આંખો નું તેજ વધારવા માટે યોગા અને કસરત કેટલા ઉપયોગી છે, તેના વિશે જાણીએ

Image by Pexels from Pixabay

જ્યારે જબાન ખામોશ હોય છે, ત્યારે તે વાત કરે છે… મનના બધા જ રહસ્ય ખોલે છે….. જી હા, આપણી આંખો ખૂબ જ મહત્વની છે અને આપણે આપણી નજરો ને નજર અંદાજ કરી શકતા નથી, પરંતુ આજની જીવનશૈલીમાં સમય તેમજ ઉંમર પહેલાં જ આંખોનું તેજ નબળુ પડી જાય છે. એવામાં જરૂરી છે આંખો સાથે જોડાયેલી સાચી જાણકારી, કેટલાક યોગા, કસરત તેમજ સરખી ખાણીપીણીની. જેથી આ સુંદર આંખો બેનૂર ન થાય.

આંખો પટપટાવી:

Image by StockSnap from Pixabay

સામાન્ય રીતે કમ્પ્યુટર ઉપર કામ કરનારા તેમજ ટીવી જોનારા સામાન્ય કરતા ઓછી પાપણો પટપટાવે છે તેનાથી આંખો પર તાણ આવે છે અને શુષ્કતા આવી જાય છે. પાંપણોને પટાવવાથી આંખો તાજી અને હાઇડ્રેટેડ રહે છે, સાથે સાથે આપણે વધારે સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. આ ખૂબ જ સરળ કસરત કરો-
-બે મિનિટમાં દર ત્રણથી ચાર સેકન્ડમાં પાપણો પટપટાવો. કામ કરતી વખતે થોડો સમય કાઢીને આ કસરત કરો.

હથેળીથી ઢાંકવું(પામિંગ):

Image by hary prabowo from Pixabay

આંખોની તાણને દૂર કરવા અને તેને હળવી કરવા માટે આ કસરત કરો. ખુરશી ઉપર સીધા બેસી જાવ. કોણીઓને ટેબલ ઉપર રાખી દો. થોડા સમય માટે ઊંડા શ્વાસ લો. બંને હથેળીઓને એકબીજા સાથે ઘસો અને તેનાથી આંખો ઢાંકો. પાંચથી પંદર મિનિટ સુધી આજ રીતે રહો અને ઊંડા શ્વાસ લો.
દરરોજ આ કસરત અમુક મિનિટો સુધી જરૂર કરો. તેનાથી ફક્ત આંખોની તાણ જ દૂર નહીં થાય પરંતુ મગજની સાથે સાથે આખું શરીર પણ હળવું થશે. સાથે સાથે તેનાથી આંખોની રોશની પણ તેજ થશે.

દિવાલ ઉપર આઠ બનાવો:

તેનાથી આંખના સ્નાયુની કસરત થાય છે અને તે લવચીક બને છે, તેના માટે દીવાલ સામે ઊભા રહી જાઓ. પહેલા અમુક મિનિટ સુધી અંક આઠ આકાર બનાવતા ઉપરથી નીચે જુઓ અને પછી નીચેથી ઉપર.

ક્યારેક દૂર ક્યારેક નજીક:

Image by Anja🤗#helpinghands #solidarity#stays healthy🙏 from Pixabay

આ કસરત થી તમારી આંખના સ્નાયુ મજબૂત થશે અને સાથે સાથે આંખોનું તેજ પણ વધે છે. જો તમે તમારા ચશ્માના વધતા નંબરથી પરેશાન હોય, તો આ કસરત કરો. આ કસરત તમે ક્યાંય પણ અને ક્યારેય પણ કરી શકો છો. તેના માટે તમે તમારી ઈચ્છા મુજબ ઊભા રહો કે બેસી જાઓ. તમારા હાથના અંગુઠાને ચેહરા થી ૧૦ ઇંચના અંતરે રાખો. સામે ૧૦ થી ૨૦ ફૂટ ના અંતરે રાખેલી કોઈપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો. હવે પહેલા અંગૂઠાને જુઓ પછી ૧૦ થી ૨૦ ફૂટ દૂર રાખેલી તે વસ્તુને જુઓ. આ દરમિયાન ઊંડા શ્વાસ લો.

ઝૂમ ઈન ઝૂમ આઉટ:

Image by Anastasia Gepp from Pixabay

આ કસરત થી તમારા ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ સારી થાય છે. આંખના સ્નાયુની કસરત થાય છે અને તે મજબૂત બને છે. આરામદાયક સ્થિતિમાં બેસી જાઓ. તમારો હાથ ચેહરાની સામે સીધો ફેલાવો. અંગુઠો ઉપર રાખો. હવે અંગૂઠા પર ધ્યાન કેન્દ્રિત કરો. અંગૂઠા પર ધ્યાન જાળવી રાખો અને તેને ધીમે ધીમે ચેહરા ની પાસે લાવો અને પછી ધીમે-ધીમે દૂર લઈ જાઓ. દરરોજ દસ વાર આ કસરત કરો. અંગૂઠાના બદલે તમે પેનનો ઉપયોગ પણ કરી શકો છો.

ગોળ ગોળ આંખો ફેરવવી:

Image by LhcCoutinho from Pixabay

આંખને પહેલા દસ વાર ઘડિયાળની દિશામાં અને દસ વાર ઘડિયાળ ની વિરુદ્ધ દિશામાં ફેરવો. આંખોના સારા તેજ માટે આ એક ઉત્તમ કસરત છે.

આંખોને આરામ પણ આપવો:

Image by Pezibear from Pixabay

ખુરશી ઉપર આરામથી બેસો અને માથું પાછળની તરફ કરીને આંખો બંધ કરી લો. ત્રણ મિનિટ સુધી આજ સ્થિતિમાં રહો. દિવસમાં ઓછામાં ઓછી એકવાર આ કસરત કરો.

આ યોગાસન જરૂરી છે:

સર્વાંગાસન:

Image source

 • પીઠ ઉપર સુઈ જાઓ. પગ એક-બીજા સાથે સુસંગત રાખો.
 • હાથોને બંને બાજુ બગલમાં સુસંગત રાખો.
 • હથેળીઓને જમીન તરફ રાખો.
 • શ્વાસ ભરીને પગની ધીમે ધીમે ઉપર કરો.
 • પગની 90 ડિગ્રી કે 120 ડિગ્રી ઉપર લઈ જઈને હાથથી કમરને સપોર્ટ આપો.
 • કોણી ને ઉઠવા ન દો. પગને ભેગા કરીને સીધા કરો.
 • થોડો સમય ઉભા રહો. ધીમે ધીમે પૂર્વવસ્થામાં આવી જાઓ.
 • આંખોને બંધ કરી ધ્યાન બંને ભ્રમરની વચ્ચે કેન્દ્રિત કરો.
 • તેને એક મિનિટથી શરૂ કરીને ત્રણ મિનિટ સુધી કે વધારે પણ કરી શકાય છે.

નોંધ: તેને હાઈ બ્લડ પ્રેશરવાળા, સ્થળાંતર થી પીડાતા લોકો તેમજ ગર્ભવતી સ્ત્રીઓ ન કરે.

શવાસન:

Image source

 • પીઠ ઉપર સુઈ જાઓ.
 • બંને પગ વચ્ચે લગભગ એક ફુટનું અંતર રાખો.
 • કમર તેમજ હાથની વચ્ચે છ ઇંચનું અંતર રાખો. હથેળીઓ ખુલ્લી રાખો.
 • પગના પંજા તરફથી શરીરને ધીમે ધીમે ઢીલું મૂકો.
 • આખા શરીરને સંપૂર્ણ રીતે ઢીલું મૂકી દો.
 • શ્વાસ ઉપરાંત સંપૂર્ણ તન અને મન એકદમ શાંત હોય.
 • અવધિ: ૩-૧૦ મિનિટ

આંખની સંભાળ માટે ના ઉપાય:

Image by StockSnap from Pixabay

 • સ્વસ્થ આંખો તેમજ ઉત્તમ તેજ માટે દરરોજ છ થી આઠ કલાકની ઊંઘ જરૂરી છે.
 • નિયમિત રીતે આંખોનું ચેક-અપ કરાવતા રહો.
 • તડકામાં નીકળતી વખતે હંમેશા સન ગ્લાસીસનો ઉપયોગ કરો.
 • જો તમે રમત ગમત માટે જાઓ છો તો રમતી વખતે આંખોની સુરક્ષાનું ધ્યાન રાખો.
 • કમ્પ્યુટર પર કામ કરતી વખતે ૫૦ મિનિટમાં દસ મિનિટનો બ્રેક લો. તેનાથી આંખને આરામ મળશે.
 • જો તમારા વજનમાં થોડો ઘણો પણ ફેરફાર થયો હોય કે પછી તમને સતત માથુ દુખી રહ્યુ હોય તો તરત જ ડોક્ટરને મળો.
 • બ્રેક દરમિયાન આંખો પર ઠંડા પાણીનો છંટકાવ કરો.
 • સારી ગુણવત્તાવાળો આંખનો મેકઅપ ઉપયોગ કરો.

તમારા આહારની પણ કાળજી લો:

 • વિટામીન એ, સી, અને કોપર તેમજ ઝીંક જેવા ખનીજો શ્રેષ્ઠ દ્રષ્ટિ માટે ખૂબ જ જરૂરી છે.
 • તેના માટે તમે વિટામિન-એ યુક્ત વસ્તુઓ જેવી કે ગાજર, પાલક, ટામેટા, તરબૂચ, અખરોટ, શક્કરિયા, દ્રાક્ષ વગેરે લો.
 • વિટામીન સી યુક્ત પદાર્થો જેવા કે પાર્સલી, બ્રોકોલી, પાલક, કોબીજ, ફ્લાવર, સેલરી, સ્ટ્રોબેરી, નારંગી, પપૈયા, દ્રાક્ષ, રાસબેરી,
 • તમારા આહારમાં અનાનસ, જામફળ વગેરે અને વિટામિન ઇ સમૃદ્ધ ખોરાક, જેમ કે સૂર્યમુખીના બીજ, બદામ, મગફળી, પાલક, સોયાબીન, કીવી, કેરી, બીટ વગેરેનો સમાવેશ કરો.
 • બીટા કેરોટીન તેમજ લ્યુટીન યુક્ત એન્ટીઓક્સીડેન્ટ મૈકયુલા ને સુરજના જોખમી કિરણોથી બચાવે છે. એન્ટી ઓક્સિડેન્ટ યુક્ત વિલાસ શાકભાજીઓ, ઇંડાની જરદી, પીળા કેપસીકમ મરચા, કોળુ, શક્કરિયા અને ગાજરનું સેવન કરો.
 • સલ્ફર, કાસ્ટાઇન અને લૈસિથિન આંખોની મોતીયા થી બચાવે છે અને લસણ તેમજ ડુંગળી માં તે ભરપૂર પ્રમાણમાં મળી આવે છે.
 • ડીએચએ એક ફેટી એસિડ છે જેનાથી આંખના કોષો મજબૂત બને છે અને આંખો પણ સ્વસ્થ રહે છે. વાઇલ્ડ સલ્મન, સારડીન,મૈકરેલ, કોડ વગેરે માછલીઓમાં પણ તે મળી આવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *