લગ્ન માટે યુવતીએ મૂકી એવી શરત કે સ્તબ્ધ રહી ગયાં સાસરિયાઓ😲!

સામાન્ય રીતે લગ્ન વખતે દીકરી ઘરેણા કપડા મિલ્કત વગેરેની અપેક્ષા રાખતાં હોય છે. પરંતુ મધ્ય પ્રદેશની પ્રિયંકા ભદૌરિયાએ સાસરિયાઓ સમક્ષ 10,000 છોડ વાવવાની દરખાસ્ત કરતાં સાસરીયાઓ દંગ થઈ ગયા હતા. અને તેનો પર્યાવરણ પ્રેમ જોતાં તે દરખાસ્ત સ્વિકારી હતી અને તેની સાથે જ લગ્ન થયાં હતા.

ઘટનાં છે ભીંડ કાશિપુરાની. પરંતુ પ્રિયંકા એ આવી અજીબો ગરીબ માંગણી કરતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતુ. પણ તેનાં પર્યાવરણ પ્રેમ કે તેનાં પ્રત્યેની જાગૃત્તિ જોઈ તેને આ માટે સાસરીયાઓ એ છુટ આપી હતી. યોગાનુયોગ તેનાં લગ્ન આંતર રાષ્ટ્રીય અર્થ અવર ડે નાં રોજ જ થયાં હતા! તેણે પોતાની શરતમાં એમ પણ જણાવ્યું કે 10,000 પૈકીનાં 5000 છોડવાંઓ તેનાં પિયરમાં વાવવામાં આવે.

જે વિસ્તાર દુષ્કાળ ગ્રસ્ત છે. તેનાં પતિ એ આ અંગે જણાવ્યું હતુ કે આ ખુબ સારો પ્રયાસ છે. પ્રિયંકા કહે છે કે તે જ્યારે 10 વર્ષની હતી ત્યારથી તે છોડવાં ઓ વાવી રહી છે. આમ આ ઘટનાં પરથી પેલી અશ્વેત મહિલાની યાદ તાજી થઈ જેણે મૃતકોની યાદમાં વૃક્ષો વાવવાનું શરુ કર્યુ. અને તેને 50 લાખ વૃક્ષોનાં જતન બદલ નોબલ પ્રાઈઝ મળ્યો હતો. ક્લાઈમેટ ચેંજની ભયંકર અસર ટાળવા માટે પર્યાવરણ જાગૃતિ ખુબ જ જરુરી છે. ત્યારે આવાં કિસ્સાઓ અંધકારભર્યા વાદળની સોનેરી કોર જેવાં છે.

કોઈ દુખ ન હોવા છતાં લગ્નજીવનમાં સુખ નથી અનુભવાતું..😣 આના વિષે જાણો એક મહિલાનો અભિપ્રાય

મારી ઉંમર ૩૬ વર્ષ છે. લગ્નને ૧૨ વર્ષ થયાં છે. માત્ર દીકરાને કારણે લગ્ન ટક્યાં છે. હું પિયરમાં ખૂબ લાડકોડથી ઊછરી હતી. કદી કોઈએ ઊંચા અવાજે ઘાંટોય નહોતો પાડ્યો. આજે દર એકાંતરે દિવસે પતિ મારા પર ગરજે છે. દીકરાનું ભવિષ્ય નજર સામે રાખીને એ સહન કરી લઉં છું. મારાં લગ્ન થયાં ત્યારે તેમની પાસે નોકરી પણ નહોતી. આજે તેઓ નોકરીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને કંપનીમાં સારી પોસ્ટ પર પહોંચી ગયા છે. પૈસો આવે એટલે સુખ જાય એ વાત કેટલી સાચી છે એ મને નજરે જોઈને ખબર પડી.

આમ જોવા જઈએ તો લગ્નજીવનમાં કોઈ જ તકલીફ નથી, માત્ર પરસ્પર માટે રિસ્પેક્ટ નથી. હું ગૃહિણી છું અને તેમને લાગે છે કે હું ગમાર છું. દીકરાને પહેલાં હું ભણાવી શકતી હતી, પરંતુ ઇંગ્લિશ મીડિયમમાં હવે અઘરું આવતું હોવાથી તેને ભણાવી નથી શકતી. જો મને કંઈક ન આવડે તો તેના પપ્પા મારા દીકરાની સામે મારી મજાક ઉડાવે. મારી દેરાણી અને જેઠાણીઓ વધુ ભણેલી અને નોકરી કરતી હોવાથી તેમને બહારનું જ્ઞાન આવડે છે, પણ ઘરમાં તેઓ ઝીરો છે.

‘ઘરનું મને કંઈ ન આવડે’ એ વાત તેઓ હસતાં-હસતાં સ્વીકારી શકે છે, પણ તેમના પતિઓ કદી તેમની પર ચિલ્લાતા નથી. સમાજમાં ખૂબ ઊંચી હેસિયત ધરાવતો, ઍવરેજ મધ્યમ વર્ગ કરતાં ઘણો વધુ પૈસો ધરાવતો પરિવાર હોવા છતાં સુખ નથી. દેખીતી રીતે કોઈ દુખ નથી, પણ સુખનો શ્વાસ લઈ શકાય એવી મુક્તતા પણ નથી.

સાચું કહું તો આવી સ્થિતિમાં તમે એકલાં નથી. ઘણી બહેનો પોતાના ઘરના ખૂણામાં કોઈનેય ખબર ન પડે એ રીતે ડૂસકાં લઈ લેતી હોય છે. રાણીનો તાજ પહેરાવ્યા પછી રાજા જો દરરોજ અપમાનના તમાચા લગાવી જતો હોય તો પૈસો અને રાજપાટનું સુખ કેવી રીતે રાણીને પચે?

ચાણક્ય કહેતા હતા કે જો તમે આપો નહીં તો કોઈ તમારું સ્વમાન છીનવી ન શકે. મને સ્ત્રીઓ માટે આ વાત બહુ જ યોગ્ય લાગે છે. સ્ત્રીઓ સહજતાથી પોતાનાં માન-અપમાનની ચાવી બીજાને, ખાસ કરીને પતિ, પિતા કે ભાઈને સોંપી દેતી હોય છે. બીજા તમારું અપમાન કરે છે એ તેમનો વાંક તો છે જ, પણ તમે એ વાતને સાંભળી અને સહેમીને બેસી રહો છો એ તમારો પણ ગુનો છે જ.

સ્ત્રી પોતાને જ સન્માનની નજરે જોતી નથી અને પછી અપેક્ષા રાખે છે કે કોઈ તેને સન્માન આપે. સ્ત્રી જાતે જ પોતાનાં કામોની બાબતમાં સ્વતંત્ર નથી અને પછી અપેક્ષા રાખે છે તેને બધું કરવાની બીજું કોઈ સ્વતંત્રતા આપે. હું માનું છું કે જ્યારે સ્ત્રીઓ જીવનજરૂરિયાતની કેટલીક પાયાની બાબતો કરવામાં આત્મનિર્ભર થઈ જાય તો બીજાનો તો ઠીક, ખુદ પોતાનો પોતાને જોવાનો નજરિયો બદલાઈ જશે.

ચાલો લીસ્ટ બનાવો. તમને બહારનાં કયાં કામો કરવામાં તકલીફ પડે છે? એક વ્યક્તિને આત્મનિર્ભર થવા માટે કઈ ચીજો આવડવી જોઈએ? જેમ ઘર ચલાવવું એ બહુ જ મહત્વની બાબત છે એમ ઘર ચલાવવા માટે જરૂરી પૈસા કમાતાં આવડવું અને એ પૈસાનું યોગ્ય મૅનેજમેન્ટ કરતાં આવડવું પણ જરૂરી છે.

એક સમયે ચાઇનીઝ આઇટમની એક રેસિપી ઓછી આવડતી હશે તો ચાલશે, પણ જીવન જીવવા માટે જરૂરી બહારનાં કામો કરવાનો આત્મવિશ્વાસ હોવો મસ્ટ છે. તમારી દેરાણી-જેઠાણીને ગુરુ બનાવો અને કોઈ જ નાનમ વિના તમને ન આવડતાં બહારનાં કામો શીખવાનું શરૂ કરો.

પતિ માન આપે કે ન આપે, તમે પોતાને માન આપી શકશો તો અલગ જ પ્રકારની સ્વતંત્રતા મહેસૂસ થશે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment