લાખો નવજાત બાળકનું જીવન બચાવી ચૂક્યો છે આ ૮૧ વર્ષીય વૃદ્ધ, ડોક્ટર્સ પણ તેને માને છે ‘ભગવાન’..🙏

ઓસ્ટ્રેલિયામાં એક એવો વૃદ્ધ છે, જે અત્યાર સુધી 24 લાખ બાળકોનું જીવન બચાવી ચૂક્યો છે. ડોક્ટર પણ આ વ્યક્તિને ભગવાન કહે છે. આજે આ લેખમાં આપણે જાણીશું આ વ્યક્તિ વિશે… ઓસ્ટ્રેલિયામાં એક વૃદ્ધે પોતાના જીવનમાં સૌથી વધારે બ્લડ ડોનેટ કરી લગભગ 24 લાખ બાળકોનું જીવન બચાવ્યું છે. જોકે, આ વાત ખૂબ જ ચોંકાવનારી છે પરંતું ઓસ્ટ્રેલિયામાં રહેનાર જેમ્સ હૈરિસનના મામલામાં તે પૂર્ણ રીતે સત્ય સાબિત થાય છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, 81 વર્ષીય હૈરિસનના લોહીની એક એવી વિશેષતા છે, જે મોટાંભાગના લોકોના લોહીમાં મળી શકતી નથી. જોકે, જેમ્સના લોહીમાં એક ખાસ પ્રકારનું યૂનીક એન્ટીબોડી મોજૂદ છે, જેને એન્ટી-ડીના નામથી ઓળખવામાં આવે છે. આ એન્ટીબોડી ગર્ભમાં રહેલાં તમામ બાળકોનું બ્રેન ડેમેજ કે અન્ય કોઇ ઘાતક બીમારી (એચડીએએફએન)થી લડવાની તાકાત આપે છે. જેમ્સના બ્લડ ડોનેટથી ઓસ્ટ્રેલિયામાં લાખો બાળકો જે લગભગ ગર્ભમાં કોઇ કારણવશ મૃત્યુ પામે છે, તેમાંથી અમુક આજે એક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

છેલ્લાં 60 વર્ષોમાં 1173વાર બ્લડ ડોનેડ કરવું એક ચોંકાવનાર આંકડો છે. જેમ્સે પોતાના અત્યાર સુધીના જીવનમાં લગભગ 1200વાર લોહીનું દાન કર્યું છે. પરંતું હવે ડોક્ટરોએ તેને એવું કરવાની ચેતાવણી આપી છે.

જોકે, હૈરિસનને આ વાતનું દુઃખ છે કે હવે તે પોતાનું લોહી દાન કરી શકશે નહીં. પરંતું તે આ વિચારીને ભાવુક થઇ જાય છે કે તેમના કારણે લાખો અજન્મેલાં બાળકો સ્વસ્થ રીતે આ દુનિયામાં આવી શક્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ 1964થી લઇને અત્યાર સુધી હૈરિસનના કારણે ગર્ભમાં રહેલાં લગભગ 24 લાખ બાળકોનું જીવન બચાવી શકાયું છે.

આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!