નારિયેળના કેટલાક એવા ઉપાયો વિશે જાણો જે તમારા ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો કરશે

Image Source

હિન્દુ ધર્મમાં નારિયેળને ખૂબ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કેવી રીતે નારિયેળના કેટલાક ઉપાય તમને ધન સંપત્તિથી ભરી શકે છે.

ઘણીવાર તમારા ઘરમાં રહેલ ઘણી વસ્તુ તમારા જીવનમાં લાભ પ્રદાન કરે છે અને તમને તે વાતનો અંદાજ પણ હોતો નથી કે કેવી રીતે તમે આ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તેવીજ વસ્તુઓમાંથી એક છે શ્રીફળ એટલે કે નારિયેળ. હિન્દુ ધર્મમાં નારિયેળને ખુબજ શુભ માનવામાં આવે છે અને કોઈપણ શુભ કામની શરૂઆત નારિયેળ વધેરીને કરવામાં આવે છે. નારિયેળને શ્રીફળ પણ કેહવામાં આવે છે એટલે કે તેને લક્ષ્મીજીનું ફળ માનવામાં આવે છે. તેમ માનવામાં આવે છે કે કોઈપણ પૂજા પાઠ અથવા કર્મ કાંડમાં નારિયેળ ચડાવવું અને નારિયેળ વધેરવું એ ઘરની બાધાઓને દૂર કરે છે.

નારિયેળના સફેદ ભાગને ચંદ્રમાનો ભાગ માનવામાં આવે છે અને એવી માન્યતાઓ છે કે નારિયેળની અંદર ત્રિદેવનો વાસ હોય છે. તેથી ઘરમાં કોઈપણ રૂપે નારિયેળ રાખવું તમારી કિસ્મતને ચમકાવી શકે છે. નારિયેળનો સફેદ ભાગ પાણીનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તેમ માનવામાં આવે છે કે ઘરમાં નારિયેળ સકારાત્મક ઊર્જા અને માતા લક્ષ્મીના આગમનનું પ્રતીક હોય છે. ચાલો નવી દિલ્લીના જાણીતા પંડિત, એસ્ટ્રોલોજી, કર્મકાંડ, પિતૃદોષ અને વાસ્તુ નિષ્ણાંત પ્રશાંત મિશ્રાજી પાસેથી જાણો નારિયેળ ખાવાથી ક્યાં ઉપાય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાની સાથે ધનની વર્ષા પણ કરી શકે છે.

Image Source

નારિયેળનો પૂજામાં સમાવેશ કરો

જો તમે કોઈ પ્રતિયોગી પરીક્ષામાં ભાગ લેવા જઈ રહ્યા છો, અથવા નોકરી માટે પ્રયત્ન કરો છો તો ઘરમાં કોઈપણ તેહવાર વગર નારિયેળની પૂજાનો સમાવેશ કરો. તેના માટે નારિયેળ પર લાલ ફૂલ ચડાવો અને સિંદૂર ચડાવી મંગળ કાર્ય કરો. નારિયેળ પર ચડાવવામાં આવેલ લાલ ફૂલને કોઈપણ શુભ કામ જેમકે નોકરીના ઇન્ટરવ્યૂમાં, પરિક્ષામાં, કોર્ટ કચેરીના કેસમાં તમારી સાથે લઈ જાઓ, તમને ચોક્કસ સફળતા મળશે.

દામ્પત્ય જીવન સુધારવા માટે નારિયેળના ઉપાય

જો તમારા જીવનમાં ખૂબ વધારે બાધાઓ આવી રહી છે, તો આખી રાત તમારી પથારી પર એક નારિયેળ રાખો, સવારે તે નારિયેળને કોઈ અન્ય પ્રસાદીની સાથે કોઈ ગણેશ મંદિરમાં અર્પણ કરી દો. તેમ કરવાથી તમારા દામપત્ય જીવનમાં પણ સુધારો થશે અને ઘરમાં કંકાશ થવાથી પણ તમે બચી રેહશો.

હનુમાનજી ને નારિયેળ ચડાવો

જો તમે તમારી આર્થિક સ્થિતિ સારી કરવા ઇચ્છો છો તો દરેક મંગળવારે એક નારિયેળ લઈને તેને હનુમાનના મંદિરમાં ચડાવો. નારિયેળ પર સ્વસ્તિકનું નિશાન બનાવવા માટે હનુમાનજીની મૂર્તિના સિંદૂરનો ઉપયોગ કરો. ત્યારબાદ, મંદિરમાં બેસો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેમ લગભગ 2 મહિના સુધી દરેક મંગળવારે કરો. તમારી દરેક આર્થિક સમસ્યાઓ દૂર થશે.

ગુરુવારના દિવસે વિષ્ણુજીને નારિયેળ ચડાવો

જો તમારા ધંધામાં નુકશાન થઇ રહ્યુ છે અથવા નોકરીમાં બાધાઓ આવી રહી છે તો ગુરુવારના દિવસે પીળા કાપડમાં નારિયેળને બાંધી અને પીળી મીઠાઈની સાથે તેને લપેટીને વિષ્ણુજીની સામે રાખો. વિષ્ણુજી પાસે ઘરના કલ્યાણની પ્રાર્થના કરો, થોડાજ દિવસોમાં તમારી આર્થિક સ્થિતિ સારી થશે અને નોકરીમાં પ્રમોશન સાથે ધંધામાં લાભ થશે.

Image Source

નારિયેળના અન્ય ઉપાય

જો તમે જીવનમાં સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો એક નારિયેળ, એક લાલ કાપડ, થોડા લાલ ફૂલ, કપૂરની ગોળી લઈને તેને માં દુર્ગાની સામે રાખો અને તેની દરરોજ પૂજા કરો.

જો તમે ગંભીર આર્થિક નુકશાનનો સામનો કરી રહ્યા છો તો દરેક શુક્રવારે નારિયેળની પૂજા કરો. તેના માટે એક નારિયેળ લઈ અને તેનાથી દેવી મહાલક્ષ્મીની પૂજા કરો. ત્યારબાદ તે નારિયેળને ઘરની તિજોરી અથવા તે સ્થળ પર રાખો જ્યાં ધન રાખ્યું હોય. તમારી આર્થિક સ્થિતિ સારી થવા લાગશે.

જે લોકો કાલસર્પથી પીડિત છે, તેને એક સુકુ નારિયેળ અને થોડા ધાબળા ગરીબોને દાન કરવા જોઈએ. તેમ કરવાથી દોષની અસર ઓછી થઈ જશે.

નારિયેળને લક્ષ્મીના અવતાર રૂપે જાણવામાં આવે છે. કેહવામા આવે છે કે જો તમે નારિયેળની સાચી વિધિથી પૂજા કરો છો તો ઘરમાંથી ક્યારેય પણ લક્ષ્મી નારાજ થતી નથી.

નારિયેળના આ બધા ઉપાય તમારું ઘર ઘન સંપત્તિથી ભરી શકે છે અને સાથેજ ઘરની સુખ સમૃદ્ધિનું કારણ પણ બની શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment