જાણો ભગવાન શિવના જ્યોતિરૂપ એવા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સ્થાપના વિશે

Image Source

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સમગ્ર દેશમાં વ્યાપક પણે માન્યતા છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારાની પાસે પવિત્ર શ્રી શૈલ પર્વત પર આવેલું છે.આ પર્વતને દક્ષિણનો કૈલાશ પણ કહેવામાં આવે છે. અહીં શિવ અને પાર્વતી બંનેનું સંયુક્ત સ્વરૂપ હાજર છે.

Image Source

જ્યોતિર્લિંગની પ્રાગટ્યની કથા:

એક પૌરાણિક કથા મુજબ જ્યારે ગણેશજી અને કાર્તિકેય લગ્ન માટે ઝઘડવા લાગ્યા ત્યારે ભગવાન શિવે કહ્યું કે જે સૌથી પહેલા પૃથ્વીનો ચક્કર લગાવશે તેના લગ્ન પહેલા કરવામાં આવશે. ગણેશજી એ તેમના માતા-પિતાના જ ચક્કર લગાવી લીધા પરંતુ કાર્તિકેય સંપૂર્ણ પૃથ્વીના ચક્કર લગાવ્યા પછી પાછા આવ્યા. ત્યારે ગણેશને પેહલા લગ્ન કરતા જોઈને તે ભગવાન શિવ અને પાર્વતીથી ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થયા પછી કાર્તિકેય ક્રોંચ પર્વત પર આવી ગયા. બધા દેવતાઓએ કાર્તિકેયને પાછા ફરવાની વિનંતી કરી, પરંતુ તે રાજી થયા નહીં અને કાર્તિકેય પાછા ન ફરતા માતા પાર્વતી અને ભગવાન શિવને પુત્ર વિયોગ થવા લાગ્યો, જેનાથી તે દુઃખી થઈ ગયા. આવી સ્થિતિમાં જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીથી રહેવાયુ નહીં ત્યારે બંને સ્વયં ક્રોંચ પર્વત પર આવ્યા, પરંતુ કાર્તિકેય માતા-પિતાને આવતા જોઈને દૂર ચાલ્યા ગયા. છેલ્લે પુત્રના દર્શનની ઝંખનાથી ભગવાન શિવ જ્યોતિ રૂપ ધારણ કરી તે પર્વત પર વિરાજમાન થઈ ગયા. કહેવામાં આવે છે કે તે દિવસથી આ શિવલિંગને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના નામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન શિવ અને પાર્વતી દરેક ઉત્સવ પર કાર્તિકેયને જોવા માટે અહીં આવે છે. એવી પણ પ્રબળ માન્યતા છે કે ભગવાન શિવ પોતે અમાસના દિવસે અને માતા પાર્વતી પૂર્ણિમાના દિવસે અહીં આવે છે.

Image Source

જ્યોતિર્લિંગના પ્રાગટ્યની અન્ય કથા:

એક અન્ય કથા મુજબ, આ જ પર્વતની પાસે ચંદ્રગુપ્ત નામના એક રાજાની રાજધાની હતી. એક વખત તેની પુત્રી કોઈ વિશેષ આફતથી બચવા માટે તેમના માતા-પિતાના મહેલથી ભાગીને આ પર્વત પર ગઈ. ત્યાં જઈને તે ત્યાંના ગોવાળની સાથે કંદમૂળ અને દૂધ વગેરેથી તેનું જીવન જીવવા લાગી. તે રાજકુમારી પાસે એક શ્યામા ગાય હતી, જેનું દૂધ દરરોજ કોઈ દોઈ લેતુ હતું. એક દિવસ તેણે ચોરને દૂધ દોતા જોઈ લીધો, જ્યારે તે ગુસ્સામાં આવીને તેને મારવા દોડી તો ગાયની પાસે પહોંચતા શિવલિંગથી વધારે તેને કંઈ ન મળ્યુ. ત્યારબાદ શિવ ભક્ત રાજકુમારીએ તે સ્થાન પર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી ભગવાન મલ્લિકાર્જુન ત્યાં પ્રતિષ્ઠિત થઈ ગયા.

Image Source

અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે:

અનેક ધર્મગ્રંથોમાં આ જ્યોતિર્લીંગની મહિમાના વખાણ કરવામાં આવ્યા છે. મહાભારત મુજબ, શ્રી શૈલ પર્વત પર ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. શ્રી શૈલ પર્વત શિખરના દર્શન કરવાથી ભક્તોના બધા પ્રકારનાં દુઃખ દૂર થવા લાગે છે. તેને અનંત સુખની પ્રાપ્તિ થાય છે અને તે આવાગમન ના ચક્ર માંથી મુક્ત થઈ જાય છે.

જે વ્યક્તિ આ લિંગના દર્શન કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને તેની હંમેશની અંતિમ ઇચ્છા પ્રાપ્ત કરે છે. ભગવાન શંકરનું આ લિંગ સ્વરૂપ ભક્તો માટે પરમ કલ્યાણ રૂપ છે.

ધર્મ અધ્યાત્મ સંબંધી આ લેખ તમને કેવો લાગ્યો? તમારો જવાબ જરૂર આપો. તેમજ સાથેજ ધર્મ અધ્યાત્મ સાથે સંકળાયેલ ધાર્મિક વિચારો અને લેખ પણ એમને ઈ મેઈલ @Faktgujrati.com પર કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment