ઉનાળામાં સ્ટેપ બાય સ્ટેપ ત્વચાની સંભાળ માટેના ઉપાયો વિશે જાણો.

Image Source

આમતો આ કોરોનાના સમયમાં ચેપના લીધે આપણે બધા પોતાના ઘરમાં બંધ છીએ. પરંતુ આશા છે કે જલ્દી આ સંક્રમણ કાબૂમાં આવી જાય અને આપણે બધા ઘરની બહાર આપણા રેગ્યુલર રૂટિનનું અનુસરણ કરીએ. જ્યાં સુધી એપ્રિલનો મહિનો અડધો વીતી ચૂક્યો હશે એટલે ઉનાળો જોરશોરથી આવશે. ઉનાળા માટે તમારી તૈયારીને વેગ આપતા મેનકા કૃપલાની, ફાઇન્ડર અને કોસ્મેટોલોજિસ્ટ, નિકી સ્કિન કેર દ્વારા દર્શાવવામાં આવતા ઉપાયો.

Image Source

ઉનાળામાં ત્વચાને વધારાની સંભાળની જરૂર કેમ છે?

જો તમે વર્કિંગ વુમન છો હો તમારી પાસે ઘરેથી બહાર નીકળવા ઉપરાંત કોઇ વિકલ્પ નહીં હોય. બહાર નીકળવાનો અર્થ છે તડકો, ધૂળ અને ગરમીનો સામનો કરવો. પ્રદૂષણ અને સૂર્યના કિરણો તમારી ત્વચાની સખત પરીક્ષા લેવા માટે તૈયાર હોય છે. તમે આ પરિસ્થિતિઓનો તો સામનો નથી કરી શકતા, તેથી તમારી ત્વચાની વધારે સંભાળની જરૂર હોય છે. હવે વધારે સંભાળનો અર્થ એ નથી કે ખૂબ વધારે સમય આપવો. તમને નીચે જણાવેલા ત્વચાની સંભાળી મૂળભૂત બાબતોનું પાલન કરવું પડશે. તમારી ત્વચા માટે ઉનાળો સારી રીતે પસાર થશે.

Image Source

ત્વચાની સંભાળની સારી રીત, સ્ટેપ-બાય-સ્ટેપ:

કોઈપણ કાર્ય યોગ્ય છે જો આપણે તેની મૂળભૂત બાબતો નું યોગ્ય રીતે પાલન કરીએ. તમારી ત્વચાની યોગ્ય સંભાળ માટે તમારે તે કરવું પડશે.

સફાઈ :

તમારે તમારા ચહેરા પર ભૂલ્યા વગર સૌમ્ય ફેસવોશની મદદથી દિવસમાં ઓછામાં ઓછી બે વાર ધોવાનું રહેશે. જેવા ઘરે પહોંચો તમે તમારા ચેહરાને ધોવો. દિવસ દરમિયાન ચેહરા પર જામેલી ધૂળ માટી, મેકઅપથી છુટકારો મેળવવો ખૂબ જરૂરી છે. તમારી ત્વચાના પ્રકાર મુજબ ફેસવોશ પસંદ કરો. ખાસકરીને તેવુ ફેસવોશ જે પૈરાબીન અને સલ્ફેટ મુક્ત હોય

મોશ્ચરાઈઝિંગ :

તમારા ચેહરાને સાફ કર્યા પછી તેના પર સારી ગુણવત્તાવાળું મોઈશ્ચરાઈઝર લગાવવાની ટેવ રાખો. રાત્રે સુતા પહેલા તમારા ચહેરાને તેનાથી ૨-૩ મિનિટ માટે મસાજ કરો. તેવુ મોઈશ્ચરાઈઝર પસંદ કરો, જેમાં એન્ટિઓક્સિડન્ટની યોગ્ય માત્રા હોય, તેનાથી ચહેરાના ત્વચાના ક્ષતિગ્રસ્ત કોષોને સુધારવામાં મદદ કરે છે,જેમ કે બારીક રેખાઓ, કરચલીઓ અને નિસ્તેજતામાં ઉણપ જોવા મળે છે.

હાઇડ્રેટિંગ :

ત્વચાને સ્વસ્થ બનાવી રાખવા માટે હાઇડ્રેટિંગ એટલે તેનું ભેજ જાળવી રાખવું ખૂબ જરૂરી છે. પરંતુ મોઈશ્ચરાઈઝર થી ત્વચાનો ભેજ જાળવી રાખવામાં મદદ મળે છે, પરંતુ ફક્ત મોઈશ્ચરાઈઝર જ પૂરતું નથી. દરરોજ ઓછામાં ઓછું ૩-૪ લિટર પાણી પીવાથી શરીરમાં પાણીની માત્રા સંતુલિત રહે છે અને તમારી ત્વચા ચમકીલી બને છે. જ્યારે પાણી ઓછું હોય છે ત્યારે શરીરમાં ઝેરી તત્વનું સંચય વધે છે, જે શરીર અને ત્વચા બંનેના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. તેનાથી ખીલ, બ્રેક આઉટ અને પિગમેન્ટેશન જેવી સમસ્યાઓ થાય છે.

સનસ્ક્રીન લગાવવું :

ઉનાળામાં તમે સૂર્યના કિરણોનો સીધો સામનો કરો છો, તેનાથી ત્વચા સમય પહેલા વૃદ્ધ દેખાવા લાગે છે. તેવામાં સૂર્યના યુવી કિરણોથી ત્વચાને બચાવવામાં સનસ્ક્રીનની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ હોય છે. ઘરેથી નીકળતા ૧૫ મિનીટ પેહલા સનસ્ક્રીન લગાવો. ત્યારબાદ દર ૨-૩ કલાકમાં સનસ્ક્રીન ફરીવાર લગાવો. સારી એસપીએફ વાળી સનસ્ક્રીનની પસંદગી કરો.

એક્સફોલીએટિંગ :

એક્સફોલીએટિંગ થી ત્વચામાં લોહીનો પ્રવાહ વધી જાય છે. તેનાથી ત્વચા પરના જૂના અને મૃત કોષો નીકળી જાય છે. જે ગંદકી ફેસવોશથી પણ સાફ નથી થતી, તે એક્સફોલીએટિંગથી સાફ થઈ જાય છે. તેથી અઠવાડિયામાં એકવાર ત્વચાને એક્સફોલીએટિંગ કરવું જરૂરી હોય છે. તેનાથી ત્વચા કોમલ અને યુવાન દેખાઈ છે. બજારમાં ઘણા સારા એક્સફોલીએટિંગ સ્ક્રબ્સ મળે છે. એમાંથી પણ તેવુ એક્સફોલીએટિંગ પસંદ કરો, જેમાં એન્ટી ઓક્સિડન્ટ ની યોગ્ય માત્રા હોય અને તે ઠંડકની અસર આપે. ચેહરાને એક્સફોલીએટિંગ કરવાનો સૌથી યોગ્ય સમય રાત્રે હોય છે. તેનાથી તમારી ત્વચાને આરામ કરવાની તક મળે છે.

Image Source

ત્વચાની સંભાળ માટે કેટલાક ઘરેલુ નુસખા:

ત્વચાની સંભાળ માટે દાદીમાના જૂના નુસખાને નજર અંદાજ નથી કરી શકાતા. આપના રસોડામાં ઘણી એવી વસ્તુ છે, જે ત્વચાને મુલાયમ બનાવે છે, ખાસકરીને ઉનાળાના દિવસોમાં. તમે ટામેટાનું જ્યુસ, લીંબુનો રસ અથવા બટાકાનું જ્યુસ બનાવીને આઇસટ્રેમા જમાવી શકો છો. ( આમ કરવા માટે તેમાં પાણી ન ઉમેરો). દર બીજા દિવસે તમે આ જ્યુસ ક્યુબને તમારા ચેહરા પર ઘસો, તેને સુકાવા દો અને પછી પાણીથી ધોઈ લો. આ ખૂબ સરળ લાગતા ઘરેલુ નુસ્ખા લાંબા સમય માટે તમારી ત્વચાને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદરૂપ થશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment