ભારત દેશમાં અમુક ધાર્મિક માન્યતાઓ એટલી પ્રચલિત છે કે, બધા જાણે-અજાણે તેને ફોલો કરતા જોવા મળે છે. અમુક બાબતોમાં અંધવિશ્વાસ પણ છે, જે માણસને અમુક પ્રકારના બંધનોમાં જકડી રાખે છે. માત્ર ભારતમાં જ નહીં પણ અન્ય દેશોમાં પણ અમુક અંધવિશ્વાસની વાતો અને માન્યતાઓ પ્રચલિત છે.
ચાલો જાણીએ અહીં બેઠા બેઠા એવું તો શું છે જે બધા ફોલો કરે છે એવા ક્યાં નિયમો છે જે અલગ-અલગ દેશોમાં પ્રખ્યાત છે.

(૧) બાંગ્લાદેશમાં એવી માન્યતા છે કે, પરીક્ષા આવતા પેલા જો ઈંડા ખાઈને જઈએ તો પરીક્ષામાં પણ ઈંડા એટલે કે શૂન્ય મળે છે.
(૨) થાઈલેન્ડમાં માન્યતા છે કે, જો તમે રસોઈઘરમાં ગીત ગાયન કરો તો લાંબી ઉંમરનું જીવનસાથી મળે છે.

(૩) રૂસ દેશની એવી માન્યતા છે કે, ચમચી કાટા ચમચી નીચે પડી જાય તો મહિલા અતિથી ઘરે આવશે અને છરી નીચે પડી જાય તો પુરૂષ અતિથિ ઘરે આવે.
(૪) તાઈવાનમાં મૃત વ્યક્તિ તરફથી પૈસા ની નોટ સળગાવવામાં આવે છે. જેનાથી સ્વર્ગમાં કોઈ તકલીફ ન થાય. જો કે અસલી નોટની જગ્યાએ બજારમાંથી નકલી નોટ કરી ખરીદીને સળગાવવામાં આવે છે.

(૫) પોલેન્ડમાં કહેવામાં આવે છે કે, જો હેન્ડબેગ ને જમીન પર રાખી દીધું તો તેની અંદર રાખેલા પૈસા પણ ઉડન-છું થઈ જાય છે.
(૬) અમેરિકામાં માનવામાં આવે છે કે, જો ગર્ભવતી મહિલા તેના ખિસ્સામાં બટેટુ રાખી દે તો સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થતી નથી.

(૭) જર્મનીમાં એવી અંધશ્રદ્ધા છે કે, સવાર-સવારમાં બે વૃદ્ધ મહિલાઓની વચ્ચેથી પસાર થવાથી આખો દિવસ ખરાબ થઈ જાય છે.
(૮) તુર્કીમાં એવું મનાય છે કે, બે વ્યક્તિઓ વચ્ચે ઉભું રહીને મનમાં ધારેલું કાર્ય જરૂર પૂર્ણ થાય છે, પણ બંને વ્યક્તિના નામ સમાન હોવા જોઈએ.

(૯) લેટિન અમેરિકાનો દેશ ગ્વાટેમાલામાં લોકો ખરાબ નજરથી(દુષ્ટ આત્મા)થી બાળકોને બચાવવા માટે લાલ રંગની વસ્તુઓ પહેરાવે છે. જેમ કે, લાલ બ્રેસ્લેટ, ટોપી વગેરે…
(૧૦) બ્રાઝિલમાં એવી માન્યતા છે કે, તમે હંમેશા કપમાં કોફી પહેલા શકર ઉમેરી દો તો અમીર બની શકીએ.
જાણ્યું ને તમે..હજુ તો આવા ઘણા દેશ છે, જેની અંધશ્રદ્ધા અને માન્યતાના નિયમો જાણીને આપણે અચરજમાં પડી જઈએ. જો તમને પણ આપણા ભારતની કોઈ માન્યતા કે અંધશ્રદ્ધાની વાત યાદ હોય તો કમેન્ટમાં લખો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel
