જાણો ભારતના ૧૦ એડવેંચર ડેસ્ટિનેશન વિશે, જ્યાં જવા માટે ઘણી હિંમતની જરૂર છે

Image Source

કેટલાક લોકોને આવી જગ્યાઓ નું અન્વેષણ કરવાનો ખૂબ શોખ હોય છે જે જોખમોથી ભરેલું હોય છે. જોકે આવા સાહસિક સ્થળોએ જવાની પણ એક અલગ મજા હોય છે. પરંતુ ધ્યાન રાખવું કે આવા સ્થળોએ હંમેશા ગ્રુપમાં જ જવું જોઈએ. આવા પ્રવાસ સ્થળો પર એકલા જવું જોખમી થઈ શકે છે. ચાલો તમને ભારતના ૧૦ સૌથી રોમાંચક સ્થળો વિશે જણાવીએ જ્યાં જવા માટે ખૂબ હિંમત જોઈએ.

Image Source

રૂપકુંડ તળાવ:

ઉત્તરાખંડમાં ૫૦૨૯ મીટરની ઊંચાઈએ આવેલું રૂપકુંડ તળાવ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે ઘણું પ્રખ્યાત છે. રૂપકુંડ તળાવની શોધ ૧૯૪૨મા બ્રિટિશ રેન્જરે કરી હતી. તળાવમાં બરફ પીગળ્યાં પછી મળી આવેલા હાડપિંજરના રહસ્ય આજે પણ એક વણઉકેલી કડી માનવામાં આવે છે.

Image Source

ચંબલની ખીણ:

ચંબલના કોતરોનું નામ આવતા જ લોકોના મગજમાં ડાકુઓના નામ આવવા લાગે છે. તેના વેરાન જંગલ અને ડુંગરાળ વિસ્તારોના ભયમાં વધુ લાંબા સમય સુધી ટકી રહેવું કોઈપણના માટે મુશ્કેલ છે.

Image Source

દમસ બીચ:

ગુજરાતના સમુદ્ર કિનારે આવેલું દમસ ભારતનું સૌથી ભયાનક સ્થળ છે. ડુમસ બીચ તરીકે પ્રખ્યાત આ વિસ્તાર ભયાનક હોવાને કારણે પ્રવાસીઓમાં ઘણું લોકપ્રિય છે.

Image Source

ગુરેઝે ખીણ:

જો તમે જમ્મુ કાશ્મીરની ગુરેઝ ખીણની મુલાકાત લેવા ઇચ્છો તો ફરવા માટેનો યોગ્ય સમય મે થી ઓક્ટોબર છે. નીચા તાપમાને અહીંના પહાડી વિસ્તારોમાં ઘણા પ્રકારના પડકારો રહે છે.

Image Source

થાર રણ:

થારનું રણ લહેરદાર રેતાળ પર્વતોનો વિસ્તાર છે જેને વિશાળ ભારતીય રણ પણ કહેવાય છે. કેટલોક ભાગ ભારતના રાજસ્થાનમાં અને કેટલોક પાકિસ્તાનમાં આવેલો છે. ૨,૦૦,૦૦૦ વર્ગ કિમીમાં ફેલાયેલા આ ક્ષેત્રના પશ્ચિમમાં સિંધુ દ્વારા સિંચિત ક્ષેત્ર છે.

Image Source

કુલધારા:

કુલધારા રાજસ્થાનના જેસલમેર શહેરમાં ૨૫ કિલોમીટરના અંતરે આવેલું એક પ્રખ્યાત ઐતિહાસિક ગામ છે. આ એક ડરામણું ગામ છે, જ્યાં પ્રવાસીઓને સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચે જ જવાની પરવાનગી છે.

Image Source

દ્રાસ:

જમ્મુ કાશ્મીરમાં આવેલું દ્રાસ ભારતનો સૌથી ખતરનાક વિસ્તાર માનવામાં આવે છે. અહીં તાપમાન ઘણું નીચું રહે છે. કુલ્ફી જમાવી દે તેવી આ ઠંડીમા રહેવું એ પોતેજ પડકારજનક છે.

Image Source

બસ્તરના જંગલ:

આ છત્તીસગઢનો એક નાનકડો જિલ્લો છે. અહીં સારા જંગલોની સાથે નદીઓ પણ છે. નક્સલવાદી વિસ્તાર હોવાને લીધે અહીં હંમેશા જોખમ રહે છે.

Image Source

સિયાચીન ગ્લેશિયર:

ભારતના સૌથી ઠંડા સ્થળનું બિરુદ સિયાચીન ગ્લેશિયર પાસે છે. લગભગ ૫૭૫૩ મીટરની ઉંચાઈએ આવેલી આ જગ્યાનું તાપમાન જાન્યુઆરીમાં -૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, ભારત અને પાકિસ્તાનના ઘણા સૈનિકો આ જીવલેણ ઠંડીનો સામનો કરતા અહીં હાજર રહે છે. ઈન્ટરનેટ ઉપર એવા ઘણા વિડીયો રહેલા છે જ્યાં સૈનિકો બરફથી જામેલા ઈંડા, ટામેટા અને જ્યૂસને હથોડીથી તોડતા જોવા મળે છે. અહીંની વિપરીત પરિસ્થિતિઓમાં અત્યાર સુધી હજારો સૈનિકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

Image Source

સેલા પાસ:

ધરતી નું આ બર્ફીલું સ્વર્ગ ‘આઇસબોક્સ ઓફ ઇન્ડિયા’ ના નામે પ્રખ્યાત છે, સમુદ્ર સપાટીથી લગભગ ૪૪૦૦ મીટરની ઊંચાઈએ આવેલું સેલા પાસ લગભગ આખા વર્ષ દરમિયાન એક નાની ચાદરથી ઢંકાયેલું રહે છે. વર્ષ દરમિયાન આ પર્વતમાળા ઠંડી હવાઓ અને હિમપ્રપાત થી ત્રાસી જાય છે. આ સ્થાનનું તાપમાન લગભગ -૧૫ ડિગ્રી સુધી ચાલ્યું જાય છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *