મીઠાવાળું પાણી પીવાથી થતા ફાયદા અને તેના કેટલાક નુકસાન વિશે જાણો

Image Source

જળ એ જ જીવન છે તેવું તો દરેક વ્યક્તિને કહેતા તમે સાંભળ્યા હશે. આ જીવનમાં જો થોડું મીઠું ઉમેરવામાં આવે તો તેના ફાયદા બમણા થવા લાગે છે. કેવા પ્રકારનું મીઠાનું પાણી પીવાથી ફાયદા થાય છે, તે જાણવા માટે ફક્ત ગુજરાતીના આ લેખને વાંચો. અહીં મીઠાનું પાણી પીવાના ફાયદાની સાથે તેના નુકસાનની પણ જાણકારી વૈજ્ઞાનિક શોધ દ્વારા પ્રેરિત થઈને આપવામાં આવી છે. મીઠાનું પાણી પીવા સાથે જોડાયેલ દરેક જરૂરી જાણકારી માટે છેલ્લે સુધી આ લેખને ચોક્કસ વાંચો.

મીઠાનું પાણી પીવાના ફાયદા

પાણીની જેમજ મીઠાનું પાણી પીવાના ફાયદા પણ હોય છે. પરંતુ મીઠાવાળું પાણી મર્યાદિત માત્રામાં પીવું જોઈએ. વધારે માત્રા દરેક વસ્તુને હાનિ પહોચાડે છે, તેથી સીમિત માત્રામાં મીઠાનું પાણી પીવાથી તેના ફાયદા માણી શકાય છે. ધ્યાન રાખો કે દરેક પ્રકારના ફાયદાઓ માટે જુદા જુદા પ્રકારના મીઠાનો ઉપયોગ થઈ શકે છે, જેની જાણકારી અમે આ લેખમાં આગળ આપી રહ્યા છીએ.

1. પાચન માટે

પાચન માટે મીઠાવાળું પાણી પીવાના ફાયદા થઈ શકે છે. તેના માટે કાળું મીઠું અથવા સિંધવ મીઠાનો ઉપયોગ કરવાની જરૂર હોય છે. પાણીમાં ચપટી ભરી કાળું મીઠું નાખીને પીવાથી કબજિયાતની સમસ્યા થોડી ઓછી થઇ શકે છે. ઇન્ટરનેશનલ જનરલ ઓફ એડવાન્સ ઈન ફાર્મસી દ્વારા કરવામાં આવેલ એક સંશોધનમાં પણ આ વાતની જાણકારી મળી છે.

એક અન્ય સંશોધન મુજબ માનીએ, તો મીઠામાં સોડિયમ અને કલોરાઈડ નામના બે આયન હોય છે. તેમાંથી કલોરાઈડ શરીરમાં જઈને હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, જે પાચનમાં મદદ કરી શકે છે. સાથેજ કાળું મીઠું મળને નરમ કરી કબજિયાતની સમસ્યાને દૂર કરી શકે છે. તેટલુંજ નહિ, કાળા મીઠામાં રહેલ આયરન પેટ ફુલવાની સમસ્યાને પણ ઓછું કરી શકે છે.

Image Source

2. ગળામાં ખરેડી

જો હંમેશા ગળામાં ખરેડી રહે છે, તો મીઠાનું પાણી પીવાથી ફાયદા થઈ શકે છે. મેડલાઈન પ્લસમાં આપેલ જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે ગળામાં ખરેડી, દુખાવો, સોજા અને ખંજવાળ જેવી સમસ્યાને થોડી ઓછી કરવામાં મીઠા વાળું પાણી પીવાના ફાયદા જોવા મળે છે.

એક અન્ય સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે જો ગળાની ખરેડીનું કારણ બેક્ટેરિયા નથી, તો મીઠાના પાણીની મદદથી તેની સાથે જોડાયેલ દુખાવો અને અન્ય લક્ષણને ઓછા કરી શકાય છે. તેના માટે હુંફાળુ મીઠાવાળું પાણી પીવા ઉપરાંત મીઠાના પાણીના કોગળા પણ કરી શકાય છે.

Image Source

3. કાકડાનો સોજો

કાકડાનો સોજો ગળામાં જીભની પાછળ રહેલ પેશીની જોડી હોય છે. જ્યારે તેમાં બેક્ટેરિયાને કારણે સોજા થઈ શકે છે, તો તેને કાકડાનો સોજો કેહવાય છે. આ દરમિયાન ગળામાં સોજો, ખોરાક ગાળવામાં સમસ્યા અને ક્યારેક વાત કરવામાં પણ તકલીફ થવા લાગે છે. આવી સ્થિતિમાં છુટકારો મેળવવા માટે વધુમાં વધુ પ્રવાહી પીવા અને મીઠાના પાણીથી કોગળા કરવાની સલાહ આપવામાં આવે છે. તેના આધારે કહી શકાય છે કે મીઠાવાળું પાણી પીવાના ફાયદામાંથી એક કાકડાના સોજામા રાહત મેળવવી પણ છે.

4. શરીરમાં ખનીજ પહોચાડે

મીઠાવાળું પાણી શરીરમાં ખાનીજને યોગ્ય રીતે પહોંચાડવામાં મદદ કરી શકે છે. એક સંશોધનમાં તે વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે મીઠું ભોજનમાં જરૂરી ખનીજો જેમકે મેગ્નેશિયમ, મેંગેનીઝ, આયર્ન, કોપર અને ઝિંકની પૂરતી માત્રાને ભોજનમાં પહોંચાડવાનો સારો વિકલ્પ છે. આવી સ્થિતિમાં માની શકાય છે કે મીઠાવાળું પાણી પીવાના ફાયદાઓમાં શરીરને જરૂરી ખનીજો પ્રદાન કરવાનો પણ સમાવેશ થાય છે.

5. મસ્તિષ્ક માટે જરૂરી

મીઠાવાળું પાણી પીવાના ફાયદામાં મસ્તિષ્કના સ્વાસ્થ્યને પણ ગણવામાં આવ્યું છે. સાથેજ મીઠાવાળું પાણી મસ્તિષ્કના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેની સાથે જોડાયેલ એક સંશોધનમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મીઠાની ઉણપ શરીરમાં થવા લાગે, તો વ્યક્તિ માનસિક રૂપે અસ્વસ્થ થઈ શકે છે. સાથેજ ન્યૂરોલોજીકલ વિકાસ પણ તેની ઉણપથી ધીમો પડી શકે છે. આ કારણે મીઠાવાળું પાણી પીવાના ફાયદામાં મસ્તિષ્કના સ્વાસ્થ્યને પણ જોડી શકાય છે.

6. હાઈડ્રેશન માટે

શરીરમાં પૂરતી માત્રામાં પાણી હોવું જરૂરી છે. જો તેવું ન થતું હોય, તો આ સ્થિતિને ડીહાઈડ્રેશન અને નિર્જલીકરણ કેહવામાં આવે છે. આવું ઘણીવાર ઓછું પાણી પીવા અથવા ડાયરિયાના કારણે થાય છે. વાસ્તવમાં, શરીરમાં પૂરતુ પાણી ન હોવાથી જરૂરી ઈલેક્ટ્રેલાઈટ જેમકે સોડિયમ, મેગ્નીશિયમની ઉણપ થવા લાગે છે. તેમજ આ બંને તત્વ શરીરમાં ફ્લુઇડને સંતુલિત કરે છે. આવી સ્થિતિમાં મીઠા વાળું પાણી પીવાના ફાયદા થઈ શકે છે. આ વાતનો ઉલ્લેખ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વેબસાઈટમાં પણ જોવા મળે છે.

શરીરમાં ફરીવાર પાણીની પૂરતી કરવાને રીહાઈડ્રેશન થેરાપી કેહવાય છે. તેના માટે મીઠાના પાણીનું મિશ્રણ મદદ કરી શકે છે. મીઠાના પાણીની સાથે જ આ મિશ્રણમાં થોડી ખાંડ પણ ઉમેરવામાં આવે તો તે વધારે અસરકારક થઈ શકે છે. આ કારણે હાઈડ્રેશન અને રીહાઈડ્રેશન થેરાપી બંને માટે મીઠાવાળું પાણી પીવાના ફાયદા જોવા મળે છે.

7. ઇંફલેમેશન / સોજા

મીઠાનું પાણી પીવાના ફાયદામાં એક સોજા ઓછા કરવા પણ છે. અમે ઉપર જણાવી ચૂક્યા છીએ કે મીઠામાં મેગ્નીશિયમ હોય છે. આ સંયોજનને ઇંફલેમેશન એટલે સોજા ઓછા કરવા માટે ઓળખવામાં આવે છે. આ વાતની ખાતરી એનસીબીઆઇ ની વેબસાઈટમાં રહેલ સંશોધનમાં પણ થાય છે. તેમ કેહવામાં આવે છે કે મીઠાના પાણીથી શરીરના સોજા થોડા ઓછા થઈ શકે છે.

તેટલું જ નહીં, મીઠાના પાણીના કોગળા અથવા તેને માઉથ વોશની જેમ ઉપયોગ કરવાથી મોઢાને લગતા સોજા ઓછા થઈ શકે છે. એક વૈજ્ઞાનિક અભ્યાસથી તે જાણકારી મળી છે કે સોડિયમ કલોરાઈડ માઉથવોશમાં એન્ટી ઇંફલેમેટરી અસર હોય છે. આપણે બધા જાણીએ છીએ કે મીઠાનું વૈજ્ઞાનિક નામ સોડિયમ ક્લોરાઇડ જ છે.

8. ફાટેલી એડીઓ અને સૂકી ત્વચા

ફાટેલી એડીઓને સારી કરવા માટે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકાય છે. હાઈડ્રેશન એટલે શરીરમાં પાણીની ઉણપથી ત્વચા સૂકી થવા લાગે છે. જ્યારે ત્વચા સૂકી થાય છે, ત્યારે સ્કિન ફાટી શકે છે. તેને ક્રેક સ્કિન પણ કેહવાય છે. સાથેજ મીઠામાં મેગ્નીશિયમ હોય છે. આ કેમિકલ સંયોજનને સ્કિન હાઈડ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. તેના આધારે કહી શકાય છે કે ફાટેલી એડીઓમાં પણ મીઠાના પાણીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે મીઠાનું પાણી પીવા કરતા વધારે મીઠાના પાણીમાં પગ ડુબાડવાથી ફાટેલી એડીઓ મા વધારે ફાયદો મળે છે.

9. પગના ખેંચાણ અને સ્નાયુઓ માટે

મીઠાનું પાણી પીવાના ફાયદામાં સ્નાયુઓને સ્વસ્થ રાખવા અને પગના ખેંચાણ ને ઘટાડવાનો પણ સમાવેશ થાય છે. તેને લગતા એક સંશોધનમાં આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે કે સોડિયમ શરીરની સ્નાયુઓની પ્રવૃત્તિને નિયંત્રિત કરી શકે છે. આ કારણે મીઠામાં રહેલ સોડિયમને સ્નાયુઓ માટે જરૂરી ખનીજ માનવામાં આવે છે. આ સ્નાયુઓને નબળાઈથી બચાવી શકાય છે.

તેટલું જ નહીં, પગમાં થતા ખેંચાણને પણ ઓછું કરવામાં આ સોડિયમ મદદ કરી શકે છે. સામાન્ય રીતે,સંશોધનના તારણોમાં જણાવવામાં આવ્યું છે કે શરીરમાં સોડિયમનું સ્તર ઘટવા પર પગમાં ખેંચાણ થઈ શકે છે. આવી સ્થિતિમાં મીઠાનું પાણી પીવાથી પગના ખેંચાણને ઓછું કરી અને સ્નાયુઓની પ્રવૃતિને યોગ્ય રીતે રાખવામાં મદદ મળે છે.

10. થાક ઓછો કરે

મીઠાની માત્રા શરીરમાં ઓછી થવા લાગે છે, તો વ્યક્તિને થાકનો અનુભવ થવા લાગે છે. તેનું કારણ શરીરમાં સોડિયમની માત્રા ઓછી હોઈ શકે છે. આવી સ્થિતિમાં પણ મીઠાવાળું પાણી પીવાના ફાયદા થઈ શકે છે. વાસ્તવમાં મીઠાના પાણીમાં રહેલ સોડિયમ શરીરમાં તેના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરશે. પરિણામ સ્વરૂપે વ્યક્તિનો થાક ધીમે ધીમે ઓછો થઈ શકે છે.

11. ચિડિયાપણું અને બેચેની ઘટાડે

જો કોઈ વ્યક્તિ વધારે ચિડિયું થઈ જાય છે, તો મીઠાના પાણીના સેવનથી આ સમસ્યાને અમુક હદ સુધી ઓછી કરી શકાય છે. ખરેખર એવું જણાવવામાં આવે છે કે જ્યારે શરીરમાં સોડિયમનું સ્તર ઘટવા લાગે છે, ત્યારે વ્યક્તિ ચિડાય જાય છે. તેટલું જ નહીં, તેને બેચેની પણ અનુભવ થવા લાગે છે. આ બંને સ્થિતિમાં મીઠાનું પાણી પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મીઠાના પાણી ના નુકશાન

જેવી રીતે મીઠાના પાણીના ફાયદા થાય છે, તેવીજ રીતે તેના કેટલાક નુકશાન પણ થઈ શકે છે. આ નુકશાન કઈક આ રીતે જોવા મળે છે. મીઠાનું પાણી પીવાના નુકશાન પાણીમાં મીઠાની 200 mg/L થી વધારે માત્રા થવા પર જોવા મળે છે. કેમકે, મીઠાવાળા પાણીને ત્યારે શરીર માટે હાનિકારક માનવામાં આવે છે. ચાલો આગળ જાણીએ, મીઠાનું પાણી પીવાના નુકશાન વિશે.

  • વધારે મીઠા વાળું પાણી પીવાથી હાઈ બ્લડપ્રેશર ના જોખમને વધારી શકે છે.
  • ગર્ભાવસ્થામાં મીઠાનું પાણી પીવાથી હાઈ બ્લડપ્રેશર સાથે જોડાયેલ જોખમ પ્રીક્લેમ્પસિયા થઈ શકે છે.
  • જો તે બાળકને વધારે માત્રામાં આપવામાં આવે, તો તેનાથી તેનું મૃત્યુ થઈ શકે છે.
  • તેનાથી હૈઝા અને ઝાડા જેવી સમસ્યા પણ થઈ શકે છે.
  • મીઠાના પાણીના સેવનથી પ્રોટીન પાચનમા અડચણ ઉત્પન્ન થઈ શકે છે.
  • મીઠાનું પાણી ઓસ્ટીયોપોરોસિસ જેવી હાડકાની સમસ્યાને ઉત્પન્ન કરી શકે છે.
  • તેનું વધારે માત્રામાં સેવન કરવા પર કિડની મા પથરી થવાનું જોખમ વધી શકે છે.
  • શરીરમાંથી પેશાબના માધ્યમે કેલ્શિયમની માત્રાને બહાર કાઢવી.

મીઠાનું પાણી પીવાના ફાયદા શું હોઈ શકે છે, તે તો તમે સમજી જ ગયા હશો. બસ તો ધ્યાન આપો કે તેની વધારે માત્રા મીઠાનું પાણી પીવાના નુકશાન થવાનું પણ જોખમ બની રહે છે. બસ તો લેખમાં મીઠાનું પાણી પીવાના નુકશાન અને મીઠાનું પાણી પીવાના ફાયદા બંને સરખી રીતે વાંચ્યા પછી તેનો તમારા દૈનિક જીવનમાં સમાવેશ કરો. સાથેજ મીઠાના પાણીને કોઈપણ તબીબી સ્થિતિનો ઉપચાર સમજશો નહિ. આ સલાહ નાની મોટી સમસ્યાઓથી બચવા અને તેના લક્ષણને ઓછા કરવામાં જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment