઇડ ડિશ તરીકે પીરસી શકાય છે.

Image Source

૧.૨૬- છેના પોડા ઓરિસ્સાની પ્રખ્યાત મીઠાઈ:

છેના પોડા એ ભારતીય ઓડિશા રાજ્યની એક પનીરની મીઠાઈ છે. આ ઘરે બનાવેલા તાજા પનીર છેના, ખાંડ અને રવામાંથી બનાવવામાં આવે છે અને બ્રાઉન થાય ત્યાં સુધી કેટલાય કલાકો સુધી શેકવામાં આવે છે. જો તમે ઓડિશાની મુલાકાતે જાવ છો, તો પછી રસીલા છેના પોડાનો સ્વાદ લેવાનું ભૂલશો નહીં.

Image Source

૧.૨૭- ટુંડે કબાબ, ઉતર પ્રદેશનું બેસ્ટ સ્ટ્રીટ ફૂડ:

ટુંડે કબાબ એ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની સૌથી સ્વાદિષ્ટ વાનગી છે, જેનો સ્વાદ લોકોના મોઢામાં પાણી લાવી દે છે. ટુંડે કબાબ લખનઉની સૌથી પ્રખ્યાત અને પ્રિય વાનગી છે જે અહીં સ્ટ્રીટ ફૂડ તરીકે ખાવામાં આવે છે. જો તમે ભારતના ઉત્તર પ્રદેશ, રાજ્યની મુલાકાત લેવા જઇ રહ્યા છો, તો તમારે એકવાર ટુંડે કબાબનો સ્વાદ ચોક્કસપણે લેવો જોઇએ.

૧.૨૮- ઇરોમબા, મણિપુરની સૌથી પ્રખ્યાત વાનગી:

મણિપુર એ ભારતનું એક નાનું રાજ્ય છે જે તેની સંસ્કૃતિ અને વેશભૂષા ની સાથે ખાદ્ય પદાર્થો માટે જાણીતું છે, જેમાં ઇરોમબાનું નામ ટોચ પર આવે છે. ઇરોમબા એ એક વાનગી છે જે સૂકા અને આથાવાળી માછલી અને સ્થાનિક રીતે ઉપલબ્ધ શાકભાજીમાંથી બનાવવામાં આવે છે. ઇરોમબા એ મણિપુરી ઘરો માટે નિયમિત વાનગી છે સિવાય એ લોકો માટે જે શાકાહારી છે.

૧.૨૯- ઝારખંડ નું પ્રખ્યાત ભોજન ધુસ્કા:

ધુસ્કા ઝારખંડની એક પરંપરાગત અને લોકપ્રિય વાનગી છે જે ખાસ તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે. ઝારખંડની આ સિગ્નેચર ડીપ-ફ્રાઇડ રેસીપી પરંપરાગત રીતે મસાલેદાર છોલેની સબ્જી સાથે પીરસવામાં આવે છે.

આ લેખમાં તમે ભારતના રાજ્યોની પ્રખ્યાત વાનગીઓ વિશે જાણ્યું છે. તમને અમારો આ લેખ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવો. આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે તમારી પોતાની વેબસાઇટ ફક્ત ગુજરાતી સમજે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment