આ આસન પાંચ ટીપ્સને જાણી લેવાથી કોઇપણ સ્ત્રીને નોર્મલ ડીલીવરી થઇ શકે છે

પહેલું બાળક આવવાની ખુશી માત્ર એક સ્ત્રી ને જ નહીં પણ આખા પરિવારને હોય છે. એ ખુશીમાં વધારો ત્યારે થાય છે જયારે નવ મહિના પછી ઘરમાં ફૂલ જેવું બાળક આવે છે. બાળકના જન્મ સમયે સ્ત્રીને અસહ્ય પીડા થાય છે પણ બાળક આવવાની ખુશી એ કરતા પણ વધારે હોય છે.

આજના લેખમાં તમને એવી જાણકારી મળશે જેનાથી સ્ત્રીને નોર્મલ ડીલીવરી કરવામાં મદદ મળશે. આ લેખમાં જણાવેલી ટીપ્સ દરેક સ્ત્રીને કામ આવશે અને ગર્ભાવસ્થા દરમિયાન થતી ચિંતાને હળવી કરશે. તો વધુ માહિતી જાણીએ નીચેના પેરેગ્રાફમાં…..

(૫) પરિવારનો સાથ :

એક સ્ત્રી માટે એ બહુ જરૂરી છે કે આ સમયમાં માં, પતિ અને પરિવારના દરેક સભ્યનો સાથ મળે. પ્રેગનેન્સીના છેલ્લા તબક્કામાં લોકોના સહયોગની જરૂર પડતી હોય છે તો દરેક લોકો સાથેના સંબંધોને સાચવીને રાખો. યાદ રાખવું કે, ‘જતું કરી લેવામાં આપણું કાંઈ જતું નથી..’

(૪) માલીશ :

ગર્ભાવસ્થાના સાતમાં મહિના પછી દરરોજ પ્રેનીટલ માલીશ કરાવવું જોઈએ. માલીશ કરાવવાથી માંસપેશીઓ સ્વસ્થ રહે છે અને શરીરને અન્ય દુઃખાવામાંથી રાહત મળે છે. માલીશ કરાવવાથી સાંધાના દુઃખાવામાં પણ રાહત મળે છે અને શરીરમાં સ્ફૂર્તિ રહે છે.

(૩) તણાવથી દૂર રહો :

ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભમાં રહેલું બાળક માતાના સીધા સંપર્કમાં હોય છે જેથી તેને તકલીફ પડે એવું કોઈ કાર્ય કરવું જોઈએ નહીં. જો માતા તણાવમાં રહે તો તેની અસર બાળક પર પણ થઇ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન નોર્મલ ડીલેવરી કરવા માટે તણાવમુક્ત રહેવું અગત્યનું છે.

(૨) સાચા ડોક્ટરની પસંદ કરો :

ડોકટર કે હોસ્પિટલની પસંદગી કરતા પહેલા ખાસ ધ્યાન રાખો કે એ નોર્મલ ડીલવરી કરવાના વિશેષજ્ઞ હોય. ડોક્ટરના અનુભવને આધારે નોર્મલ ડીલીવરી થવાના ચાન્સીસ વધુ રહે છે.

(૧) સ્વાસ્થ્ય પર નજર રાખવી :

આ સમયમાં તબિયત વારેવારે ખરાબ થાય અથવા શરીરમાં કમજોરી લાગે છે એટલા માટે તબિયતને સાચવવી જરૂરી છે. બાળકને પણ કોઈ આડઅસર ન થાય એ ખ્યાલ રાખવો જોઈએ.

આ પાંચ મુદ્દા એવા છે જેને યાદ રાખવાથી ગર્ભાવસ્થાના સમયને આરામથી પસાર કરી શકાય છે અને નોર્મલ ડીલીવરી કરી શકાય છે.

આશા છે કે આ લેખની માહિતી તમને પસંદ આવી હશે. આવી જ અન્ય માહિતી જાણવા માટે ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી” ને લાઈક કરવાનું ભૂલશો નહીં.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment