ઘરે બનાવો ભઠ્ઠી જેવા કુલચા, લોકો આંગળીઓ ચાટતા રહી જશે

બટાકાના કુલચા જો તમને પસંદ હોય, પરંતુ તમે ઘરે પકાવવાની નાની ભઠ્ઠી ન હોવાને લીધે તેને બનાવી નથી શકતા, તો જાણો તેને બનાવવાની સરળ રીત.

Image Source

ઘણીવાર આપણને બજારમાં જઈને ફક્ત નાન, તંદુરી રોટલી અને બટાકાના કુલચા વગેરે નો સ્વાદ ચાખવો ગમે છે. એવું એટલા માટે છે કેમ કે આપણે તે રેસ્ટોરન્ટ સ્ટાઇલનું ભોજન ઘરે બનાવી શકતા નથી. જો શાકભાજીનો પ્રયત્ન કરવામાં આવે તો પણ તંદૂરી બનાવવી મુશ્કેલ બની જાય છે.જો વાત તે સ્ટફ્ડ અને તંદૂરી રોટલીની હોય, તો બટાકાના કૂલચા ક્યારેય પાછળ રહેતા નથી. દિલ્હી જેવા સ્થળોએ, બટાકાના કુલચા, છોલે અને દાળ માખનીનું મિશ્રણ લોકોને ચસકા લેવા પર મજબૂર કરે છે. એવામાં આપણે ઘરે બટાટાના કુલચા બનાવવાનો પ્રયત્ન કેમ નથી કરતા?

એવું બની શકે કે તમારા મનમાં સવાલ આવી રહ્યો છે હોય કે આપણે આને ઘરે પકાવવાની નાની ભઠ્ઠી વિના કેવી રીતે બનાવીશું, સંપૂર્ણ ટેકચર અથવા સ્વાદ નહીં આવે, પરંતુ તમારે આ બધા વિશે વિચારવાની જરૂર નથી કારણ કે તમે આ વાનગીઓ સરળતાથી બનાવી શકો છો. તો ચાલો જાણીએ કેવી રીતે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઇલના બટાકાના કુલચા બનાવવા.

Image Source

રીત:

  • બટાકાના કુલચા બનાવવા માટે સૌથી જરૂરી હોય છે તેનો લોટ. બટાકાના કુલચા નો લોટ સરખો હોવો જોઈએ નહીંતર અંદર ભરેલો મસાલો વધારે ફેલાશે. આપણે આ રેસીપી માં એક કપ લોટ અને એક કપ મેંદો લીધો છે. તમે ઈચ્છો તો ફક્ત લોટ કે ફક્ત મેંદો પણ લઈ શકો છો.
  • સૌથી પહેલા લોટ, મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મીઠું, ખાંડ વગેરેને ફેરવીને સરખી રીતે મિક્સ કરો. ધ્યાન રાખવું કે તેમાં પાણી નાખવું નહીં અને તેને પહેલા દહીંથી ગુંથવાનું છે.
  • દહી ભેળવ્યા પછી,હાથથી મિક્સ કરીને સારી રીતે બાંધવાનો પ્રયત્ન કરો. દહીં ઉમેર્યા પછી, પાણીની જરૂરિયાત ખૂબ ઓછી થશે, તેથી પહેલા પાણી ઉમેરશો નહીં.
  • જેટલું જરૂરી હોય તેટલું પાણી નાખી ને ગુંથો અને અડધો કલાક સુધી ઢાંકી રાખો. ત્યારબાદ તમારે બટાકાનો મસાલો બનાવવાનો છે.

 

  • મસાલો બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી પહેલા જીરૂ અને લીલી મરચી નાખો. ત્યારબાદ કાપેલી ડુંગળી, આદુ, લસણ વગેરે નાખો. જ્યારે ડુંગળી સરખી રીતે રંગાઈ જાય ત્યાર પછી બટાકા નાખો અને તેને સરખી રીતે મિક્સ કરો. બટાકામાં જેટલા ગઠ્ઠો રહે છે તેટલા જ કુલચા બગડવાની શક્યતા વધારે રહે છે. ત્યારબાદ મીઠું અને જરૂરી મસાલા ઉમેરો.
  • હવે બીજી વાર તમારા લોટને ગૂંથી લો કેમકે સોડા ને લીધે તે ફુલી ગયો હશે. હવે તેને સરખી રીતે ગૂંથી લેવાનો છે. જેટલું સરળ ટેક્ચર આવશે તેટલું સરળ રહેશે.
  • બટાકાના કુલચા બનાવવા માટે હવે આપણે તેવા જ પગલાં ભરીશું જેવી રીતે આપણે બટાકા ના પરોઠા બનાવીએ છીએ. ફક્ત ધ્યાન એટલું રાખવાનું છે કે તમારે તેને બિલકુલ ફાટવા દેવું નહિ. તમારે તેને સૂકો મેંદો લગાવીને ફેરવવાનું છે. તેની ઉપર તમે થોડી કલોજી નાખી દો અને તેને ફેરવો. તમે ઈચ્છો તો તેની ઉપર થોડા ધાણાના પાન નાખી શકો છો.

 

  • તેને રાંધવા માટે તમારે હાથાવાળો લોખંડનો તવો લેવો પડશે. તમે પહેલા કુલાચા ના પાછળના ભાગમાં થોડું પાણી લગાવી દો જેથી તે તવા પર ચોંટી જાય.
  • હવે જ્યારે તે થોડા રંધાવા લાગે અને ઉપર ફોટા દેખાવા લાગે ત્યારે તવાનો હાથો પકડી ને તેને ફેરવો અને સીધું ગેસની ફ્લેમ પર રાખો. તેને વારંવાર ઉપર નીચે કરવાનું છે જેથી તવા ઉપર એક બાજુથી કુલચા રંધાય અને ચોટેલો રહે અને બીજી બાજુ થી કુલચા ગેસ ઉપર રંધાય. જ્યારે એક બાજુથી સંપૂર્ણ રીતે રંધાઈ જાય ત્યારે તવા પરથી કાઢી લો અને તમને લાગે કે તે હજુ થોડું કાચું રહી ગયું છે તો ગેસ ઉપર શેકી લો.
  • કુલચા તવા ઉપરથી કાઢતી વખતે ધ્યાન રાખવું કે સ્ટફિંગ ને લીધે તે ફાટી શકે છે. કુલચા શેક્યા પછી તરત તમે તેમાં ઘી કે માખણ લગાવી દો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *