ગણેશજી અને લક્ષ્મીજીના જૂના ચાંદીના સિક્કાને સાફ કરવાના ઘરેલુ ઉપચાર વિશે જાણો

Image Source

દિવાળી પૂજન માટે ગણેશજી અને લક્ષ્મીજીના જૂના ચાંદીના સિક્કાને ચમકાવવાના સરળ ઘરેલુ ઉપચાર જાણો.

વર્ષ દરમિયાન લાંબી રાહ પછી દિવાળીનો તહેવાર એક વાર ફરી આવી રહ્યો છે. દિવાળીનો તહેવાર આ વખતે 4 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવશે. દિવાળી પેહલા જ લોકોએ ઘરની સાફ સફાઈ અને સજાવટ નું કામ શરૂ કરી દીધું છે. ઘર, ફર્નિચર અને સાધનોની સાફ સફાઈની સાથે કેટલીક બીજી પણ મહત્વપૂર્ણ વસ્તુઓ હોય છે, જેને સાફ કરવી ખૂબજ જરૂરી હોય છે.

અમે વાત કરી રહ્યા છીએ દિવાળીના પૂજનમાં રાખવામાં આવતા ગણેશજી અને લક્ષ્મીજીના ચાંદીના સિક્કાની. સામાન્ય રીતે તો દર વર્ષે લોકો તેમના ઘરે ગણેશજી અને લક્ષ્મીજીના ચાંદીના સિક્કા લાવે છે પરંતુ જો જુના ચાંદીના સિક્કા હોય તો પૂજા તેની પણ કરી શકાય છે. આવી સ્થિતિમાં ગણેશજી અને લક્ષ્મીજીના જુના ચાંદીના સિક્કા કાળા પડી ગયા હોય તો તમે તેને ઘરે જ કેટલાક સરળ ઉપચારને અજમાવી ફરીવાર નવા જેવી ચમક મેળવી શકો છો.

તો ચાલો અમે તમને જણાવીએ કે તમે કેવી રીતે ગણેશજી અને લક્ષ્મીજીના ચાંદીના સિક્કાની ઘરે સફાઈ કરી શકો છો.

Image Source

એલ્યુમિનિયમ વરખ

તમે બપોરના નાસ્તામાં ખોરાક પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ તો કરતા જ હશો. તમે આ એલ્યુમિનિયમ ફોઇલ ની મદદથી ચાંદીના સિક્કાની સફાઈ કરી શકો છો. તેના માટે તમે બધા સિક્કા પર પહેલા ટેલકમ પાવડર છાંટી લો. હવે એલ્યુમિનિયમ ફોઇલ નો એક બોલ બનાવો અને સિક્કાને સરખી રીતે ઘસો. તેનાથી સિક્કા નવા જેવા ચમકવા લાગશે.

હેન્ડ સેનિટાઈઝર

હેન્ડ સેનિટાઈઝર ની મદદથી પણ તમે ચાંદીના સિક્કાની સફાઈ કરી શકો છો. ખરેખર, હેન્ડ સેનિટાઈઝરમાં આલ્કોહોલ હોય છે તેનાથી ચાંદી પર જામેલા અણુઓના ઓકસીડેશનની કાળી પરત સાફ થાય છે. તમે હેન્ડ સેનિટાઈઝર (ઘર પર સેનેટાઈઝર બનાવો) ને થોડા સમય માટે સિક્કા પર લગાવેલ રહેવા દો. ત્યારબાદ સિક્કાને હાથથી ઘસી અને પાણીથી સાફ કરી લો. તમે ચાંદીના સિક્કાને ચમકતો મેળવશો.

ટૂથપેસ્ટ

ટૂથપેસ્ટ દાંતોની સાફ-સફાઈ સાથે જ ઘરના ઘણા સામાન સાફ કરવામાં ઉપયોગી છે. ટૂથપેસ્ટથી તમે ગણેશજી અને લક્ષ્મીજીના ચાંદીના સિક્કાની સફાઈ કરી શકો છો. તેના માટે તમારે એક સ્વચ્છ બ્રશ, મીઠું અને ટૂથપેસ્ટની જરૂર પડશે. ટૂથપેસ્ટમાં મીઠું ઉમેરી તમે બ્રશની મદદથી સિક્કાને સાફ કરી શકો છો. ત્યારબાદ સિક્કાને સ્વચ્છ પાણીથી ધોઈ અને કપડાથી લૂંછી લો.

લીંબુનો રસ

લીંબુના રસમાં સાઈટ્રિક એસિડ હોય છે. જો તમારે ગણેશજી અને લક્ષ્મીજીના જુના ચાંદીના સિક્કાને સાફ કરવા છે તો તમે 1/2 કપ લીંબુના રસમાં 2 મોટી ચમચી બેકિંગ સોડા ઉમેરી લો. આ મિશ્રણથી તમે સિક્કાને સાફ કરો. પેહલા થોડી વાર માટે લીંબુ અને બેકિંગ સોડાના દ્રાવણ ને સિક્કાની બંને બાજુ લગાવેલ રહેવા દો. થોડી વાર પછી તમે સિક્કાને એક સ્વચ્છ બ્રશથી ઘસો, તેનાથી સિક્કામાં નવા જેવી ચમક આવી જશે.

હેર કન્ડીશનર

જો તમારા ગણેશજી અને લક્ષ્મીજીના ચાંદીના સિક્કા કાળા પડયા નથી અને તેની ચમક ફીકી લાગે છે તો હેર કન્ડીશનરથી સિક્કાને સાફ કરી તેની ચમક પાછી મેળવી શકો છો.

આશા છે કે તમને આ સરળ ઘરેલૂ ઉપચાર પસંદ આવ્યા હશે. જો તમને આ લેખ સારો લાગ્યો હોય તો તેને શેર અને લાઇક જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment