જાણો તુલસીના ફાયદા, ઉપયોગ અને ઔષધીય ગુણો વિશે.

Image Source

ભારતના મોટાભાગના ઘરોમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. આપણા ઋષિઓને લાખો વર્ષ પહેલા તુલસીના ઔષધીય ગુણોનું જ્ઞાન હતું તેથી તેને રોજિંદા જીવનમાં પ્રયોગ હેતુ મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આયુર્વેદમાં પણ તુલસીના ફાયદાને વિસ્તૃત ઉલ્લેખ મળેલ છે. આ લેખમાં અમે તમને તુલસીના ફાયદા, ઔષધીય ગુણો અને ઉપયોગ વિશે વિસ્તારમાં જણાવી રહ્યા છીએ.

તુલસી શું છે ?

તુલસી એક ઔષધીય છોડ છે, જેમાં વિટામિન અને ખનીજ ભરપૂર માત્રામાં જોવા મળે છે. બધા રોગોને દૂર કરવા અને શારીરિક શક્તિ વધારતા ગુણોથી ભરપૂર આ ઔષધીય છોડને પ્રત્યક્ષ દેવી કહેવામાં આવ્યું છે કેમકે તેનાથી વધારે ઉપયોગી ઔષધી મનુષ્ય જાતી માટે બીજી કોઈ નથી. તુલસીના ધાર્મિક મહત્વને કારણે દરેક ઘરના આંગણમાં તેનો છોડ ઉગાડવામાં આવે છે. તુલસીની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં શ્વેત તેમજ કૃષ્ણ મુખ્ય છે. તેને રામ તુલસી અને કૃષ્ણ તુલસી પણ કેહવામાં આવે છે.

ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં પણ તુલસીના ગુણો વિશે વિસ્તારમાં જણાવેલ છે. તુલસીના છોડ સામાન્ય રીતે ૩૦ થી ૬૦ સેન્ટિમીટર સુધી ઊંચા હોય છે અને તેના ફૂલ નાના સફેદ અને રીંગણી રંગના હોય છે. તેનું પુષ્પકાળ અને ફળકાળ જુલાઈ થી ઓકટોબર સુધી હોય છે.

બીજી ભાષાઓમાં તુલસીના નામ:

તુલસીનું વનસ્પતિક નામ ઓસિમમ સેંક્ટમ લીન અને કુળનું નામ લૈમીઅસી છે. બીજી ભાષાઓમાં તેને નીચેના નામોથી ઓળખવામાં આવે છે.

  • તમિલ – તુલસી
  • તેલુગુ – ગગ્ગેર ચેટ્ટ
  • સંસ્કૃત – તુલસી, સુરસા, દેવદૂદુંભી, અપેતરાક્ષસી, સુલભા, બ્રમ્હસરી , ગૌરી, ભૂતધી
  • હિન્દી – તુલસી, વૃંદા
  • ઓડિશા – તુલસી
  • કન્નડ – અરેડ તુલસી
  • ગુજરાતી – તુલસી
  • બંગાળી – તુલસી
  • નેપાળી – તુલસી
  • મરાઠી – તુલસ
  • મલયાલમ – કૃષ્ણ તુલસી
  • અરબી – દોહશ

તુલસીના ફાયદા અને ઉપયોગ:

ઔષધિય ઉપયોગની દ્રષ્ટિએ તુલસીના પાન વધારે ગુણકારી માનવામાં આવે છે. તેને તમે સીધા છોડથી લઈને ખાઈ શકો છો. તુલસીના પાનની જેમ તુલસીના બીજના ફાયદા પણ અગણિત છે. તમે તુલસીના બીજ અને પાનના ચૂર્ણનો પ્રયોગ કરી શકો છો. આ પાનમાં કફ વાયુ દોષ ને ઓછા કરવા, પાચન શક્તિ અથવા ભુખ વધારવા અને લોહીને શુદ્ધ કરનાર ગુણ હોય છે.

આ ઉપરાંત તુલસીના પાનના ફાયદા તાવ, હદય સાથે જોડાયેલી બીમારીઓ, પેટ દર્દ, મલેરિયા અને બેકટરિયલ સંક્રમણ વગેરેમાં ખૂબ ફાયદાકારક છે. તુલસીના ઔષધીય ગુણોમાં રામ તુલસીની સરખામણીમાં શ્યામ તુલસી ને મુખ્ય માનવામાં આવે છે. ચાલો તુલસીના ફાયદાઓ વિશે વિસ્તારમાં જાણીએ.

મગજ માટે તુલસીના પાન ફાયદાકારક છે:

મગજ માટે તુલસીના ફાયદા લાજવાબ રીતે કામ કરે છે. તેનું દરરોજ સેવન કરવાથી મસ્તિષ્કની કાર્યક્ષમતા વધે છે અને યાદશક્તિ વધે છે. તેના માટે દરરોજ તુલસીના ચાર થી પાંચ પાનને પાણી સાથે પીઓ.

માથાના દુખાવામા તુલસી આરામ અપાવે છે:

વધારે કામ કરવું અથવા વધારે ચિંતાને કારણે માથાનો દુખાવો થવો એક સામાન્ય વાત છે. જો તમે પણ હંમેશા માથાના દુખાવાથી પરેશાન રહો છો તો તુલસીના તેલના એક બે ટીપા નાકમાં નાખો. આ તેલને નાકમાં નાખવાથી માથાના દુખાવા અને માથા સાથે જોડાયેલ અન્ય રોગોમાં રાહત મળે છે. સૌથી જરૂરી વાત એ છે કે તુલસીને ઉપયોગ કરવાની રીત સરખી હોવી જોઈએ.

માથામાં જૂ અને લીખથી છુટકારો:

જો તમારા માથામાં જૂ પડી ગયા છે અને ઘણા દિવસોથી આ સમસ્યા સારી થઈ રહી નથી તો વાળમાં તુલસીનું તેલ લગાવો. તુલસીના છોડ પરથી તુલસીના પાન લઈને તેનું તેલ બનાવીને વાળમાં લગાવવાથી માથામાં રહેલ જુ અને લીખ મરી જાય છે. તુલસીના પાનના ફાયદા, તુલસીનું તેલ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.

રતાંધળાપણામા તુલસીનો રસ ફાયદાકારક છે:

ઘણા લોકોને રાતના સમયે યોગ્ય રીતે દેખાતું નથી, આ સમસ્યાને રતાંધળાપણુ કેહવામાં આવે છે. જો તમે રતાંધળાપણાથી પીડિત છો તો તુલસીના પાન તમારા માટે ઘણા ફાયદાકારક છે. તેના માટે બે થી ત્રણ ટીપા તુલસી- પત્ર – સ્વરસ ને દિવસમાં બેથી ત્રણ વાર આંખમાં નાખો.

સાઇનસાઇટસ અથવા પીનસરોગમાં ફાયદાકારક:

જો તમે સાઇનસાઇટસના દર્દી છો તો તુલસીના પાન અથવા માંજરને મસળીને સુંઘો. આ પાનને મસળીને સૂંઘવાથી સાઇનસાઇટસ રોગથી જલદી આરામ મળે છે.

Image Source

કાનના દુખાવા અને સોજામાં ફાયદાકારક:

તુલસીના પાન કાનના દુખાવા અને સોજાને આરામ આપવામાં પણ અસરકારક છે. જો કાનમાં દુખાવો છે તો તુલસી- પત્ર – સ્વરસ ને ગરમ કરી બે બે ટીપા કાનમાં નાખો. તેનાથી કાનના દુખાવામા ઝડપથી આરામ મળે છે. તેવીજ રીતે કાનના પાછળના ભાગમાં સોજા છે તો તેનાથી રાહત મેળવવા માટે તુલસીના પાન અથવા એરડની કૂંપળો ને પીસીને તેમા થોડું મીઠું ઉમેરીને હૂંફાળું કરીને લેપ લગાવો. કાનના દુખાવામાં રાહત મેળવવા પણ તુલસીના પાન ખાવાથી ફાયદો થાય છે.

દાંતના દુખાવાથી છુટકારો:

તુલસીના પાન દાંતના દુખાવામાં રાહત મેળવવામાં પણ મદદરૂપ છે. દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે મરી અને તુલસીના પાનની ગોળી બનાવી દાંતની નીચે રાખવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.

Image Source

ગળા સાથે જોડાયેલી સમસ્યાઓમાં ફાયદાકારક:

શરદી ઉધરસ થાય અથવા ઋતુમાં ફેરફાર થાય ત્યારે હંમેશા ગળાની ખરાશ અથવા ગળું બેસી જવાની સમસ્યાઓ થવા લાગે છે. તુલસીના પાન ગળા સાથે જોડાયેલ વિકારોને દૂર કરવામાં ખુબજ ફાયદાકારક છે. ગળાની સમસ્યાઓમા રાહત મેળવવા માટે તુલસીના રસને હળવા હુફાળા પાણીમાં ઉમેરીને તેના કોગળા કરો. આ ઉપરાંત તુલસી રસ યુક્ત પાણીમાં હળદર અને સિંધવમીઠું ઉમેરીને કોગળા કરવાથી પણ મોઢા, દાંત અને ગળાના બધા વિકારો દૂર થાય છે.

ઉધરસ થી છુટકારો:

તુલસીના પાનથી બનેલ શરબતની અડધી થી દોઢ ચમચી જેટલી માત્રા બાળકોને અને બે થી ચાર ચમચી જેટલી માત્રા યુવાઓના સેવન કરવાથી ઉધરસ, શ્વાસ, કુક્કુર ઉધરસ અને ગળાની ખરાશમાં લાભ થાય છે. આ શરબતમાં ગરમ પાણી ઉમેરીને લેવાથી તાવ અને દમમાં ખૂબ લાભ થાય છે. આ શરબતને બનાવવા માટે કાસ – શ્વાસ – તુલસી – પત્ર 50 ગ્રામ, આદુ 25 ગ્રામ અને મરી 15 ગ્રામને 500મિલી પાણીમાં ઉમેરીને ઉકાળો બનાવો, ચોથા ભાગનું રહે ત્યારે ગાળી લો તથા 10 ગ્રામ નાની એલચીના બીજનું ચૂર્ણ ઉમેરીને 200 ગ્રામ ખાંડ નાખીને પકાવો, એક સરખી ચાશણી થઈ ગયા પછી ગાળીને રાખી લો અને તેનું સેવન કરો.

સૂકી ઉધરસ અને શ્વાસમાં રાહત આપે છે:

તુલસીના પાન અસ્થમાનાં દર્દી અને સૂકી ઉધરસથી પીડાતા લોકો માટે પણ ખૂબ ગુણકારી છે. તેના માટે તુલસીના માંજર, સૂંઠ , કાંદાનો રસ અને મધને ઉમેરી લો અને આ મિશ્રણને ચાટીને ખાઓ, તેના સેવનથી સૂકી ઉધરસ અને શ્વાસમાં લાભ થાય છે.

ડાયરિયા અને પેટના મરોડથી આરામ:

અયોગ્ય ખાણીપીણી કે પ્રદૂષિત પાણીને લીધે ઘણીવાર લોકો ડાયરિયાની ઝપેટમાં આવી જાય છે. ખાસ કરીને આ સમસ્યા બાળકોમાં વધારે હોય છે. તુલસીના પાન ડાયરિયા, પેટમાં મરોડ વગેરેમાં સમસ્યાઓ રાહત આપવામાં મદદરૂપ છે. તેના માટે 10 તુલસીના પાન અને એક ગ્રામ જીરૂ બંનેને પીસીને મધમાં ભેળવી તેનું સેવન કરો.

તુલસી અપચોથી રાહત અપાવે છે:

જો તમારી પાચન શક્તિ નબળી છે કે પછી તમે અપચો જો કે અજીર્ણની સમસ્યાથી પીડાય રહ્યા છો તો તુલસીનું સેવન કરો. તેના માટે તુલસીની બે ગ્રામ મંજરીને મરી સાથે દિવસમાં ત્રણથી ચાર વાર લો.

મૂત્રમાં બળતરાથી રાહત અપાવે છે:

મૂત્રમાં બળતરા થાય ત્યારે પણ તુલસીના બીજનો ઉપયોગ કરવાથી આરામ મળે છે. એક ગ્રામ તુલસીના બી અને જીરાનું ચૂર્ણ લઈને તેમાં ત્રણ ગ્રામ સાકર ભેળવીને સવાર-સાંજ દૂધ સાથે લેવાથી પેશાબમાં બળતરા, પેશાબ અને મૂત્રાશયના સોજામાં લાભ થાય છે.

તુલસી કમળામાં ફાયદાકારક છે:

કમળો એક એવી બીમારી છે જેની યોગ્ય સમયે સારવાર ન કરાવવાથી તે ગંભીર બીમારી બની શકે છે. એક કે બે ગ્રામ તુલસીના પાનને પીસીને છાશ સાથે ભેળવીને પીવાથી કમળામાં લાભ થાય છે. આ ઉપરાંત તુલસીના પાનનો ઉકાળો બનાવીને પીવાથી પણ કળામાં રાહત મળે છે.

Image Source

પથરી દૂર કરવામાં તુલસી ફાયદાકારક છે:

પથરીની સમસ્યામાં પણ તુલસીનું સેવન કરવાથી ફાયદો થાય છે. તેના માટે તુલસીના એકથી બે ગ્રામ પાનને પીસીને મધ સાથે ખાવ. તે પથરીને બહાર કાઢવામાં મદદ કરે છે. જોકે પથરી થાય ત્યારે ફક્ત ઘરેલુ ઉપાયો પર નિર્ભર ન રહેવું પરંતુ નજીકના ડોક્ટર પાસે પોતાની તપાસ કરાવવી.

પ્રસૂતિ પછી થતા દુખાવામાં રાહત આપે છે:

પ્રસૂતિ પછી મહિલાઓને ખૂબ જ દુખાવો થાય છે અને આ દુખાવાને દૂર કરવા માટે તુલસીના પાન ખૂબ જ ફાયદાકારક છે. તુલસી પત્ર સ્વરસમાં જૂનો ગોળ તથા ખાંડ ભેળવીને પ્રસૂતિ થયા પછી તરત જ પીવડાવવાથી પ્રસૂતિ પછી થતા દુખાવામાં રાહત મળે છે.

નપુસંકતામાં લાભદાયક:

તુલસીના બીજનું ચૂર્ણ અથવા મૂળિયાં ના ચૂર્ણમાં સમાન પ્રમાણમાં ગોળ ભેળવીને ૧-૩ ગ્રામની માત્રા, ગાયના દૂધ સાથે સતત એક મહિનો કે છ અઠવાડિયા સુધી લેવાથી નપુસંકતામાં લાભ થાય છે.

તુલસીનો રસ ત્વચાના રોગમાં ફાયદાકારક છે:

જો તમે ત્વચા રોગોથી પીડિત છો તો જાણી લો કે તુલસીનું સેવન ત્વચા રોગ ને અમુક હદ સુધી દૂર કરવામાં મદદરૂપ છે. પતંજલિ આયુર્વેદ મુજબ દસથી વીસ મિલી તુલસી પત્ર સ્વરસને દરરોજ સવારે પીવાથી ત્વચા રોગમાં લાભ થાય છે.

સફેદ ડાઘ દૂર કરવામાં ઉપયોગી છે:

તુલસી પત્ર સ્વરસ, લીંબુનો રસ, કંસૌદી પત્ર સ્વરસ, ત્રણેયને સમાન માત્રામાં લઈને એક તાંબાના વાસણમાં નાખીને 24 કલાક સુધી તડકામાં રાખો. ઘાટું થયા પછી તેનો લેપ લગાવવાથી સફેદ ડાઘમા લાભ થાય છે. તેને ચહેરા પર લગાવવાથી ચહેરાના ડાઘ તથા અન્ય ચર્મ વિકારો સાફ થાય છે અને ચહેરો સુંદર થઈ જાય છે. તેનાથી જાણ થાય છે કે તુલસીના ફાયદા ચહેરા માટે કેટલા છે.

તુલસી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદરૂપ છે:

તુલસીના પાનનું નિયમિત સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે, જે શરદી અને અન્ય ચેપી રોગો સામે રક્ષણ આપે છે. 20 ગ્રામ તુલસીના બીજ ના ચૂર્ણમાં 40 ગ્રામ ખાંડ ભેળવી પીસીને રાખી દો. આ મિશ્રણનો 1 ગ્રામ જથ્થો શિયાળામાં થોડા દિવસો લેવાથી શારીરિક નબળાઇ દૂર થાય છે, શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને વાયુ અને કફ સંબંધિત રોગોથી મુક્તિ મળે છે. આ ઉપરાંત 5-10 મિ.લી. કૃષ્ણ તુલસી-પત્ર સ્વરસમાં બમણી માત્રામાં ગાયનું હૂંફાળું ઘી ભેળવીને સેવન કરવાથી વાત અને કફને લગતી બીમારીઓથી પણ રાહત મળે છે.

મેલેરિયા માટે ફાયદાકારક:

તુલસીનો છોડ મેલેરિયા પ્રતિરોધી છે. તુલસીના છોડના સ્પર્શથી હવામા કંઇક એવી અસર ઉત્પન્ન થાય છે કે મેલેરિયાના મરછર ત્યાંથી ભાગી જાય છે, તેની પાસે ફરકતા પણ નથી. તુલસીના પાનનો ઉકાળો બનાવીને સવારે સાંજે અને બપોરે પીવાથી મેલેરિયા માં લાભ થાય છે.

ટાઈફોડ માં ઉપયોગી:

જો તમે ટાઇફોઇડથી પીડિત છો, તો દિવસમાં બે વાર તુલસી-મૂળ-ઉકાળો 15 મિલી પીવો. તુલસીના અર્કના ફાયદા ટાઇફોઇડ તાવને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. આટલું જ નહીં, તુલસીના પાન અને 10 કાળા મરીના દાણાને ભેળવીને ઉકાળો બનાવી લો અને જો કોઈ પ્રકારનો તાવ આવે તો આ ઉકાળો સવારે, બપોરે અને સાંજે લો. આ ઉકાળો તમામ પ્રકારના તાવને દૂર કરવામાં અસરકારક છે.

તાવથી આરામ મળે છે:

પરમ પૂજ્ય સ્વામી રામદેવજીના સ્વાનુભૂત પ્રયોગ મુજબ, તુલસીના છોડ માંથી સાત તુલસીના પાન પાંચ લવિંગ લઈને એક ગ્લાસ પાણીમાં પકાવો. તુલસીના પાન અને લવિંગને પાણીમાં નાખતાં પહેલાં ટુકડા કરી લો. પાણી ઉકાળીને જ્યારે અડધુ રહી જાય, ત્યારે થોડું સિંઘવ મીઠું નાંખીને ગરમ ગરમ પીવું. આ ઉકાળો પીને થોડા સમય માટે કપડું ઓઢીને નાહ લઈ લો.

તેનાથી તાવ તરત ઉતરી જાય છે તથા શરદી, ઉધરસ તેમજ તાવ પણ સારો થઈ જાય છે. આ ઉકાળાને દિવસમાં બે વાર બે થી ત્રણ દિવસ સુધી લઈ શકાય છે.

નાના બાળકોની શરદી ઉધરસ થાય ત્યારે તુલસી તેમજ પાંચથી સાત ટીપા આદુના રસને મધમાં ભેળવીને ચટાડવાથી બાળકોનો કફ, શરદી, ઉધરસ સારી થઈ જાય છે. નવજાત બાળકને આ અલ્પ માત્રામાં આપવું.

Leaves, Tulsi, Plant, Green

Image Source

દાદર અને ખંજવાળમાં તુલસીનો અર્ક ફાયદાકારક છે:

દાદર અને ખંજવાળમાં તુલસીનો અર્ક તેના રોપણ ગુણને કારણે લાભદાયક હોય છે. તે દાદરમાં થતી ખંજવાળ ને ઓછી કરે છે, અને સાથે જ તેના ઘા જલ્દી ભરવામાં મદદ કરે છે. જો તુલસીના અર્ક નું સેવન કરવામાં આવે તો તે લોહીને શુદ્ધ કરનારૂ હોવાને લીધે અશુદ્ધ લોહીને શુદ્ધ કરે છે અથવા લોહીને શુદ્ધ કરે છે અને ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.

માસિક ધર્મની અનિયમિતતા મા તુલસી ના બીજ ના ફાયદા:

શરીરમાં વાયુ દોષ વધવાને કારણે માસિક ધર્મમાં અનિયમિતતા થઈ જાય છે. તુલસીના બીજનો વાયુને નિયંત્રિત કરવાના ગુણ હોય છે તેથી તેનો ઉપયોગ માસિક ધર્મની અનિયમિતતા માં કરી શકાય છે. તુલસીના બીજ નબળાઇ દૂર કરવામાં મદદરૂપ છે જેના લીધે માસિક ધર્મ દરમિયાન જે નબળાઈ અનુભવાય છે તેને દૂર કરવામાં મદદ કરે છે.

શ્વાસની દુર્ગંધ તુલસીના ઉપયોગથી દૂર કરી શકાય છે:

શ્વાસની તકલીફ મોટા ભાગે પાચનશક્તિ નબળી થવાના કારણે થાય છે. તુલસી તેના દીપન અને પાચન ગુણને લીધે શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેમાં તેની સ્વાભાવિક સુગંધ હોવાને લીધે પણ તે શ્વાસની દુર્ગંધ દૂર કરે છે.

ઇજાઓની સારવાર માટે તુલસી ઉપયોગી છે:

ઇજા થાય ત્યારે તુલસીનો ઉપયોગ કરી શકાય છે કારણ કે તેમાં રોપણ અને સોજાને ઓછા કરવાના ગુણ હોય છે. તુલસી નો આ ગુણ ઇજાના ઘાવ અને તેના સોજાને મટાડવામાં મદદરૂપ છે.

તુલસી ચેહરા ના નિખાર માટે ઉપયોગી છે:

તુલસી નો ઉપયોગ ચેહરાની ખોવાયેલી સુંદરતા પાછી લાવવા માટે પણ કરી શકાય છે, કારણકે તેમાં રુક્ષ અને રોપણ ગુણ હોય છે. રુક્ષ ગુણને લીધે તે ચેહરા ની ત્વચાને વધારે તૈલીય થતી અટકાવે છે, જેનાથી ખીલ અને ફોડલીઓ દૂર કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત રોપણ ગુણથી ત્વચા પર પડેલા નિશાનો અને ઘાવ ને દૂર કરવામાં પણ મદદ મળે છે. આ તુલસીનું સેવન કરવામાં આવે તો તેના રક્તશોધક ગુણને લીધે અશુદ્ધ લોહીને દૂર કરી ચેહરાની ત્વચાને સુંદર બનાવી શકાય છે.

તુલસી નો ઉપયોગ સાપ કરડવાથી સારવારમા મદદ કરે છે:

૫ થી ૧૦ મિલી તુલસી પત્ર સ્વરસ ને પીવડાવવાથી તથા તેની માંજર અને મુળીયાને પીસીને સાપની કરડેલી જગ્યા પર લેપ કરવાથી સર્પદંશ ની પીડામાં લાભ મળે છે. જો રોગી બેભાન થઈ ગયો હોય તો તેના રસને નાકમાં નાખતા રહેવું.

તુલસીની સામાન્ય માત્રા:

સામાન્ય રીતે તુલસીનું સેવન નીચે જણાવેલ માત્રા પ્રમાણે કરવું જોઈએ. જો તમે કોઈ ખાસ રોગની સારવાર માટે તુલસીનો ઉપયોગ કરી રહ્યા છો, તો પછી આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લો.

  • ચૂર્ણ – 1-3 ગ્રામ
  • સ્વરસ – 5-10મિલી
  • સાંદ્રતા -0.5-1ગ્રામ
  • અર્ક -0.5-1ગ્રામ
  • ઉકાળેલું ચૂર્ણ – 2 ગ્રામ કે ચિકિત્સકની સલાહ મુજબ

તુલસીનો છોડ ક્યાં મળી આવે છે કે ઉગાડવામાં આવે છે:

તમે તમારા ઘરના આંગણામાં પણ તુલસીને ઉગાડી શકો છો. સામાન્ય રીતે, તુલસીના છોડ માટે કોઈ વિશેષ હવામાન જરૂરી નથી. તે ગમે ત્યાં ઉગાડવામાં આવે છે. એવી એક ધાર્મિક માન્યતા છે કે જો તુલસીનો છોડ યોગ્ય રીતે જાળવવામાં ન આવે અથવા છોડની આજુબાજુ ગંદકી હોય તો તુલસીનો છોડ સુકાઈ જાય છે.

તુલસીથી સંબંધિત પતંજલિ ઉત્પાદન તેમજ કિંમત:

પતંજલિ આયુર્વેદ તુલસી સાથે જોડાયેલા તમામ પ્રકારના ઉત્પાદનો બનાવે છે. તેમાંથી કેટલાક મુખ્ય ઉત્પાદનોની યાદી નીચે મુજબ છે.

  • તુલસી ઘનવટી:90rs
  • તુલસી પંચાંગ જ્યુસ:90rs

તુલસી સાથે જોડાયેલા પતંજલિ ઉત્પાદનો ક્યાંથી ખરીદવા:

તમે તુલસી સાથે જોડાયેલા પતંજલિ ઉત્પાદનો હવે ઘરે બેઠા 1MG થી ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી શકો છો.

તુલસી સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો:

1. શું તુલસીના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે?

આયુર્વેદ અનુસાર, તુલસીમાં એવા ઔષધીય ગુણધર્મો હોય છે જે શરીરની પ રોગપ્રિકારકશક્તિ વધારવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે આયુર્વેદિક ડોકટરો શિયાળાની ઋતુમાં અથવા વાતાવરણ બદલાય તે દરમિયાન તુલસીના સેવનની સલાહ આપે છે. તુલસીનું નિયમિત સેવન કરવાથી શરીર ઝડપથી બીમાર પડતું નથી અને અનેક મોસમી રોગો સામે લડવાની ક્ષમતા પણ વધે છે.

2. શરદી ઉધરસથી રાહત મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવો?

જો તમે શિયાળાની ઋતુમાં ઘણી વાર ઠંડી અને શરદીથી પરેશાન રહો છો, તો પછી તુલસીવળી ચાનું સેવન કરો. તુલસીવળી ચા શરદી અને ઉધરસ મટાડવા માટેની રામબાણ ઉપાય છે. જો તમે ઇચ્છતા હોવ તો, તમે સીધા બજારમાંથી તુલસી ચા ખરીદી શકો છો અથવા તેનું સેવન કરી શકો છો, અથવા ઘરેલુ ચામાં તુલસીના ત્રણ થી ચાર પાન ઉમેરી તેનું સેવન કરી શકો છો. તેના સેવનથી શરદી ઉધરસના લક્ષણોમાં ઝડપથી રાહત મળે છે.

3. શું તુલસીનો ઉકાળો covid-19 સામે રક્ષણ આપવા માટે અસરકારક છે?

ઉપર જણાવ્યા મુજબ, તુલસી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, આ કારણે જ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને કોરોના વાયરસને રોકવા માટે મોટાભાગના નિષ્ણાતો દ્વારા તુલસીનો ઉકાળો પીવાની સલાહ આપવામાં આવે છે. આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા જારી કરેલા દિશાનિર્દેશો માં એમ પણ કહ્યું છે કે કોવિડ -19 સામે રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળો પીવાની વાત કરેલી છે. આ આયુર્વેદિક ઉકાળામાં તુલસીનો મુખ્ય ઘટક તરીકે સમાવેશ થાય છે. તુલસીના ઉકાળાનું સેવન અન્ય ઘણા વાયરલ ચેપનો ઉપચાર કરવામાં પણ મદદરૂપ છે.

4. શિયાળામાં તુલસીના ટીપા નો ઉપયોગ કેવી રીતે કરવો?

મોટાભાગના લોકો ખાસ કરીને શહેરોમાં લોકોના ઘરે તુલસીનો છોડ નથી હોતો, તે કારણોસર છેલ્લા કેટલાક વર્ષોમાં તુલસીના ટીપાંનો ઉપયોગ વધુ થવાનું શરૂ થયું છે. તુલસીના ઔષધીય ગુણો મેળવવાનો આ સૌથી સહેલો રસ્તો છે. એક કપ પાણીમાં તુલસીના એક-બે ટીપા નાખીને પીવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે શરદી-ઉધરસ સહિત અનેક રોગોની સારવાર કરવામાં મદદગાર છે.

5. ઘરે તુલસીનો ઉકાળો કેવી રીતે બનાવવો?

તુલસીનો ઉકાળો ઘરે બનાવવો ખૂબ જ સરળ છે. તેના માટે બે કપ પાણીમાં તુલસીનાં થોડા પાન નાંખો અને તેને 10-15 મિનિટ સુધી પાણીને ઉકાળો અથવા પાણી ચોથા ભાગનું રહે ત્યાં સુધી ઉકાળો. ત્યાર પછી તેને ગાળી લો અને હૂંફાળું હોય ત્યારે તેને પીવો. આ ઉકાળો રોગપ્રિકારક શક્તિ વધારવામાં, શરદીને દૂર કરવામાં અને કોવિડ -19 જેવા ગંભીર રોગો થી બચવામાં મદદગાર છે.

6. સવારે તુલસીના પાન ખાવાથી કયા ફાયદા થાય છે?

તુલસીના પાનનું સેવન શરીરને અનેક રોગોથી બચાવે છે. આયુર્વેદ મુજબ દરરોજ સવારે તુલસીના 4-5 તાજા પાન તોડીને ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. નિયમિત રીતે પાંદડા ખાવાથી અસ્થમા, શરદી વગેરે જેવી કફની સમસ્યામાં રાહત મળે છે સાથે જ તે ડાયાબિટીઝ અને કોલેસ્ટરોલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

ખાસ નોંધ : ઉપરોક્ત આપેલ દરેક માહિતી અમે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરલે છે તો આપ ને વિનંતી છે કે કોઈ પણ ઉપાય કરતાં પેહલા નિષ્ણાત ની સલાહ આવશક છે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment