ઉનાળામાં ફરવા માટે સૌથી ઉત્તમ એવા 32 સ્થળો વિશે જાણો

શું તમને નથી લાગતું કે સૂર્યની ગરમી તેની ટોચ પર છે? આ સળગતા સૂર્યથી બચવાનો એકમાત્ર ઉપાય છે કે તમે કોઈ પહાડી અને ઠંડી જગ્યાએ ફરી આવો. ભારત આ બાબતમાં નસીબદાર છે કે અહીં પહાડો, જંગલ થી લઇને સમુદ્રી સ્થળો બધું જ છે.

ઉનાળાની રજાઓમાં જો તમે એક વિરામ લેવા ઈચ્છતા હોય, ક્યાંક ફરવા જવા ઈચ્છતા હોય તો આ ઠંડા ઠંડા સ્થળોની યાદી પર એક નજર જરૂર નાખો.

Image Source

1. મનાલી

મનાલી ખૂબ જ લીલોછમ અને પહાડોથી ઘેરાયેલો વિસ્તાર છે. અહીંની સ્વચ્છ હવા તમારો બધો જ થાક દૂર કરશે. અહીં તમે પેરાગ્લાઈડિંગ, બાઇકિંગ, રાફ્ટિંગનો આનંદ લઇ શકો છો. જો તમે અહીં ક્યારેય પણ ન ગયા હોય તો એક વાર ચોક્કસ જવું જોઈએ. જો તમે ગયા છો, તો સૌથી લાંબી છે, બીજા સ્થળો ઉપર નજર નાખો…

Image Source

2. હાર્સિલી હિલ્સ,આંધ્ર પ્રદેશ

આ સ્વર્ગ છે. જો તમારે પર્વતોનું દ્રશ્ય જોવું હોય તો અહીં જરૂર જવું. જો તમે તમારી ભાગદોડવાળી જિંદગીથી કંટાળી ગયા હોય તો અહીં આવીને તમને શાંતિ મળશે. અહીં તમને દરેક જગ્યાએ મોગરા, ગુલમહોર, વાદળી ગુલમહોર અને નીલગિરિનાં વૃક્ષો જોવા મળશે.જો તમે પ્રકૃતિ સાથે સમય વિતાવવા ઈચ્છતા હોય તો તમારા માટે આ સ્થળ સૌથી ઉત્તમ છે. અહીં તમે જોરવિંગ, રેપ્લિંગ, ટ્રેકિંગ નો પણ આનંદ માણી શકો છો.

Image Source

3. લદાખ

લદાખ એ બાઈક પ્રેમીઓ માટે સૌથી વધારે મનપસંદ સ્થળ છે. ઉનાળામાં અહીં જવાથી રાહત મળે છે. અહીં તમે વિવિધ પ્રકારના ખડકોનો આનંદ ઉઠાવી શકો છો. વિવિધ પ્રકારના તળાવો અને નુબ્રા ઘાટી અહીંનું ગૌરવ છે.

Image Source

4.ઔલી(ઉત્તરાખંડ)

તે ભારતના સૌથી ઠંડા સ્થળોમાંનું એક છે. સૂર્યના કિરણો સાથે અહીંની હરિયાળી કોઈપણનાં હૃદયને આનંદિત કરે છે. તમે અહીં ટ્રેકિંગનો આનંદ માણી શકો છો.

Image Source

5. તવાંગ, અરુણાચલ પ્રદેશ

અહીં તમને વૃક્ષો થી ઢંકાયેલા અને શણગારેલા પર્વતો જોવા મળશે. આ પહાડી વિસ્તાર તમારી રજાઓ માટે રાહત મંદ સાબિત થશે.

Image Source

6. રાણીખેત (ઉત્તરાખંડ)

રાણીખેત ઉત્તરાખંડમાં આવેલું એક ભવ્ય હિલ સ્ટેશન છે. જો તમને પ્રકૃતિ સાથે સમય પસાર કરવો ગમે છે તો આ સ્થાન તમારા માટે શ્રેષ્ઠ છે. અહીં તમે પેરાગ્લાઇડિંગ, બાઇકિંગ, રાફ્ટિંગ પણ કરી શકો છો. રાણીખેતમાં તમે જુલા દેવી મંદિરના દર્શન પણ કરી શકો છો.

Image Source

7. માઉન્ટ આબુ

માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે. જો તમે કામ કાજથી થાકી ગયા છો અને શાંતિથી સમય પસાર કરવા માંગો છો, તો આ સ્થાન તમારા માટે શ્રેષ્ઠ છે. નક્કી તળાવ અહીંની સુંદરતામાં વધારો કરે છે.

Image Source

8.કાશ્મીર

જ્યારે આપણે ઉનાળાથી રાહત મેળવવાની વાત કરી રહ્યા છીએ, ત્યારે આપણે કાશ્મીરને કેવી રીતે ભૂલી શકીએ. આમ પણ, કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. કાશ્મીરના પર્વતો, બગીચાઓ અને ઘણા પ્રકારના તળાવો તેની સુંદરતામાં વધારો કરે છે. અહીંનું દલ સરોવર સૌથી પ્રખ્યાત છે.

Image Source

9. હરિદ્વાર -ઋષિકેશ

ધાર્મિક શહેરના નામે પ્રખ્યાત આ બંને સ્થળો પ્રવાસીઓનું મનપસંદ છે. ઘણા ઘાટ, મંદિરો અહીંની સુંદરતામાં વધારો કરે છે. રાત્રે મંદિરોમાં થતી આરતી પ્રવાસીઓને તેમની તરફ આકર્ષિત કરે છે.

Image Source

10. તિર્થન ઘાટી, હિમાચલ પ્રદેશ

પ્રકૃતિ પ્રેમી માટે આ સ્થળ સ્વર્ગથી ઓછું નથી. તિર્થન ઘાટી હિમાલય નેશનલ પાર્ક થી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે આ સ્થળ ટ્રાઉટ માછલી માટે પ્રખ્યાત છે.

Image Source

11. લક્ષદ્વીપ

લક્ષદ્વીપ 36 થી વધુ નાના ટાપુઓમાં વહેંચાયેલું છે. આ તમામ ટાપુઓ પર કોરલ રીફ, રેતાળ દરિયાકિનારા અને સુંદર કુદરતી નજારો જોવા મળે છે. પ્રદૂષણ મુક્ત હવા, સ્વચ્છ પાણી તેની સુંદરતામાં વધારો કરે છે. અહીં તમે સી ડ્રાઇવિંગ કરી શકો છો. પ્રાકૃતિક આનંદ અને આરામની ભરપૂર મજા માણી શકો છો.

Image Source

12. મુક્તેશ્વર, ઉતરાખંડ

આ સ્થળ સુંદર હોવાની સાથે સાથે ઘણું સ્વચ્છ પણ છે. અહીં જઈને તમે સ્વચ્છ અને ઠંડી હવાનો આનંદ લઇ શકો છો. અહીં તમે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, બાઈકિંગ, રાફ્ટિંગ કરી શકો છો.

Image Source

13. ગંગટોક

સિક્કિમની રાજધાની ગંગટોક પોતાનામાં ખુબ સુંદર છે. અહીંની ઋતુ રજાઓ વિતાવવા માટે અનુકૂળ છે. જો તમે અહીં જશો તો પાછા ફરવાનું કદાચ જ મન થશે. હરિયાળીથી ભરપૂર આ સ્થળની સુંદરતા તમને પોતાની તરફ ખેંચે છે..

Image Source

14. નૈનીતાલ (ઉતરાખંડ)

આ ખૂબ જ સુંદર સ્થળ છે. જો તમે રજાઓમાં બહાર જવાનું વિચારી રહ્યા છો તો એકવાર નૈનીતાલ વિશે જરૂર વિચારજો. અહીં આવીને તમે નૌકા વિહારનો આનંદ લઈ શકો છો. ઢળતા સુરજનો નજારો અહી ખૂબ જ આશ્ચર્યજનક હોય છે.

Image Source

15. દાર્જલિંગ, પશ્ચિમ બંગાળ

આ સ્થળ સ્વર્ગ થી ઓછું નથી. દાર્જલિંગ ચાના બગીચાઓ માટે પણ પ્રખ્યાત છે. જો તમે દાર્જીલિંગની વાસ્તવિક સુંદરતા જોવા માંગો છો તો સવારનું દ્રશ્ય જરૂર જુઓ. અહીં તમે ઘણા પ્રકારના મઠો પણ જોઈ શકો છો..

Image Source

16. શિલોંગ, મેઘાલય

પર્વતો, તળાવ, નદીઓ અને સરોવરોથી સજ્જ આ સ્થળ મે – જૂનની ગરમીથી રાહત આપવાનું કામ કરશે. શિલોંગમાં પ્રવાસીઓની સૌથી વધારે તળાવો આકર્ષિત કરે છે.

Image Source

17. પેલિંગ સિક્કિમ

જો તમે શહેરોની ભીડ જોઈને કંટાળી ગયા હોય તો આ સ્થળ તમને રાહત આપશે. આ સ્થળ તળાવ, મઠ, પહાડો સરોવરથી સજ્જ છે. અહીં આવીને તમે વન્યજીવોનું દ્રશ્ય જોઈ શકો છો.

Image Source

18. ચેરાપુંજી

વાદળોથી ઘેરાયેલું આ શહેર મેના આકરા તડકાથી તમને જરૂર રાહત આપશે ઠંડી હવા અને ઝરણાં આ સ્થાને વધારે સુંદર બનાવે છે.

Image Source

19.મજુલી(આસામ)

મજૂલી તેના સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓ માટે પ્રખ્યાત છે. જો તમે કોઈ સુંદર અને નવા સ્થળે જવાનું વિચારી રહ્યા છો તો મજૂલી વિશે જરૂર વિચારો, આ સ્થળ સાહિત્ય, કલા અને સંગીતનો સંગમ છે.

Image Source

20.ચંદૌલી રાષ્ટ્રીય ઉદ્યાન, મહારાષ્ટ્ર

આ પ્રકૃતિ પ્રેમીઓ માટે સૌથી ઉત્તમ સ્થળ છે અન તમને ચિતા, કાચબા, બંગાળના વાઘ જેવા ઘણા પ્રાણીઓ પણ જોવા મળે છે.

Image Source

21. મલસેજ ઘાટ(મહારાષ્ટ્ર)

અહીં તમે જૂના કીલ્લાઓનો આનંદ માણી શકો છો. શિવનેરી અને હરિશ્ચંદ્રગઢ કિલ્લો અહીંના પ્રખ્યાત સ્થળો છે.

Image Source

22. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર)

મહાબળેશ્વર એક એવું સ્થળ છે જે દરેક ઋતુઓ માટે ઉત્તમ છે. મહારાષ્ટ્રના જંગલો વચ્ચે આવેલો આ વિસ્તાર તળાવ અને ઝરણાથી સજ્જ છે. અહીં આવીને તમે નૌકાવિહાર નો આનંદ ઉઠાવી શકો છો.

Image Source

23. લોનાવલા (મુંબઈ)

મુંબઈમાં રહેનારા લોકો માટે આ સ્થળ સ્વર્ગ થી ઓછું નથી. અહીં તમે જુના કિલ્લાઓ અને ગુફાઓ જોઈ શકો છો. અહીંના વન્યજીવનનો પણ આનંદ લઈ શકો છો.

Image Source

24. પંચગીની (મહારાષ્ટ્ર)

પાંચ પહાડોથી ઘેરાયેલું હોવાને લીધે આ સ્થળને પંચગીની કહેવાય છે, અહીં પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે. જો તમે પરંપરાગત અને હાથથી બનેલી વસ્તુઓ પસંદ કરો છો તો શોપિંગ માટે આ ઉત્તમ છે.

Image Source

25. માથેરાન (મહારાષ્ટ્ર)

આ નાના શહેરમાં મોટરસાયકલ લઈ જવાની મનાઈ છે અહીં તમને દૂર સુધી હરિયાળી જોવા મળશે અહીંનું વાતાવરણ હંમેશા જોવાલાયક હોય છે.

Image Source

26. કુર્ગ (કર્ણાટક)

કર્ણાટકમાં આવેલો આ વિસ્તાર પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે. યહામની ખીણોનું દ્રશ્ય તમને રજાઓમાં ખૂબ જ આનંદ આપશે. અહીં તમે જંગલ અને પર્વતોનું દ્રશ્ય પણ જોઈ શકો છો.

Image Source

27.કુન્નુર (તમિલનાડુ)

જો તમે રજાઓ માટે કોઈ સુંદર સ્થળ તેમજ શાંતિનું સ્થળ શોધી રહ્યા છો, તો પછી કુન્નુર વિશે વિચારવાનું ભૂલશો નહીં. કેથરિન ધોધ પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષે છે.

Image Source

28. મન્નાર (કેરળ)

આ સ્થાન બ્રિટિશ કાળથી પ્રવાસીઓમાં સૌથી પ્રિય રહ્યું છે. અહીં દરેક સ્થળે વૃક્ષો અને છોડ જોવા મળશે. અહીં તમે ઘોડેસવારી, સાયકલિંગનો આનંદ ઉઠાવી શકો છો.

Image Source

29.કોડાઇકનાલ (તામિલનાડુ)

આ સ્થાન વિવિધ પ્રકારના વૃક્ષોથી ભરેલું છે. અહીં તમને દરેક સ્થળે ચિડના વૃક્ષો જોવા મળશે. તમે અહીં તળાવોમાં નૌકાવિહાર કરીને તમારી રજાને અદભૂત બનાવી શકો છો.

Image Source

30. દેવીકુલમ (કેરળ)

મન્નારથી 5 કિલોમીટર દૂર આવેલું દેવીકુલમ નું નામ એક તળાવના નામ પરથી રાખેલું છે. માન્યતા છે કે રામાયણ કાળ દરમ્યાન અહીં માતા સીતાએ સ્નાન કર્યું હતુ. આ સ્થળ પણ વૃક્ષ અને છોડની હરિયાળીને લીધે પ્રખ્યાત છે.

Image Source

31. ઉટી (તમિલનાડુ)

આ દક્ષિણ ભારતનો સૌથી પ્રખ્યાત પર્વતીય વિસ્તાર છે. અહીંના બગીચા અને તળાવો તમારી રજાને ખૂબ જ મનોહર બનાવી શકે છે. તમે નૌકાવિહાર કરીને ઉટી રોમિંગની મજા બમણી કરી શકો છો.

Image Source

32.શિમલા

શિમલા એ ખૂબ જાણીતું હિલ સ્ટેશન છે. તે કુદરતી સૌંદર્યથી ભરપુર છે. મે-જૂનની આ ભીષણ ગરમીથી બચવા માટે તમારે આ રજાઓ દરમ્યાન ચોક્કસપણે શિમલાની મુલાકાત લેવી જોઈએ.

Image Source

33.યેરકાડ(તમિલનાડુ)

આ સ્થળ તમિલનાડુનું ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. આ સ્થળ કોફી અને મસાલાના બગીચા માટે પણ જાણીતું છે. આ સ્થળ ફક્ત જોવામાં જ સુંદર નથી, પરંતુ અહીં તમે ટ્રેકીંગની મજા પણ માણી શકો છો. અહીંના ઝરણાંનું દ્રશ્ય ખુબ જ શાંતિ આપનારું છે. આ ઉપરાંત અહીં આવીને તમે જાપાનીઝ પાર્ક, અન્ના પાર્ક નો નજારો પણ જોઈ શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *