ઉનાળામાં શેરડીનો રસ શા માટે પીવો જોઈએ!!! જાણો તેના ફાયદાઓ

Image Source

ઉનાળામાં એક ગ્લાસ શેરડીનો રસ ફક્ત સ્વાદમાં ટેસ્ટી નથી લાગતો ભરત તેને પીવાથી શારીરિક રોગોથી પણ મુક્તિ મળે છે. ભારતમાં શેરડીનો પાક સૌથી વધારે થાય છે. તેને પીવાથી ઘણા પ્રકારના રોગો જેવા કે એનિમિયા, કમળો, હિચકી વગેરે મટી જાય છે. એસીડીટી જેવા રોગોમાં શેરડીનો તાજો રસ ઘણો ફાયદાકારક છે. શેરડીમાં ખનીજ, વિટામીન અને એન્ટી ઓક્સિડેન્ટ વધારે પ્રમાણમાં મળી આવે છે.

ઋતુના પરિવર્તનને કારણે લોકોને તાવ આવી જાય છે, જેમાં શેરડીનું સેવન કરવાથી તાવ ઝડપથી ઊતરી જાય છે. તે લોકો જેઓ ડાયટિંગ કરે છે તે પણ શેરડીનો રસ પી શકે છે કારણકે તેમાં ઝીરો ટકા ચરબી હોય છે. શેરડીના રસમાં કુદરતી મીઠાશ હોય છે.

એક ગ્લાસ કેરીના રસમાં તમને ઓછામાં ઓછી 180 કેલેરીઝ મળશે જે ઘણી ઓછી માનવામાં આવે છે. જો તમે વિચારો છો કે શેરડીનો રસ મીઠો હોય છે, તેથી તે શરદી અને તાવમાં પીવો યોગ્ય નથી તો તમે ખોટા છો. તે શરદી અને તાવનો એક ક્ષણમાં ઇલાજ કરી દે છે. ઉનાળામાં શેરડીનો તાજો રસ કાઢી તેમાં લીંબૂ અને સિંધવ મીઠું ભેળવીને પીવાથી લાભ પણ થાય છે. તો ચાલો જાણીએ કે તમારે ઉનાળામાં શેરડીનો રસ શા માટે પીવો જોઇએ.

Image Source

1. ખીલ દૂર કરે છે:

શેરડી ને જો નિયમિત લેવામાં આવે તો ખીલ મટે છે. જો તમે ઇચ્છો, તો તમે તેને માસ્ક બનાવીને ચહેરા પર લગાવી શકો છો. આ માટે તમારે શેરડીના રસમાં મુલ્તાની માટી મિક્સ કરીને પેસ્ટ બનાવવી પડશે અને તેને ચહેરા અને ગળા પર લગાવો. આ માસ્કને 20 મિનિટ સુધી ચહેરા પર રાખો. પછી તેને ભીના ટુવાલથી સાફ કરો. અઠવાડિયામાં એક દિવસ આ કરો.

Image Source

2. શરીરમાં એનર્જી આવે છે:

શેરડીના રસથી તમને તરત જ એનર્જીનો અનુભવ થશે. તે તમને તાજગીની સાથે સાથે ખુશ પણ રાખશે.

3. કમળો:

કમળો મટાડવા માટે દરરોજ બે ગ્લાસ શેરડીના રસમાં લીંબુ અને મીઠું ભેળવીને પીવું જોઈએ. જો શેરડીની મોસમ ન હોય તો ખાંડના શરબતમાં લીંબુ નાખીને પીવડાવવું.

Image Source

4. ડાયાબિટીસ:

જો તમને ડાયાબિટીસ હોય તો શેરડીનો રસ પી શકો છો કારણકે તે લોહીના શર્કરાના સ્તરને સંતુલિત કરે છે. તેમાં કોઈ પણ હાનિકારક મીઠાશ હોતી નથી.

5. કેન્સર:

આલ્કલાઈન પ્રકૃતિ હોવાને લીધે તે કેન્સર સામે સુરક્ષા પ્રદાન કરે છે. ખાસ કરીને પ્રોસ્ટેટ, પેટ, ફેફસાં અને સ્તન કેન્સર.

6. ઉલટી રોકે છે:

જો તમને ગરમીને લીધે ખૂબ વધારે ઊલટી થઈ રહી છે તો એક ગ્લાસ શેરડીનો રસ પીવો. તેમાં તમે બે ચમચી મધ ભેળવી શકો છો. તેનાથી દર્દીને આરામ મળશે અને શેરડીના રસને ઠંડો પીવાથી ઉલટી બંધ થઈ જશે.

7. જો પેશાબ કરતી વખતે બળતરાનો અનુભવ થાય તો:

શેરડીના રસને પીવાથી પેશાબ ખુલશે. સાથે સાથે મૂત્ર સંબંધી સમસ્યાઓ પણ દૂર થશે.

Image Source

8. વજન નિયંત્રિત કરે:

તે મીઠો હોવા છતાં પણ ચરબી મુક્ત હોય છે. તે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે જે વજન વધવાનું મુખ્ય કારણ છે. તે દ્રાવ્ય ફાઈબરથી ભરેલું છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *