દાડમના પાનના ગજબ ફાયદાઓ જાણીને તમે વિચારશો કે આ માહિતીને હમણાં જ સેવ કરી લઉં…

Image source

ફળની અંદર દાડમનું સ્થાન એક અલગ રીતે ઉંચાઈ પર છે. દાડમ પાસે ખુબસુરતી છે અને કુદરતે દાડમની અંદર અદ્દભુત રીતે દાણાની ગોઠવણી કરી હોય છે. મીઠાશ યુક્ત આ દાણા શરીરના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. દાડમ નાની ડાળીઓવાળું એક ઝાડ હોય છે અને તેની શાખાઓ ચારેબાજુ ફેલાયેલી હોય છે. આપ સૌ દાડમ એટલે શું એ તો જાણો જ છો પણ દાડમના પાનના ફાયદા નહીં જાણતા હોય! આ માહિતી સભર આર્ટીકલ તમે ક્યાંય વાંચ્યો નહીં હોય એટલે આજના આ લેખને છેલ્લે સુધી વાંચજો.

ખાલી દાડમના ઝાડનું ફળ જ નહીં પણ ફળની  છાલ, ફળનું બી, ઝાડના પાન બહુ જ ઉપયોગી છે. સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે અથવા બગડેલા સ્વાસ્થ્યને સુધારવા માટે દાડમના પાન ઉપયોગી થઇ શકે છે. વધુ માહિતી મેળવવા માટે નીચેનો પેરેગ્રાફ વાંચો :

દાડમના પાનના આજ સુધી ન જાણ્યા હોય એવા પ્રયોગ અને તેના ફાયદાઓની જાણકારી જાણીએ તો અમુક એવા ફાયદાઓ છે જે મોંધી અને લાંબા સમયની દવાઓ પછી મળી શકતા નથી એ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ દ્વારા મળી શકે છે. નંબર ત્રણ પરનો જે ફાયદો છે એ બધાને ફાયદાકારક થઇ શકે છે, માટે આ લેખની સમગ્ર માહિતીને છેલ્લે સુધી વાંચજો અથવા નજીકના મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં.

અનિંદ્રાનો ઈલાજ :

Image source

અનિંદ્રાનો ઈલાજ કરવા માટે દાડમના પાન બેસ્ટ ઓપ્શન છે. નિંદ્રા માટે દાડમના પાનને એક સારી ઔષધ માનવામાં આવે છે. ૩ ગ્રામ જેટલા દાડમના પાનને પીસીને, ૨૦૦ મિલીલીટર પાણીની અંદર ઉકાળી લો. જ્યાં સુધી પાણી બળીને ચોથા ભાગ જેટલું થઇ જ્યાં ત્યાં સુધી ઉકાળો. અને સુતા પહેલા એ પાણીને પી લો. આ ઉપાય અનિંદ્રાની સમસ્યાને જલ્દીથી દૂર કરી દેશે.

પેટનો દુઃખાવો :

Image source

માત્ર દાડમ ફળ જ નહીં પણ દાડમનું ઝાડ,પાન અને બીજ પણ માનવજાત માટે કુદરતની આયુર્વેદિક બક્ષીસ છે. દાડમના પાન સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદાઓ આપે છે. એમાં પેટના દુઃખાવાના ઈલાજ માટે પણ દાડમના પાન ફાયદાકારક છે. દાડમના પાન દ્વારા બનેલ ‘ચા’ ના સેવનથી પેટની સમસ્યામાં રાહત મળે છે. બજારમાં અથવા આયુર્વેદિક સ્ટોરમાં દાડમના પાનમાંથી બનેલ કેપ્સ્યુલ પણ મળે છે.

ઝાડાની સમસ્યા :

Image source

જે વ્યક્તિને ઝાડાની સમસ્યા હોય તેના માટે દાડમ એક સારો ઔષધીય વિકલ્પ છે. દાડમના પાનનો રસ તરત જ ઝાડાની સમસ્યામાં ફાયદો આપે છે. દાડમ ફળ ખાવાથી પણ ઝાડાની સમસ્યા જલ્દીથી હળવી થાય છે. આંતરડાની સફાઈ, સખત ઉધરસ માટે તેમજ ઝાડાની સમસ્યામાં રાહત માટે દાડમના પાન અકસીર ઈલાજ છે. કારણ કે દાડમના પાનમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે.

કમળાની સમસ્યા:

કમળાની સમસ્યાના ઈલાજ માટે દાડમના પાન અતિ ઉપયોગી સાબિત થાય છે.

  • ૩ ગ્રામ દાડમના પાનનો પાઉડર તૈયાર કરો
  • એ પાઉડરને ૨૦૦ મિલી પાણીમાં ઉમેરી દો.
  • જ્યાં સુધી પાણી બળીને અડધું થઇ જાય ત્યાં સુધી પાણીને ઉકાળો.
  • બાકીના પાણીને દિવસમાં બે વાર પી જવું.

કમળા માટે દાડમના પાનમાંથી તૈયાર કરેલ પાણીનું મિશ્રણ ફાયદો આપે છે.

ઉધરસ માટે દાડમના પાન :

Image source

દાડમના ઝાડના સુકાયેલા પાન, તુલસીના પાન અને ૨ તીખા – આટલી સામગ્રીને પાણીમાં થોડી મીનીટો માટે ઉકાળો. ત્યાર બાદ પાણીને ગાળી લો અને એ પાણીનું સેવન કરવાથી ઉધરસમાં જલ્દીથી રાહત મળે છે.

ત્વચાની સમસ્યામાં રાહત :

Image source

એક લીટર દાડમના પાનના રસને અડધા લીટર તલના તેલમાં પકાવો. ધીમા ગેસની જ્વાળા રાખી મિશ્રણમાંથી પાણી બળી ન જાય ત્યાં સુધી પકાવો. આ રીતે તૈયાર થયેલ મિશ્રણથી શરીર પર માલીશ કરો. ત્વચાને લગતી સમસ્યામાં આ મિશ્રણ બહુ જ ફાયદો આપી શકે છે.

કાનનો દુઃખાવો :

Image by Thomas Wolter from Pixabay

૧૦-૧૫ ગ્રામ જેટલા દાડમના પાનને ધોઈને સાફ કરી લો. મસળીને એ પાનમાંથી રસ કાઢી લો ત્યારબાદ તેમાં સરખી માત્રામાં તલનું તેલ ઉમેરી દો. હવે આ મિશ્રણના અમુક ટીપા કાનમાં ઉમેરી શકાય છે અને એ કાનના દુઃખાવામાં જલ્દીથી રાહત આપી શકે છે.

આયુર્વેદિક પદ્ધતિ હંમેશા માણસને ઓછા ખર્ચમાં સારા ઈલાજ માટે પ્રેરણા આપતી રહી છે. એમાંથી આજે આપણે દાડમના પાનના ગજબ ફાયદાઓ જોયા, જે તમને સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત આપશે. આવી જ અન્ય તદ્દન નવી માહિતી જાણવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.

#Author : Ravi Gohel

Leave a Comment