મજબૂત હાડકાં, સારી ઊંઘ, ચોમાસા માં ખજૂર ખાવાના 6 જબરદસ્ત ફાયદાઓ

Photo: Getty Images

વરસાદની આ ઋતુમાં જો તમે સફરજન, કેળા, જમરૂખ, નાસપતિ અને જાંબુ જેવા ફળ ખાઈને થાકી ચૂક્યા છો તો કઈક નવો અનુભવ કરવાનો આ સાચો સમય છે. વરસાદની ઋતુમાં તમે ખજૂરને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો. તેમાં રહેલ પોષક તત્વ ફક્ત તમને સારી ઉંઘ જ નહીં, પરંતુ તમારા લોહીમા હિમોગ્લોબીનના સ્તરને પણ સંતુલિત રાખશે. ચાલો તમને ખજૂરથી થતા સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ વિશે જણાવીએ.

Image Source

હિમોગ્લોબીનનું સ્તર:

જે લોકોના શરીરમા હીમોગ્લોબિનની માત્રા ઓછી હોવાની સમસ્યા હોય છે, ડોકટર તેને ભોજનમાં ખજૂર ખાવાની સલાહ આપે છે. તે લોહીમા હિમોગ્લોબીનના સ્તરને નિયંત્રિત કરવાની સાથે એનર્જી લેવલ વધારવાનું કામ પણ કરે છે.

Image Source

સારી ઊંઘ:

ડોક્ટરનું કહેવું છે કે ખજૂર ખાવાથી વ્યક્તિને સારી ઊંઘ આવે છે. ખરેખર ખજૂર ખાવાથી શરીરમાંથી મેલાટોનિન નામનું હોર્મોન નીકળે છે અને રાત્રે સારી ઊંઘ માટે મોટે ભાગે આ હોર્મોન જવાબદાર છે.

ચેપ સામે લડવું:

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તો ખજૂર શરીરને ચેપ સામે લડવા માટે તાકાત આપે છે. વરસાદની ઋતુમાં આપણું શરીર ઘણા પ્રકારની એલર્જીનો શિકાર બને છે. આવી સ્થિતિમાં એલર્જીથી રાહત મેળવવા માટે પણ ખજૂરને એક ગુણકારી ઔષધિ રૂપે ખાવામાં આવે છે.

Image Source

ઉર્જા સ્તર વધારે છે:

કાર્બોહાઈડ્રેટનો સારો સ્ત્રોત હોવાથી ખજૂર કસરત કરવાના પ્રદર્શનમાં પણ સુધારો લાવે છે. સૌથી સારી વાત એ છે કે ખજૂર વજન વધાર્યા વગર શરીરમાં એનર્જી લેવલને નિયંત્રિત રાખવાનું કામ કરે છે.

Photo: Reuters

મજબુત હાડકા:

ખજૂરમાં કેલ્શિયમ, સેલેનિયમ, મેંગેનીઝ અને કોપરની ઘણી માત્રા હોય છે. ખજૂરમાં રહેલ તત્વ હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેથી કેટલાક લોકો રાત્રે સૂતી વખતે ખજૂર ખાવાનું ભૂલતા નથી.

Photo: Getty Images

કબજિયાત અથવા એસિડિટી:

ખજૂર ખાવાથી આપણા શરીરને ફાઇબર મળે છે જેનાથી કબજીયાત અથવા એસિડિટીની સમસ્યામાં પણ રાહત મળે છે. પરંતુ ખજૂર ખાવાના સાચા સમય અને રીત વિશે પણ લોકોને જાણ હોવી જોઈએ.

નિષ્ણાંતોના મતે તો ખજૂર સવારના સમયે ખાવો વધારે ફાયદાકારક હોય છે. જો તમારું હિમોગ્લોબીન સ્તર ઓછું છે તો તેને બપોરના ભોજનમાં ભોજન કર્યા પછી ખાઓ. બાળકોને દિવસ દરમિયાન ભોજન કરતી સમયે ખજૂર આપવો વધારે ફાયદાકારક માનવામાં આવે છે.

ખજૂર તમારા નજીકના બજારમાં ઘણી સરળતાથી મળી શકે છે, પરંતુ ધ્યાન રાખો કે તાજો ખજૂર બંધ પેકેટમાં વેચાતા ખજૂરથી વધારે ફાયદાકારક હોય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment