પાણી પીવું: ઘણીવાર પૂરતી ઊંઘ લીધા પછી પણ તમારો ચેહરો સવારે થાકેલો અને ઉતરેલો દેખાય છે. તેથી જો તમે સવારથી સાંજ સુધી તમારી ત્વચા પર કુદરતી ચમક લાવવા ઈચ્છો છો, તો તમારે રાત્રે એક નાનકડી રીત અજમાવવી પડશે. રાત્રે સુવા થી અડધો કલાક પહેલા એક ગ્લાસ પાણી પીવું. આ ઉપરાંત, ઉપર જણાવેલા હોઠોને નરમ બનાવવા માટેની યુક્તિનો પ્રયત્ન કરો.
ગાજરનો તમારા ભોજનમાં સમાવેશ કરો. તેમાં વિટામિન કે, સી, એ, ઈ અને બી હોય છે, જેની મદદથી ત્વચા પર આવનારા મૃત કોષોને દૂર કરી શકાય છે.
ઘણા લોકોના ચેહરા પર ખીલ, ડાઘ ધબ્બા હોય છે. ચેહરા પર દૂધ અને મધની બનેલી પેસ્ટને લગાવવાથી ખીલની સમસ્યા બિલકુલ દૂર થાય છે.
પૂરતી ઊંઘ લો. આ પણ ત્વચા પર ચમક લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.
દૂધ આપણા શરીરને પોષક તત્વ તો આપે જ છે, સાથે સાથે તેમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને સ્વસ્થ બનાવવામાં ફાયદાકારક થઈ શકે છે. તેનો ઉપયોગ તમે એક ફેસપેક તરીકે કરી શકો છો. તેના માટે કાચા દૂધનો ઉપયોગ કરો. તેમાં મધ ભેળવો અને દસથી પંદર મિનિટ માટે ચેહરા પર લગાવીને રાખી દો.
રાત્રે હોઠ પર શું લગાવવું જોઈએ જેથી હોઠ સુંદર અને મુલાયમ રહે. આ તમારા માટે કોઈ સ્વપ્ન જેવું હોઈ શકે છે. જો તમે ઇચ્છો છો કે તમારા હોઠ સવારે ગુલાબી, મુલાયમ અને સુંદર દેખાય, તો અમે તમને રાત્રે અજમાવી શકો તેવી એક યુક્તિ જણાવી રહ્યા છીએ. તેના માટે, રાત્રે સુતા પહેલા તમારા હોઠની મૃત ત્વચા કોષોને ટુથબ્રશથી સાફ કરો. ત્યારબાદ તેના પર બદામનું તેલ અથવા મધ લગાવીને સુઈ જાઓ.
એવોકાડો ત્વચા માટે સૌથી ઉત્તમ ખાદ્ય પદાર્થોમાંથી એક છે, કેમકે તેનાથી ત્વચાને સ્વસ્થ અને મુલાયમ રાખવામાં મદદ મળે છે. ખરેખર, એવોકાડોમાં એવા પોષક તત્વો મળી આવે છે, જે એન્ટિ એજિંગની પ્રક્રિયામાં મદદરૂપ સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે,એવોકાડો માંથી ઘણા પ્રકારના કુદરતી ફેસપેક અને માસ્ક બનાવી શકાય છે. આ ઉપરાંત તમે તેનો તમારા ભોજનમાં પણ સમાવેશ કરી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team