શરીરમાં લોહીની માત્રા વધારતા આહાર અને ડાયેટ પ્લાન વિશે જાણો

માનવ શરીરને જીવંત રાખવા માટે લોહી જરૂરી અવયવોમાંથી એક છે. તે સંપૂર્ણ શરીરમાં ઓક્સિજન અને પોષક તત્વોને પહોંચાડવાનું કામ કરે છે. તેની સાથે જ તે કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ઝેરીલા પદાર્થોને શરીરના અંગો જેમ કે કિડની ફેફસા અને પાચનતંત્ર માંથી કાઢીને શરીરની બહાર કાઢવાનું કામ પણ કરે છે. આ ઉપરાંત લોહી શરીરમાં થતા ચેપથી પણ બચાવે છે અને હોર્મોન માટે કેરિયરનું પણ કામ કરે છે. લોહી, રક્ત કણો અને પ્લાઝમા સાથે મળીને બને છે. જુદા જુદા રક્ત કણોનું જુદું જુદું કામ હોય છે. જો શરીરમાં લોહીની ઉણપ અથવા હિમોગ્લોબીનની ઉણપ થાય તો ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઇ શકે છે. આ લેખમાં અમે શરીરમાં લોહી બનાવતા ખાદ્ય પદાર્થો અને દરરોજના ખોરાક દ્વારા કેવી રીતે તેની માત્રાને જાળવી શકાય છે, તેના વિશે વાત કરીશું. તો ચાલો જાણીએ.

શરીરમાં લોહીની માત્રા વધારતા ખોરાક:

શરીરમાં હિમોગ્લોબીનને વધારવામાં યોગ્ય ખોરાક એક મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. અને ચોક્કસપણે ભારતીય ભોજનમાં તેવા ઘણા ખાદ્ય પદાર્થો છે જેનાથી હિમોગ્લોબીનની માત્રા વધારવામાં ફાયદો થાય છે. તો ચાલો જાણીએ લોહીની માત્રા વધારવા માટે શું ખાવું જોઈએ.

૧. ખમીર યુક્ત ખોરાક –

ભારતમાં મોટાભાગના લોકો વિટામિન 12 ની ઉણપથી પીડાય છે અને તેની ખૂબ વધારે માત્રામાં ઉણપ હોવાને કારણે પેરનીસિયસ એનીમિયાથી પીડાય શકે છે. તે એક લોહીની ઉણપ સબંધિત ગંભીર રોગ છે. સાથેજ વેગન તેમજ શાકાહારી ખોરાકમાં વિટામિન બી ૧૨ની માત્રા ઘણી ઓછી હોય છે. આ સ્થિતિમાં ફર્મેટેડ ફૂડ અમુક હદ સુધી તમારી વિટામિન ૧૨ની જરૂરિયાતને પૂરી કરી શકે છે. પ્રયત્ન કરવો કે દિવસમાં એક ખોરાક આ ફર્મેટેડ ફૂડ માંથી જરૂર હોય. તેને તમે ઇચ્છો તો નાસ્તામાં ઈડલી સંભાર અથવા સાંજના સમયે ઢોકળા વગેરે રૂપમાં લઈ શકો છો. આ ઉપરાંત અથાણું, ઢોસા, ઢોકળા, બ્રેડ, મઠો, દહીં, કાંજી, દાળ ભાત, અંબાલી, અંદુરી પીઠા, હવાઇજર, અખોની, મિસો વગેરે ભારતના જુદા જુદા વિસ્તારમાં બનતા ખોરાક છે, જેનો જુદા જુદા સ્વાદ અને ગુણો મુજબ ઉપયોગ કરી શકાય છે.

૨. કાબુલી ચણા

કાબુલી ચણા શાકાહારી વ્યક્તિઓ માટે સ્વાદિષ્ટ અને લોહ તત્વનો સારો સ્ત્રોત છે. તમે તેને તમારી શાકભાજી, સલાડ, પાસ્તા અને પુલાવ વગેરેમાં ઉમેરીને ઉપયોગ કરી શકો છો. જો તમને તેનું ટેક્સચર પસંદ ન હોય તો તમે તેની પ્યુરી બનાવીને હમ્મસ તરીકે ઉપયોગ કરી શકો છો, તેમાં લીંબુના રસને ઉમેરીને ઉપયોગ કરવાથી વિટામિન સીની માત્રા વધી જાય છે જે ફળમાં જોવા મળતા આયર્નના અવશેષણમા મદદ કરે છે.

૩. ગોળ

ભોજન કર્યા પછી ગોળનું સેવન ભારતીય મીઠાઈઓમાં સૌથી પ્રાચીન છે. ગોળનો ઉપયોગ દરરોજ કોઇપણ રૂપે કરવાથી એનિમિયા થવાનું જોખમ નિયંત્રિતમાં રહે છે. ફોલિક એસિડ અને આયર્ન આ બંનેની ઉણપથી એનિમિયા થાય છે.
ગોળ આ બંને વિટામિન અને ખનિજનો મુખ્ય સ્ત્રોત છે, ગોળનો દરરોજ ઉપયોગ આ બંનેના બચાવમાં મદદરૂપ છે. ગોળમાં આ તત્વોની સાથે લોહતત્વ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ અને ઝીંક જેવા તત્વ પણ ઘણી માત્રામાં જોવા મળે છે, જે લોહીના સુધારામાં મદદ કરે છે. ગોળનો ઉપયોગ દરરોજ કરવાથી તમારી ત્વચા મુલાયમ, સ્વસ્થ અને ચમકદાર બને છે.

૪. તલ

ભારતમાં તલનો ઉપયોગ ઘણો વધારે જોવા મળે છે. તલને આયર્ન, કોપર, ફોસ્ફરસ, વિટામિન ઈ અને ઝીંકનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ૧ કપ તલમાં ૨૦ મિલી ગ્રામ આયર્નની માત્રા જોવા મળે છે જે તમારા દરરોજની આયર્નની માંગ ને પૂર્ણ કરવામાં ઘણી હદ સુધી મદદ કરે છે. તલનો ઉપયોગ તમે તમારા એનર્જી બાર, ચીક્કી, સલાડ, લાડુ અને મુખવાસ રૂપે પણ કરી શકો છો.

લોહી ( હિમોગ્લોબીન) વધારતા પોષક તત્ત્વો :

આયર્ન, ફોલિક એસિડ, વિટામિન બી 12 નો દરરોજ ઉપયોગ તમારા શરીરમાં લોહીના સ્તરને યોગ્ય બનાવી રાખવામાં મદદ કરે. સાથેજ વિટામિન સીનો ઉપયોગ આયર્નના અવશોષણમાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કે આપણે આપણા ભોજનમાં આ પોષક તત્વોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

૧.આયર્નથી ભરપુર ભોજન –

શરીરમાં લોહીની ઉણપ અથવા હિમોગ્લોબીનનું ઓછું થવું, એ આયર્નના ઉણપનું લક્ષણ છે. આયર્નથી ભરપૂર ભોજન આ સ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તમારા ભોજનમાં આ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તેને આયર્નથી ભરપૂર બનાવી શકો છો.

  • લીલા પાંદડાવાળા શાકભાજી
  • ઈંડાની જરદી
  • આખું અનાજ
  • દાળો અને ફળો
  • માંસ અને માછલી
  • સૂકા મેવા અને ખજૂર
  • મગફળી, કદુના બીજ વગેરે

૨. વિટામિન સીથી ભરપુર ભોજન

લોહી માટે વિટામિન સી એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે. આયર્ન એ હિમોગ્લોબીનનું મુખ્ય તત્વ છે અથવા આયર્નના અવશોષણમાં વિટામિન સી મુખ્ય ભૂમિકા ભજવે છે, તેના અભાવમાં આયર્નનું અવશોષણ થઈ શકતું નથી. ભોજનમાં સંતરા, લીંબુ, શિમલા મરચું, ટામેટા, દ્રાક્ષ, બોર વગેરેનો વધારે ઉપયોગ તમારા શરીરમાં વિટામિન સીની પૂર્તિ કરે છે. યોગ્ય અવશોષણ માટે દરરોજ ભોજનની સાથે એક ગ્લાસ લીંબુના રસનો ઉપયોગ કરવો યોગ્ય છે.

૩. વિટામિન બી 12થી ભરપુર ભોજન

વિટામિન બી 12ની ઉણપથી બી 12 ડીફીશિયેસી એનીમિયા અને પરનીસિયસ જોવા મળે છે. વિટામિન બી 12 ના ઉપયોગથી તમે તેને સરળતાથી વ્યવસ્થિત કરી શકો છો. ભોજનમાં આ વસ્તુઓના ઉપયોગથી વિટામિન બી12ની માત્રાને વધારી શકાય છે :

  • ઓર્ગન મીટ – લીવર, કિડની
  • માંસ અને માછલી – ચિકન, માછલી, પ્રોન, લૉબ્સ્ટર
  • વિટામિન બી12 ફોર્ટિફાઇડ ફૂડ – જ્યુસ, માવા વાળુ દૂધ, માવાનું માખણ,ઓછી ચરબી વાળુ દૂધ, દહીં, ચીઝ, ઈંડા, ખમીર

૪. ફોલિક એસિડથી ભરપુર ભોજન

ફોલિક એસિડને વિટામિન બી9 નામે પણ ઓળખવામાં આવે છે જે શરીરમાં લાલ રક્ત કણોના નિર્માણમાં મદદ કરે છે. તેની ઉણપથી લોહીમાં હિમોગ્લોબીનના સ્તરમાં પણ ઉણપ જોવા મળે છે જે ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રૂપે જોવા મળે છે. ભોજનમાં દરરોજ આ વસ્તુનો ઉપયોગ કરવાથી તેને પૂર્ણ કરી શકાય છે

  • લીલા પાંદડાવાળા શાકભાજી
  • ફણગાવેલા કઠોળ
  • સૂકા ફળ
  • મગફળી
  • કેળા
  • બ્રોકલી
  • બીટ
  • લીવર

Image Source

હિમોગ્લોબીન વધારવા માટે આ પ્રમાણે કરો:

જીવનશૈલી સાથે જોડાયેલ કેટલીક અન્ય વાત પણ છે જે શરીરમાં લોહી બનાવવાની પ્રક્રિયાને અસર કરી શકે છે.

  • કૈફીન વાળા પીણા જેમકે – ચા, કોફી, કાર્બોનેટેડ ડ્રીંક, એનર્જી ડ્રીંક વગેરે ટાળો. તેનો ઉપયોગ પોષક તત્વોના અવશોષણને અસર કરે છે.
  • ધૂમ્રપાન ટાળો.
  • ભોજનમાં ઑક્સેલેટ યુક્ત વસ્તુઓ ટાળો જેમકે – પાલક, કોફી, ચોકલેટ, કાર્બોનેટેડ ડ્રીંક તે આયર્નના અવશોષણને અસર કરે છે.
  • સાદા પાણીમાં લીંબુનો રસ ઉમેરીને ઉપયોગ કરો.
  • ભોજનમાં આયર્નની માત્રા વધારવા માટે લોખંડના વાસણનો ઉપયોગ કરો.
  • જો તમને પેટના ગેસની સમસ્યા છે તો તેને સરખું કરવા માટે ગેસ્ટ્રોઈન્ટેરોલોજીસ્ટ નો સંપર્ક કરો.
  • નિયમિત રૂપે તમારા સંપૂર્ણ બોડી ચેકઅપ માટે જાઓ કથા કોઈપણ પ્રકારના પોષણ સંબંધી સમસ્યાઓના લક્ષણો દેખાય તો તરત જ ઉપચાર કરવો.

લોહીની માત્રા વધારવા માટે ભારતીય ડાયટ પ્લાન :

લોહીની માત્રા વધારવા માટે આપણું ભોજન ઉત્તમ હોવું ખૂબ જરૂરી છે. તેવામાં અમે તમને જણાવી રહ્યા છીએ તે ડાયટ પ્લાન જે શરીરમાં લોહીની માત્રા વધારવામાં તમારી મદદ કરી શકે છે.

  • સવારે ભૂખ્યા પેટે- ૧ ગ્લાસ હુફાળું પાણી, ૪ ખજૂર, ૬ બદામ.
  • સવારનો નાસ્તો – ૨ પરોઠા, ૧ વાટકી દહીં, ૧ નાનુ સંતરુ.
  • મધ્ય ભોજન – બીટ,ગાજર, ટામેટાની જ્યુસ અને ૧ ગ્લાસ લીંબુનો રસ.
  • બપોરનું ભોજન – ૨ મેથીની રોટલી, ૧ વાટકી વેજીટેબલ પુલાવ, ૧ વાટકી કઢી, ૧ વાટકી સલાડ.
  • સાંજની ચા – ૧ કપ હર્બલ ચા, ૧ ચમચી શેકેલા સૂર્યમુખી અને કોળાના બીજ.
  • રાતનું ભોજન – ૧ વાટકી વેજીટેબલ સુપ, ૨ રોટલી, ૧ વાટકી પાલક પનીર/ ઈંડા કરી.
  • સૂતી વખતે – ૧ કપ દૂધ.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment