જાણો, નકારાત્મક વિચારોથી છુટકારો મેળવવાના ૮ સરળ ઉપાયો વિશે.

Image Source

આજકાલના જમાનામાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય છે. આ નકારાત્મકતા વ્યક્તિને પોતાની યોગ્યતા અને ક્ષમતા પર શંકા કરવા મજબુર કરી દે છે. આ વિચારને કારણે તે તેમના જીવનની સારી ક્ષણોને ગુમાવી રહ્યો છે અને આ દરેક વસ્તુઓ વ્યક્તિની પ્રગતિને રોકી રહી છે. જો તમે પણ આ સમસ્યામાં છો અને ઈચ્છો છો આ નકારાત્મક વિચારને બદલવાનો તો આ લેખ જરૂર વાંચો. અહી તમે શીખશો કે નકારાત્મક વિચારોથી છુટકારો કેવી રીતે મેળવવો.

Image Source

૧. નકારાત્મક વિચારોના વ્યક્તિઓથી દૂર રહો:

તેવા લોકો જે નકારાત્મક વિચાર રાખે છે, તેની સાથે રહેવાથી ઘણી અસર પડે છે. એવા લોકો નકારાત્મક વિચારો આપે છે અને જો તમે એવા લોકોની સાથે રહેશો તો તમારા માટે તમારી વિચારસરણી બદલવી ખૂબ જ મુશ્કેલ થઈ શકે છે. તમારો દ્રષ્ટિકોણ, બદલવા માટે તમારે નકારાત્મક વિચાર વાળા લોકોથી અંતર રાખવું પડશે અને તમારે સારા મિત્ર બનાવવા પડશે જેની સાથે તમને સકારાત્મક વિચારો મળે.

Image Source

૨. યોગ અને પ્રાણાયમને તમારા જીવનનો ભાગ બનાવો:

તે જરૂરી નથી કે યોગ અને પ્રાણાયામ હંમેશા તમારા શારીરિક સ્વાસ્થ્યનો જ વિકાસ કરે છે તેનાથી તમારો માનસિક વિકાસ પણ થાય છે. દરરોજ ફક્ત ૩૦ મીનીટ યોગ અથવા પ્રાણાયામ કરવાથી તમે તમારામાં બદલાવનો અનુભવ કરશો. તેનાથી તમારો મૂડ ખુશ રેહશે અને માનસિક સંતોષ પણ રેહશે.

Image Source

૩. તમારા આસપાસના વાતાવરણને શ્રેષ્ઠ બનાવો:

તે ખૂબ જરૂરી છે કે તમે તમારા આજુબાજુના વાતાવરણને સ્વચ્છ રાખો. ખરાબ વાતાવરણમાં રહેવાથી નકારાત્મક વિચાર આવે છે. સકારાત્મક વિચાર માટે તમારે તમારા આસપાસના વાતાવરણમાં સુધારો કરવો પડશે. તમે canvas થી ફ્રી પ્રેરણાત્મક પોસ્ટરો બનાવીને તમારા રૂમમાં લગાવી શકો છો. જેને જોઈને તમને પ્રેરણા મળશે અને તમને સારું લાગશે.

Image Source

૪. ઉદાસી છોડો અને હસતા રહો:

જે લોકો ખૂબ જ ઉદાસ અને ચિંતામાં રહે છે તેના માટે હાસ્ય ખુબજ ફાયદાકારક રેહશે. હસવું તે ખૂબ જ સારું છે, જેમાં તમારે કોઈ કારણ વગર દરરોજ ૧૦ મિનીટ હસવાનું હોય છે. તેમ કરવાથી તમારા વિચારમાં સકારાત્મકતા આવશે અને તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

૫. ભગવાનનું ધ્યાન કરો:

આજકાલના જમાનામાં આનાપર ખૂબ ઓછા લોકો વિશ્વાસ કરે છે, પરંતુ મારું માનવું છે કે ઈશ્વરમાં ધ્યાન કેન્દ્રિત કરી તમે તમારા મનને કેન્દ્રિત કરી શકો છો અને તમારી બધી સમસ્યાઓ તેને જણાવો છો. એમ કરવાથી તમારું મન હળવું થાય છે અને તમે સારો અનુભવ કરો છો. દિવસ દરમિયાન ફક્ત ૫ થી ૧૦ મિનિટ ઈશ્વરની ઉપાસના કરવાથી જીવનમાં ઉત્સાહ આવે છે તો તે તમે જરૂર કરો.

Image Source

૬. તમારુ ધ્યાન ક્યાંક બીજે કેન્દ્રિત કરો:

જ્યારે પણ તમને નકારાત્મક વિચારો આવે છે તો ત્યારે તમારૂ ધ્યાન બદલવાનો પ્રયત્ન કરો. તમે તમારું કોઈ પણ મનપસંદ કામ કરી શકો છો જેમકે સારા પુસ્તક વાંચવા, પ્રેરણાત્મક અવતરણો વાંચવા , સારા ગીત સાંભળવા, રમત ગમત વગેરે. તેનાથી નકારાત્મક વિચાર આવવાના બંધ થઈ જશે અને તમે સારો અનુભવ કરશો.

Image Source

૭. તમારી બોડી લેંગ્વેજ સુધારો:

બોડી લેંગ્વેજ સુધારવાથી તમે તમારી અંદર ખુબજ સારો સુધારો મેળવશો. જો તમે ખુબજ સુસ્ત રહો છો તો તમારે તે જરૂર કરવું જોઈએ. સુસ્તી વ્યક્તિમાં નકારાત્મકતાને વધારે છે, તેનાથી છુટકારો મેળવવા માટે તમારે તમારા ચાલવા, ઉઠવા, બેસવા અને જમવાની રીત પર ધ્યાન આપવું પડશે.

આ વસ્તુ પર ધ્યાન આપો:

  • ચાલતી વખતે પગ ને જમીન સાથે ઘસવા નહિ અને સીધા ચાલો.
  • જમતી વખતે અવાજ કાઢવો નહિ અને સારી રીતે ચાવીને ખાઓ.
  • વાકા બેસવું નહીં અને સીધા બેસો.
  • આંખો મેળવીને વાત કરવી, ઝુકાવીને નહિ.

૮. સમસ્યાઓનો ઉકેલ કાઢો:

આજના સમયમાં એવો કોઈ વ્યક્તિ નથી જે સમસ્યાઓથી ઘેરાયેલા ન હોય, સમસ્યાઓ બધાના જીવનમાં આવે છે. બસ આપણને એ સમસ્યાઓનો ઉકેલ કાઢતા આવડવું જોઈએ. ઘણા બધા લોકો સમસ્યાઓનો ઉકેલ કાઢવાને બદલે ધ્યાન કેન્દ્રિત કરી દે છે, અને આજ કારણે તે પરેશાન રહે છે અને નકારાત્મક વિચારવા લાગે છે.

તેનાથી છુટકારો મેળવવા માટે તમે સકારાત્મક વિચાર રાખીને તમારી સમસ્યાઓનું સમાધાન કાઢો અને શ્રેષ્ઠ અનુભવ કરો.

તો મિત્રો હું આશા કરું છું કે આ લેખથી તમને મદદ મળશે અને તમે તમારું જીવન સુખીથી વિતાવશો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *