જો ગરમીથી પરેશાન હોય તો તેનાથી બચવા માટેના ઘરેલુ ઉપાયો વિશે જાણો.

મિત્રો, મે મહિનો આવી ગયો છે, અને સૂર્ય પોતાના સખત તાપની તીવ્રતાથી સંસારના સ્નેહને સુકવીને વાતાવરણમાં શુષ્કતા અને તાપ વધારીને મનુષ્યના શરીરનું તાપમાનમાં પણ વધારો કરી રહ્યું છે.

ગરમીમાં થતાં સામાન્ય રોગો:

ગરમીમાં થતી લાપરવાહીને લીધે શરીરમાં ડિહાઇડ્રેશન, લૂ લાગવી, ચક્કર આવવા, ગભરામણ થવી, નસકોરી ફૂટવી, ઉલટી ઝાડા, સનબર્ન, અળાયુ, જેવા ઘણા રોગો થાય છે.

આ રોગો થવાના મુખ્ય કારણો:

  • ગરમીની ઋતુમાં ખુલ્લું શરીર, ખુલ્લુ માથું, ખુલ્લા પગ, તડકામાં ચાલવું.
  • સખત ગરમીમાં ઘરેથી ભૂખ્યા પેટે કે તરસ્યા બહાર જવું.
  • કુલર કે એસીમાંથી નીકળીને તરત જ તડકામાં જવું.
  • બહાર તડકામાંથી આવીને તરત જ ઠંડું પાણી પીવું કે સીધુ કુલર કે એસીમાં બેસવું.
  • તીખા મરી મસાલા, વધુ પડતી ગરમ વસ્તુ ખાવી, ચા, દારૂ વગેરે નું વધારે સેવન કરવું.
  • સુતરાઉ અને ઢીલા કપડાને બદલે કૃત્રિમ અને ચુસ્ત કપડા પહેરવા.

આપણે અમુક નાની નાની પરંતુ મહત્વપૂર્ણ વાતોનું ધ્યાન રાખી, આ દરેકથી બચેલા રહીને ઉનાળાનો આનંદ માણી શકીએ છીએ.

ઉપચારથી સારવાર ઉત્તમ થાય છે ને?

તો ચાલો આપણે અમુક બચાવની રીતો જાણીએ:

  • ઉનાળામાં સુરજ પોતાના સખત કિરણોથી વિશ્વના સ્નેહને પીવે છે તેથી ગરમીમાં મધુર, ઠંડા, પ્રવાહી તથા ઇસ્નિગ્ધ ખાદ્ય પદાર્થો લાભદાયક હોય છે.
  • ઉનાળામાં જ્યારે પણ ઘરેથી બહાર નીકળો ત્યારે કંઈક ખાધા પછી અને પાણી પીધા પછી નીકળવું જોઈએ, ભૂખ્યા પેટે નીકળવું નહીં.
  • ઉનાળામાં વધારે ભારે કે વાસી ભોજન ન કરવું, કારણકે ઉનાળામાં શરીરની જઠરાગ્નિ મંદ હોય છે, તેથી તે ભારે ખોરાક સંપૂર્ણ રીતે પચાવી શકતુ નથી અને જરૂરથી વધારે ખાવાથી કે ભારે ખોરાક લેવાથી ઉલટી અને ઝાડા થઈ શકે છે.

  • ઉનાળામાં અને હળવા કપડાં પહેરવા જોઈએ.
  • ચહેરો અને માથુ રૂમાલ કે સાફાથી ઢાંકીને નીકળવું જોઈએ.

  • ડુંગળીનું સેવન કરવું જોઇએ અને ડુંગળી ખિસ્સામાં રાખવી જોઈએ.
  • બજારની ઠંડી વસ્તુઓ નહીં પરંતુ ઘરે બનાવેલી ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

  • ઠંડુ એટલે કે કેરીનો રસ, ખસખસ, ચંદન ગુલાબ ફાલસા સંતરાનું શરબત, ઠંડી સતું, દહીંની લસ્સી, મઠો, ગુલકંદનું સેવન કરવું જોઈએ.

  • આ ઉપરાંત દુધી, કાકડી, તોર, પાલક, ફુદીના, લીંબુ, તરબુત વગેરેનું સેવન વધારે કરવું જોઈએ.
  • દરરોજ બેથી ત્રણ લીટર ઠંડા પાણીનું સેવન કરવું જોઈએ.
  • જો તમે યોગના જાણકાર છો, તો સિત્કારી, શીતલી તથા ચંદ્ર ભેદન પ્રાણાયમ તેમજ શવાસનનો અભ્યાસ કરો તે શરીરમાં શીતળતાનો સંચાર કરે છે.

મિત્રો આવી કેટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખીને ઉનાળાની ગરમીથી આપણે પોતાને બચાવી શકીએ છીએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment