કેળાના મૂળિયાનો ઉકાળો પીધા પછી જે ફાયદાઓ છે એ જાણીને તો સારા-સારા ડોકટરો વિચારતા થઇ ગયા છે

Image source

ગુજરાતી ભાષામાં એક થી એક ચડિયાતા અને ખરેખર માહિતી ભરેલા આર્ટીકલ વાંચવા માટે લોકો આતુર હોય છે પણ તેને સાચું પ્લેટફોર્મ મળતું નથી. પણ તમારી આ ચિંતાને દૂર કરો કારણ કે ‘ફક્ત ગુજરાતી’ નું ફેસબુક પેજ બધા કરતા આગળ છે, તમારા સુધી માહિતી પહોંચાડવા માટે.

આજના આર્ટીકલમાં એવી જ રસપ્રદ માહિતી લખવામાં આવી છે, જે આજ સુધી તમે ક્યાંય વાંચી નહીં હોય. તો આ આર્ટીકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

શું તમે જાણો છો કે કેળાના પાન સિવાય તેના મૂળિયાંથી થતા ફાયદા અને નુકસાન વિષે? મોટાભાગના લોકો આ માહિતીથી અજાણ છે એટલે આ આર્ટીકલ તમને બહુ જ ઉપયોગી થશે. જેમ શાકભાજીમાં બટેટાનું બહુમાન છે એટલે કે મોટાભાગે બટેટાનો ઉપયોગ થતો હોય છે એવી રીતે ફળમાં કેળાને બહુમાન છે. એક સમય હતો જ્યારે કેળા ઋતુ મુજબ આવતા પણ હવે તો કેળા બારેમાસ મળવા લાગ્યા છે.

જે કેળાને આપણે બજારમાંથી લઈને ખાઈએ છીએ એ કેળાના પાન અને કેળાના ઝાડના મૂળિયા બહુ મૂલ્ય ધરાવતી ચીજ છે, પણ આપણે જાણતા નથી! તો ચાલો, જાણીએ શું  છે કેળાના ઝાડના મૂળિયાના ફાયદા અને ગેરફાયદા :

કેળા માનવ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે પણ કેળા સિવાય તેના પાન અને કેળાના ઝાડના મૂળિયા પણ બહુ ઉપયોગી છે. કેળાનાં મૂળિયામાં પોષકતત્વો હોય છે અને એ પોષકતત્વો શરીરને અનેક લાભ આપી શકે છે. માત્ર કેળાના મૂળિયાની વાત કરીએ તો તેમાં સેરેટોનીન, ટેનિન, ડોપામાઈન, વિટામીન – ઈ, વિટામીન – સી વગેરે હોય છે.

કેળાના મૂળમાં રહેલા ઘટકો ઘણી બીમારીમાંથી બચવા માટે મદદ કરે છે. જે આપણને આજ સુધી ખબર ન હતી એ માહિતી આજે આ આર્ટીકલમાં તમને જાણવા મળી રહી છે. તો આ આર્ટીકલને સંપૂર્ણ વાંચ્યા પછી નજીકના મિત્રો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં.

કેળાના મૂળમાં રહેલ તત્વો કે ઘટકો કઇ બીમારીમાં ઉપયોગી છે એ જાણીએ :

(૩) અલ્સર :

પેટમાં થતી અગ્નિને શાંત કરવી હોય તો કેળાના મૂળનો ઉપયોગ કરવો જોઈએ. કેળાના મૂળમાં ડોપામાઈનની ભરપૂર માત્રા હોય છે, જે પેટના ગેસને દૂર કરે છે ઉપરાંત અલ્સર રોગ થતો અટકાવી શકાય છે. હર્બલ ચોઈસના રૂપમાં કેળાના મૂળનો ઉપયોગ કરી શકાય છે.

  •  કેળાના મૂળને પાણીમાં થોડા કલાકો સુધી પલાળી રાખો. ત્યાર બાદ પાણીને ઉકાળીને ઉકાળો તૈયાર કરી લો. નિયમિત આ ઉકાળાનું સેવન અલ્સરથી બચાવે છે.

(૨) આંખોમાં રાહત :

અલ્સર સાથે કેળાના મૂળ આંખો માટે પણ ફાયદાકારક છે, એનું કારણ છે કે કેળાના મૂળમાં વિટામીન – ઈ હોય છે. જે રીતે લીલા ગાજરનું અને કોથમીર આંખો માટે ઉપયોગી છે એ રીતે કેળાના મૂળ પણ આંખો માટે ઉપયોગી છે.

  •  કેળાના મૂળને પાણીમાં પલાળી અને એ પાણીને ઉકાળીને તૈયાર કરેલો ઉકાળો આંખો માટે પણ ફાયદો કરે છે.

Image by Gerald Oswald from Pixabay

(૧) હાઈ બ્લડ પ્રેશર :

બ્લડ પ્રેશરને લેવલ રાખવા કે પછી હાઈ બ્લડ પ્રેશરના દર્દીને રાહત અપાવવા માટે કેળાના મૂળ અતિઉપયોગી છે.  હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની શક્તિ કેળાના મૂળમાં રહેલ છે.

  • આશરે ૩૦ થી ૧૨૦ ગ્રામ માત્રામાં તાજા કેળાના મૂળને પાણીમાં ઉકાળીને તૈયાર કરેલ ઉકાળો સારું સ્વાસ્થ્યનું પરિણામ આપશે. થોડી માત્રામાં આ રીતે તૈયાર કરેલ ઉકાળાને દિવસમાં બે વાર પીવાથી બ્લડ પ્રેશરના દર્દીને રાહત થઇ શકે છે.

ઉપર જણાવ્યા છે એ તો માત્રા ત્રણ જ ફાયદાઓ છે પરંતુ એ સાથે કેળાના મૂળ શરીર માટે અનેક ફાયદા આપે છે. તાવ-શરદીના ઈલાજ માટે, અસ્થમાને લગતી બીમારી દૂર કરવા માટે, મોં માં છાલા પડ્યા હોય તો એ ઈલાજ માટે પણ કેળાના મૂળ ઉપયોગી છે.

કેળાના મૂળના ફાયદા તો અનેક જોયા પરંતુ સામાન્ય સલાહ આપતા તમને એ પણ જણાવી દઈએ કે, ગંભીર બીમારીના લક્ષણો જણાય તો કોઈ ઘરગથ્થું ઉપચાર કરવાને બદલે યોગ્ય ડોક્ટરની સલાહ લેવી જોઈએ. અહીં જણાવેલા ફાયદાઓ સામાન્ય રીતે બધાને અસરકારક હોય એવું ન પણ બની શકે કારણ કે દરેક વ્યક્તિની તાસીર અલગ – અલગ હોય છે. જો તમે સામાન્યતઃ ઉપચાર પદ્ધતિ અપનાવવા ઇચ્છતા હોય તો કેળાના મૂળ તમને ઉપર જણાવ્યા મુજબની શારીરિક સમસ્યામાં ફાયદો આપી શકે છે.

એ સાથે આપ સૌ જાણો છો કે, કેળાનું સેવન પણ લાભકારી છે. કેળાનું સેવન કરવાથી ખાસ કરીને પેટને લગતી સમસ્યા દૂર કરી શકાય છે. દૂધ-કેળાનું સેવન તાવમાં ફાયદો આપે છે. એવી રીતે કેળાનું મૂળ પણ એક બેસ્ટ હર્બલ મેડીસીન ઓપ્શન બની શકે છે.

આજની માહિતી બસ અહીં સુધી. આપ જોડાયેલા રહેજો ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે અહીં તમને વિશેષ જાણકારી જાણવા મળતી રહેશે.

#Author: Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *