ચેહરા પર થતા ખીલથી છુટકારો મેળવવા માટેના કેટલાક સરળ ઉપાયો વિશે જાણો.

ખીલની સમસ્યા છોકરીઓની ત્વચા સંબંધિત એક સામાન્ય સમસ્યા છે, પરંતુ કોઈ ખાસ પ્રસંગના દિવસે તમારા ચેહરા પર ખીલ દેખાય, તો આ સરળ ઉપાયોથી છુટકારો મેળવો.

ગરમ પાણી:

એક ટુવાલ લો અને તેને ગરમ પાણીમાં નાખો, પછી ટુવાલ માના પાણીને નીચવીને તમારી ખીલ વાળી જગ્યા પર રાખો. મૂળ રૂપે તે તમારા ચેહરાના છિદ્રોને ખોલી દે છે. તમે ત્યાર પછી એક નરમ ચેહરાના ક્લીન્ઝરનો ઉપયોગ કરી શકો છો.

બરફના ટુકડા:

એક બરફનો ટુકડો લો અને તેને પાંચથી દસ મિનિટ સુધી તમારા ખીલ ઉપર રાખો, જેનાથી સોજો અને લાલાશ ઓછી થઈ જશે. એક સારા ક્લીન્ઝર અને ફાઉન્ડેશન થી ખીલને સરળતાથી છુપાવી શકો છો.

ટૂથપેસ્ટનો ઉપયોગ:

થોડી ટુથપેસ્ટ લો અને તેને તમારા ખીલ પર લગાવો અને તેને પ્લાસ્ટરથી બંધ કરી દો. આવું ૧૫ મિનિટ સુધી કરો અને પછી પ્લાસ્ટર દૂર કરી દો અને તમારા ચેહરાને ઠંડા પાણીથી ધોઈ લો.

ગ્રીન ટી:

ગ્રીન ટીમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ ચેહરા પર રહેલા ખીલને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ખીલ દૂર કરવા માટે ગ્રીન ટી અથવા ટી બેગને ગરમ પાણીમાં નાખીને રાખી દો અને તેને ઠંડુ થવા દો. જ્યારે ઠંડુ થઈ જાય, તો તેને ખીલ પર લગાવો.

મધ:

મધમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે જે ખીલની સમસ્યાથી છુટકારો અપાવે છે. ખીલવાળી જગ્યા પર એક કે બે ટીપા મધ લગાવીને આખી રાત રહેવા દો અને સવારે પાણીથી ચેહરો ધોઈ લો. તમને ખૂબ જ ઝડપથી ફરક જોવા મળશે.

કુવારપાઠુ:

stylecraze.com

કુંવારપાઠાનો ઉપયોગ ફક્ત ખીલ દૂર કરવા માટે જ નહીં પરંતુ ડાઘ ધબ્બા દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. કુંવારપાઠાને અસરગ્રસ્ત ભાગ પર લગાવો અને તેને ચેહરા પર લગાવેલું રહેવા દો. થોડીવારમાં ખીલ સારો થવા લાગશે.

હળદર:

હળદરમાં એન્ટિબાયોટિક ગુણ મળી આવે છે જે ત્વચાના ઘણા પ્રકારના વિકારોને દૂર કરે છે. ખીલવાળી જગ્યા પર હળદરમાં થોડું પાણી ભેળવીને તેને આખી રાત લગાવેલું રહેવા દો. સવારે તમને ખીલ ઓછા થતાં કે સારા થતા જોવા મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *