જાણો તમારા ઘરના બજેટને સંતુલિત રાખવાની ૧૦ સરળ રીત વિશે

Image Source

મોંઘવારી વધી રહી છે અને સાથે જ આપણી અને તમારી જરૂરિયાતો પણ. સાચું માનીએ તો મોંઘવારીએ આપણા ઘરનું બજેટ બગાડ્યું છે. દરેક વ્યક્તિ આજકાલ બચતના નવા નવા ઉપાય શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ સ્થિતિમાં તમે પણ ઘરનું બજેટ બચત સાથે બનાવી લો. તો ચાલો જાણીએ:

૧. રસોઈ બનાવવાની પ્રક્રિયામાં સુધારો લાવીને પણ બજેટને બગડતું બચાવી શકાય છે. યોગ્ય રીતે કુકિંગ ગેસનો ઉપયોગ કરીને તમે લગભગ ૧૫ થી ૨૦ ટકા સુધી ઊર્જા બચાવી શકો છો. તેથી ગેસની જ્યોત પર ધ્યાન આપતા રહો. ગેસની જ્યોત જો વાદળી હોય, તો તેનો અર્થ છે કે તે યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે. જો જ્યોત પીળો દેખાય તો તરત ચુલ્હાની સફાઈ કરાવો, કેમકે તેનાથી ગેસનો વપરાશ વધારે થાય છે.

૨. ચૂલ્હા પર તેવા વાસણનો ઉપયોગ કરો, જે સંપૂર્ણ રીતે બર્નર પર બંધ બેસે. જમવાનું હંમેશા ઢાંકીને જ બનાવો. જમવાનું બનાવતી વખતે પ્રેશર કુકરનો ઉપયોગ ઊર્જાની બચત માટે યોગ્ય હોય છે. તેવીજ રીતે રસોઈ બનાવવામા ઓછા તેલનો ઉપયોગ કરો. જો શાકભાજી વધારે હોય, તો તેને ફેકવાને બદલે તેનો ઉપયોગ સ્ટફડ પરોઠા અથવા ચાઇનીઝ ડીશ બનાવવામાં કરો.

૩.ફ્રીજમાંથી કોઈપણ વસ્તુ કાઢીને તરત ગેસ પર ચઢાવવી નહિ. તેને પહેલા ઓરડાના તાપમાને આવવા દો અને પછી ગરમ કરો.

૪. દરેક ઘરમાં ઉપયોગ થતી વીજળીનો ૨૫ થી ૩૦ ટકા બગાડ થાય છે. જો કોઈ સાધનો જેમકે ટીવી, કમ્પ્યુટર, સ્પીકર વગેરેનો ઉપયોગ થઈ રહ્યો નથી, તો તેને બંધ કરી દો. કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુને સ્ટેન્ડ બાય મોડ પર રાખવાથી પણ વીજળીનો વપરાશ થાય છે. તેથી સ્વીચ બોર્ડનો પાવર બંધ કરો.

૫. પાણીના બગાડનો અર્થ છે વીજળીનો બગાડ કેમકે મોટાભાગના શેહરોમા વીજળીનો સૌથી વધારે ઉપયોગ પાણીની સફાઈ અને તેના સપ્લાયમાં થાય છે. તમારા વીજળીના બિલનો લગભગ એક ક્વાટર ભાગ પણ તેમાંથી આવે છે. આ બચત માટે બાથરૂમમાં પાણીના વપરાશ પર ધ્યાન આપો. આ ઉપરાંત શાવરથી સ્નાન કરવાને બદલે ડોલમાં પાણી ભરીને સ્નાન કરો.

૬. ફ્રીજને એવી જગ્યાએ રાખો જ્યાં વધારે ઠંડુ રહેતું હોય. ફ્રીજનું તાપમાન ત્રણથી પાંચ ડિગ્રીની વચ્ચે જ રાખો. જો તમે ફ્રીજને ડિફ્રોસ્ટ‌ કરતા નથી, તો તેમાં બરફ વધારે માત્રામાં જામે છે. આ જામેલા બરફથી ફ્રીજનું કુલિંગ પાવર તો ઓછું થાય જ છે, સાથે વીજળીનો વપરાશ પણ વધી જાય છે. તેથી સમયાંતરે ફ્રીજને ડિફ્રોસ્ટ‌ કરતા રહો.

૭. કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ જેમકે ફ્રીઝ અથવા એયર કંડીશનર વગેરે ખરીદતા પહેલા તેની સ્ટાર રેટિંગ જરૂર ચકાસો. કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર સ્ટાર જેટલા વધારે હશે, તે વીજળીની વપરાશ તેટલી ઓછી કરશે.

૮. કોઈપણ વસ્તુની ઓનલાઇન અથવા ઓફ્લાઈન ખરીદી કરતા પેહલા બજારમાં સર્વે જરૂર કરો. જો તમને કોઈ ઓફર મળી રહી છે, તો તેનો પૂરો ફાયદો ઉઠાવો.

૯. બટેકા, કાંદા અથવા જુદા જુદા અનાજ, આ બધાની ખરીદી જથ્થાબંધ બજારમાંથી કરો. છૂટક બજારની તુલનામાં જથ્થાબંધ બજારથી આ વસ્તુની ખરીદીમાં ઘણી બચત થાય છે અને વસ્તુ પણ સારી મળે છે. તેનાથી લગભગ ૩૦ થી ૪૦ ટકા પૈસાની બચત થશે. જો શાકમાર્કેટમાં ઓછી કિંમતમાં બટેકા – કાંદા મળી રહ્યા છે, તો તમે વધારે માત્રામાં તેની ખરીદી કરી શકો છો.

૧૦. જો કોઈ વસ્તુ વધારે મોંઘી થઈ ગઈ છે, તો તેના બદલે થોડા સસ્તા વિકલ્પના ઉપયોગ વિશે પણ વિચારી શકાય છે. ઉદાહરણ તરીકે જો અડદની દાળ ઘણી વધારે મોંઘી થઈ ગઈ છે, તો તેના બદલે મગ અથવા ચણાની દાળનો ઉપયોગ કરી શકાય છે. તેમાં પણ પોષક તત્વોની માત્રા એક સરખી હોય છે.

મિત્રો આ પોસ્ટ તમને કેવી લાગી, નીચે આપેલ કોમેન્ટ બોકસના માધ્યમ દ્વારા મને જરૂર જણાવો.જો તમે અમારી નવી પોસ્ટ સીધા તમારા ઈ મેઈલ ઇનબૉક્સમાં પ્રાપ્ત કરવા ઈચ્છો છો, તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *