નાગરવેલના પાનથી ત્વચાને થતા ફાયદા અને તેના ઉપયોગ વિશે જાણો

આકર્ષક અને ડાઘ રહિત ચહેરો કોને પસંદ નથી અને આ માટે લોકો ઘણી કાળજી પણ રાખે છે. કેટલાક સર્જરી કરાવી લે છે, જ્યારે કેટલાક ખર્ચાળ મેડિકલ ટ્રીટમેન્ટ નો આશરો લે છે. પરંતુ, શું તમે જાણો છો કે આયુર્વેદમાં ત્વચાને સુધારવા અને ચહેરાને સુંદર બનાવવાના ઘણા ઉપાયો છે. તેમાંથી એક છે ત્વચા માટે નાગરવેલના પાનનો ઉપયોગ. ફક્ત ગુજરાતી ના આ લેખમાં, અમે ત્વચા માટે નાગરવેલના પાનના ફાયદા અને ઉપયોગ વિશે જણાવી રહ્યા છીએ. આ ઉપરાંત, તમે જાણશો કે નાગરવેલના પાન ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે.

સૌ પ્રથમ લેખમાં અમે જણાવીશું કે ત્વચા માટે નાગરવેલના પાનના ફાયદા કઈ રીતે થઈ શકે છે.

નાગરવેલના પાન તમારી ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે??

નાગરવેલના પાનનો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. એક સંશોધન મુજબ, ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ત્વચાના ઘા, કટ અને ચાંભાને સરખા કરવા માટે નાગરવેલના પાનનો તાજો રસ લગાવે છે. સાથે-સાથે નાગરવેલના પાનને ખંજવાળની સમસ્યા સાથે બળતરા, ફોડલીઓ, દુખાવો અને રક્તસ્ત્રાવ ની સમસ્યા માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.

સંશોધનમા આગળ આ વાતની પુષ્ટિ પણ કરી છે કે નાગરવેલના અર્કમાંથી બનાવેલ ક્રીમ ત્વચાની સમસ્યાઓમાં પણ ફાયદાકારક હોઈ શકે છે. તેના આધારે આપણે કહી શકીએ કે ત્વચા માટે નાગરવેલના પાનનો ઉપયોગ ઘણી હદ સુધી ફાયદાકારક સાબિત થઈ શકે છે. નાગરવેલના પાનના અન્ય ફાયદાઓ જાણવા માટે, આગળ લેખ વાંચો.

ત્વચા માટે નાગરવેલના પાનના ફાયદા

નાગરવેલના પાનમાં રહેલા કેટલાય પ્રકારના ઔષધીય અને પ્રાકૃતિક ગુણો તેને ત્વચા માટે ફાયદાકારક બનાવે છે. આપણે નીચે જાણીશું કે કઈ રીતે નાગરવેલના પાનનો ફાયદો થઈ શકે છે.

1. એન્ટી એજીંગ અસર

ઉંમર વધવાની સાથે તેની અસર ત્વચા પર પણ દેખાવા લાગે છે. ઉંમર વધવાની પ્રક્રિયાને કારણે, ત્વચાની સ્થિતિસ્થાપકતાને નુકશાન થવા લાગે છે, જેના કારણે ત્વચા પર કરચલી પડી જાય છે. આ સમસ્યામાં નાગરવેલના પાન ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઇન્ડોનેશિયન સંશોધન મુજબ, નાગરવેલના પાનના અર્કમાં એન્ટિ એજિંગ અસરો હોય છે. આ અસર એજિંગની સમસ્યાને કારણે ત્વચા પર પડતી અસર ઓછી કરી શકે છે.

2. ખીલ ઓછા કરે છે

ખીલ બેક્ટેરિયાના કારણે થાય છે. તેની વૃદ્ધિ પ્રોપિયોનીબેક્ટેરિયમ એકનેના કારણે થાય છે. ત્વચાની સપાટી પર ખીલનો એક નાનકડો ગઠ્ઠો થાય છે, જેમાં પરુ, ખંજવાળ અને સહેજ દુખાવો થઈ શકે છે. આ સમસ્યાને ઓછી કરવા માટે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકાય છે. એક સંશોધન મુજબ નાગરવેલના પાનના અર્કમાં એન્ટી બેક્ટેરિયલ અસર હોય છે. તે ખીલનું કારણ બનનારા અને તેને વધારનારા બેક્ટેરિયાને ઓછા કરી શકે છે.

3. ડાર્ક સ્પોટ

ત્વચા પર થતા ડાર્ક સ્પોટને ઓછા કરવા માટે પણ નાગરવેલના પાનનો ઉપયોગ ફાયદાકારક થઈ શકે છે. તેના પર થયેલા એક સંશોધન મુજબ, નાગરવેલના પાનમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ અસર ઘાને કારણે થતા કાળા ડાઘ ને હળવા કરવામાં મદદ કરી શકે છે.

સાથે સાથે નાગરવેલના પાનના અર્કમાં ત્વચાને ચમકાવતી અસર પણ હોઈ શકે છે, જેના કારણે ત્વચાને ચમકાવતી ક્રીમમાં ઘટક તરીકે તેનો ઉપયોગ થાય છે. આધારે પણ કહી શકાય છે કે નાગરવેલના પાન ત્વચાના ડાઘ સ્પોટ ને ઓછા કરી શકે છે.

4. ત્વચાના રોગો

ત્વચાના રોગમાં પણ નાગરવેલના પાનનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેમ કે ઉપર દર્શાવવામાં આવ્યું છે કે નાગરવેલના પાનમાં રહેલા ઔષધિય ગુણોને કારણે તેનો ઉપયોગ ખંજવાળ, બળતરા, ફોલ્લીઓ અને દુખાવાની સમસ્યામાં કરી શકાય છે. સાથે જ ઘા, કટ અને ચાંભા સરખા કરવા માટે નાગરવેલના પાનને ઉપયોગી માનવામાં આવે છે.

5. ચાંભા ની સમસ્યામાં

જો કોઈ ચાંભા ની સમસ્યાથી પરેશાન છે, તો નાગરવેલના પાનનો ઉપયોગ સમસ્યાને ઓછી કરવા માટે કરી શકાય છે. ખરેખર નાગરવેલના પાનમાં એન્ટી માઇક્રોબિયલ અને એન્ટિસેપ્ટિક અસર હોય છે. નાગરવેલના પાનમાં મળી આવતી આ અસર ફક્ત ચાંભાની સમસ્યામાં જ અસરકારક થઈ શકતી નથી. તેના માટે 10 પાંદડાને ઉકાળો અને નિયમિત નહાવાના પાણીમાં ઉમેરો.

6. એન્ટી-ઇન્ફ્લેમેટરી

નાગરવેલના પાનમાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો હોય છે, જે ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. તેમાંથી એક એન્ટિ ઇન્ફ્લેમેટરી અસર છે, જે નાગરવેલના પાનના અર્કમાં રહેલા ફ્લેવોનોઈડ્સ અને પોલિફીનોલ્સને કારણે છે. આ અસર ખીલને કારણે થતી બળતરા સાથે જ સામાન્ય બળતરાની સમસ્યામાં ફાયદાકારક માનવામાં આવે છે.

7. સ્કિન વ્હાઇટનીંગ અસર

ડાઘ રહિત અને ચમકદાર ત્વચા માટે પણ નાગરવેલના પાનનો ઉપયોગ ફાયદાકારક થઈ શકે છે. ખરેખર સંશોધનમાં જાણવા મળ્યું કે, નાગરવેલના પાનમાં ત્વચાને ચમકાવતી અસર હોય છે. તેનાથી ત્વચાના રંગને સુધારવાની સાથે તેને ચમકદાર અને ડાઘ રહિત બનાવવામાં મદદ મળી શકે છે.

ત્વચા માટે નાગરવેલના પાનનો ઉપયોગ

ત્વચા માટે નાગરવેલના પાનનો ઉપયોગ ઘણા પ્રકારે કરી શકાય છે. અહીં અમે નાગરવેલના પાનનો ઉપયોગ વિશે જણાવી રહ્યા છીએ.

એક મુઠ્ઠી નાગરવેલના પાનને પીસીને એક ચીકણી પેસ્ટ બનાવી લો અને તેને તમારી ત્વચા પર લગાવો. તેને થોડી મિનિટો માટે તમારી ત્વચા પર લગાવેલી રહેવા દો અને પછી સાદા પાણીથી ધોઈ લો. આ ઉપાય ત્વચાને ચમકદાર બનાવવા માટેનો એક અચૂક રીત હોઈ શકે છે.

નાગરવેલના પાનનો ઉકાળો લગાવવાથી અનેક સમસ્યાઓમાં ઘણી રાહત મળે છે. નાગરવેલના 10 પાન ઉકાળો, જ્યારે પાણી હૂંફાળું થઈ જાય, ત્યારે તેને તમારા નહાવાના પાણીમાં ઉમેરો અથવા તેને ખંજવાળ અને સોજાવાળી જગ્યા પર સીધું લગાવો.

ખીલ માટે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકાય છે. થોડા નાગરવેલના પાન લો અને તેને પીસીને તેની ચીકણી પેસ્ટ બનાવી લો. પછી તેમાં એક ચપટી હળદર પાઉડર ઉમેરો અને તેને તમારા ચહેરા પર લગાવી લો. એકવાર જ્યારે તે સુકાઈ જાય, તો ચહેરાને ધોઈ ને નરમ ટુવાલથી સુકવી લો.

ફેસપેક માટે ફક્ત આટલું કરવાનું છે કે થોડા તાજા નાગરવેલના પાન અને એક ચમચી ચણાનો લોટ, બે ચમચી મુલતાની માટીથી પેસ્ટ બનાવો. હવે આ ફેસપેક લગાવીને લગભગ પંદર મિનિટ સુધી રહેવા દો.

પાંચથી છ નાગરવેલના પાનને એક કપ પાણીમાં લીલો રંગ થાય ત્યાં સુધી ઉકાળો અને પછી ગાળી લો. ઠંડુ થયા પછી તેનાથી ચહેરો ધોઈ શકો છો. સાથે તેને સ્પ્રે બોટલમાં ભરીને ચહેરો સાફ કર્યા પછી ટોનર ની જેમ ઉપયોગ કરી શકો છો.

ત્વચા માટે નાગરવેલના પાનનો ઉપયોગ કરતા પહેલા વર્તવામાં આવતી સાવધાની

  • સંવેદનશીલ ત્વચા વાળા લોકોએ તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરાવવો જોઈએ.
  • જો નાગરવેલના પાનનો ફેસ પેક લગાવ્યો હોય, તો ત્યારબાદ ત્વચાને ભેજ પ્રદાન કરનારી ક્રીમ ચોક્કસથી લગાવો.
  • ત્વચા માટે નાગરવેલના તાજા પાનનો ઉપયોગ કરો.
  • એલર્જીની સમસ્યામાં તેનો ઉપયોગ કરશો નહીં.
  • જો નાગરવેલના પાન લગાવવાથી કોઈપણ પ્રકારની નકારાત્મક અસર જોવા મળે તો તરત જ ડોક્ટરને બતાવો.

લેખના આ ભાગમાં અમે તમને ત્વચા માટે નાગરવેલના પાનના નુકસાન વિષે જણાવી રહ્યા છીએ.

ત્વચા માટે નાગરવેલના પાનના નુકસાન

ત્વચા માટે નાગરવેલના પાનનો ઉપયોગ ફાયદાકારક હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં નાગરવેલના પાનનો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. અહીં અમે તેમના વિશે જ જણાવી રહ્યા છીએ.

  • સંવેદનશીલ ત્વચા વાળા લોકોને ખંજવાળ આવી શકે છે.
  • કેટલાકને નાગરવેલના પાનથી એલર્જીની સમસ્યા પણ હોઈ શકે છે.
  • નાગરવેલના પાનનો ઉપયોગ કરવાથી, તે કાળા ડાઘ ઓછા કરવાની સાથે ડાઘ વધારવાનું કારણ પણ બની શકે છે.

દરેક વ્યક્તિ સ્પષ્ટ, ચમકતી ત્વચા મેળવવા ઈચ્છે છે. તેને મેળવવા માટે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકાય છે. અહીં અમે ચમકતી ત્વચા માટે નાગરવેલના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિસ્તારમાં જણાવ્યું છે. ત્વચા માટે નાગરવેલના પાનના ફાયદા મેળવવા માટે તેને સ્કિન કેર રૂટીન માં સામેલ કરી શકાય છે. ફક્ત ત્વચા માટે નાગરવેલના પાનનો ઉપયોગ કરતા પહેલા લેવાતી સાવચેતીઓનું ધ્યાન રાખો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment