શરદી ઉધરસમાં કાળા મરી કઈ રીતે મદદરૂપ છે, તેના ફાયદા અને સેવન કરવાની રીતો વિશે જાણો

Image Source

કાળા મરીમાં ઘણા પ્રકારના પોષક તત્ત્વો જોવા મળે છે. જેના કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કાળા મરીનો પિપેરીન પેટમાં હાઇડ્રોકલોરિક એસિડનો સ્ત્રોત ઉતેજીત કરે છે, જે ભોજનના યોગ્ય પાચન માટે જરૂરી છે.

કાળા મરીને મસાલાનો રાજા અથવા બ્લેક ગોલ્ડના નામથી પણ ઓળખવામાં આવે છે. એક વિશિષ્ટ સુંગંધ અને સ્વાદ વાળી આ કાળા મરી ફક્ત આપણા શરીરને ગરમ રાખતી નથી, પરંતુ તેનાથી આપણને ઘણા ઔષધીય ગુણ પણ પ્રાપ્ત થાય છે. યુએસડીએ નેશનલ ન્યુત્રિયંટ ડેટાબેઝ મુજબ, મરી વિટામિનનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે, જેમકે થાયમીન, રાઈબોફ્લેવિન, સી, ઈ, બી6 અને કે. આ ઉપરાંત તે જસત , સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા ખનીજોથી પણ સમૃદ્ધ છે. તો ચાલો આજે અમે તમને તેનાથી મળતા ફાયદાની સાથે ઉપયોગની રીતો વિશે પણ જણાવી રહ્યા છીએ.

શ્રેષ્ઠ પાચનતંત્ર:

કાળી મરીમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. જેના કારણે તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કાળી મરીમાં પેપરીન પેટમાં હાઇડ્રોકલોરિક એસિડને સ્ત્રાવને ઉતેજીત કરે છે, જે ભોજનના શ્રેષ્ઠ પાચન માટે જરૂરી છે. તે સોજા, કબજિયાત અને ઝાડાને રોકે છે.

ઉધરસ-તાવથી રાહત:

ઉધરસ અને તાવને દૂર કરવામાં કાળી મરી ખૂબ જ અસરકારક રીતે કામ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તમે એક ચપટી કાળી મરી પાવડરમાં અડધી ચમચી મધ ઉમેરીને પીવો. તેનાથી ફ્લૂ, વાયરલ અથવા પ્રદૂષણના કારણે થનારી ગળા ના ખરાશની સારવાર થાય છે. આ ઉપરાંત તમે આદુ, તજ અને એલચીની સાથે ચામાં કાળી મરી નાખી શિયાળામાં થનારી મૌસમી સમસ્યાઓથી પોતાનો બચાવી શકાય છે.

વજન ઓછું કરે:

કાળી મરીનું નિયમિત સેવન ચયાપચયને વધારવામાં ખૂબ ફાયદાકારક છે. જે બદલામાં ચરબીને ઘટાડવામાં મદદ કરે છે અને તે વજન ઓછું કરવાની એક કુદરતી રીત છે. મસાલામાં રહેલ ફાઈટોન્યુટ્રિએન્ટ્સ ચરબીની કોશિકાઓને તોડવામાં મદદ કરે છે, જેનાથી શરીરમાં રહેલ વધારાની ચરબી અને ઝેરીલા પદાર્થો થી છુટકારો મેળવવામાં સરળતા રહે છે. તેનું સેવન કરવા માટે તમે તમારા ભોજનમાં એક ચપટી કાળી મરી નાખો.

ચેપથી રક્ષણ:

કાળી મરીનો એક વધુ શક્તિશાળી સ્વાસ્થ્ય ફાયદો ચેપથી લડવાની તેની અસાધારણ ક્ષમતા છે. મસાલાના એન્ટી બેક્ટેરિયલ ગુણ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને જંતુઓના કરડવાથી અને સામયિક ચેપને મટાડવામાં ખૂબ ફાયદાકારક થાય છે.

તમારા દાંતના સ્વાસ્થ્યમાં સુધારો કરે:

કાળી મરીના એન્ટી ઇફ્લેમેટરી ગુણ પેઢાના સોજાના સારવારમાં ઘણી મદદ કરે છે. તેના માટે તમે થોડી માત્રામાં મીઠું અને પાણી ઉમેરીને પેઢાની માલિશ કરવાથી દાંતના દુખાવાથી રાહત મળે છે. જોકે તમે તેની ખૂબ ઓછી માત્રા લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *