જાણો ભોજનની શરૂઆતમાં તીખું અને છેલ્લે ગળ્યું ખાવાથી થતા 4 ફાયદાઓ વિશે

પ્રાચીન કાળથી લોકો ભોજન કર્યા પછી ગળ્યું ચોક્કસ ખાય છે. હિન્દુ શાસ્ત્ર અને આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ગળ્યું ખાવ વિશે તો તમે લોકો જાણતા જ હશો પરંતુ ખૂબ ઓછા લોકો નહી જાણતા હોય કે ભોજન પહેલાં તીખું કેમ ખવાય છે. ચાલો જાણીએ કારણ અને ફાયદા.

તીખું

1. ભોજન પહેલાં તીખું એટલા માટે ખાવામાં આવે છે કારણકે તમારું પાચનતંત્ર સક્રિય થઈ જાય.

2. સંશોધનકર્તા મુજબ જ્યારે તમે તીખું ખાવ છો, ત્યારે તમારું શરીર પાચકરસ અને એસિડ ઉત્પન્ન કરે છે, જે પાચનક્રિયાને વધારે છે. તેનાથી નક્કી થઈ જાય છે કે તમારી પાચન શક્તિ યોગ્ય રીતે કાર્ય કરી રહી છે.

3. આયુર્વેદ મુજબ, શરૂઆતમાં તીખું ભોજન કર્યા પછી પેટમાં પાચન તત્વ તથા એસિડ સક્રિય બની જાય છે. જેનાથી પાચનતંત્ર ઝડપી બની જાય છે.

4. ભોજનની શરૂઆતમાં તીખું ખાવાથી જઠરાગ્નિ ઝડપી બને છે જેના લોશે ભૂખ સારી લાગે છે.

ગળ્યું

1. ગળી વસ્તુઓમાં કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે, જે પાચન પ્રક્રિયાને ધીમી પાડે છે. તેથી ભોજન કાર્ય પછી ગળ્યું ખાવાથી પાચન પ્રક્રિયા સ્વસ્થ રહે છે.

2. ગળ્યું ખાવાથી સેરોટોનિન નામના હોર્મોન્સનું સ્તર વધે છે. તે ન્યુરોટ્રાન્સમિટરનું કાર્ય કરે છે. જેથી ગળ્યું ખાધા પછી તમને ખુશીનો અનુભવ થાય છે. વાસ્તવમાં ગળ્યાનું સેવન એમિનો એસિડ ટ્રીપ્ટોફૈનના અવશેષણોને વધારે છે.ટ્રીપ્ટોફૈનને સેરોટોનિન સ્તરને વધારવા માટે ઓળખવામાં આવે છે. સેરોટોનિન એક ન્યુરોટ્રાન્સમિટર છે, જે આનંદની લાગણી સાથે જોડાયેલા છે એટલે કે ગળ્યું ખાવાથી તમને આનંદ થાય છે.

3.જો ભારે ભોજન કર્યા પછી તમને હાઇપોગ્લાઇસેમિયાની સ્થિતિમાંથી પસાર થવું પડે તો આ સ્થિતિમાં બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ જાય છે. આ સ્થિતિથી બચવા માટે ભોજન બાદ ગળ્યું ખાવાની સલાહ આપવામાં આવે છે.

4. આયુર્વેદ અનુસાર ભોજન પછી ગળ્યું ખાવાથી એસિડની તીવ્રતા ઓછી થઈ જાય છે, જેનાથી પેટમાં બળતરાં અને એસિડિટી થતી નથી.

ગળિયામાં તમારે સફેદ ખાંડ ન ખાવી જોઈએ કારણ કે તે નુકસાનકારક છે. તેનાથી બનતી ચીજ વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ. તેનાથી મેદસ્વિતા અને અન્ય સ્વાસ્થ્ય જોખમનો ભય રહે છે. તેના બદલે તમારે ઓર્ગેનિક ગોળ ખાવો જોઈએ અથવા તેનાથી બનતી ચીજ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તમે ઈચ્છો તો બ્રાઉન સુગર કે નારીયેળ સુગર નો ઉપયોગ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment