જાણો ખાટલામા સુવાથી આપણા શરીરને મળે છે ક્યાં-ક્યાં લાભ?

મિત્રો, એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે, ખાટલા ની શોધ આપણા પૂર્વજો એ કરી હતી અને તમે તમારા ઘરમા જોયું પણ હશે કે, આપણા દાદા અને દાદી, નાના એન નાની તથા આપણા માતા અને પિતા પણ આવા જ ખાટલામાં સુવાનુ પસંદ કરતા હોય છે. તે સમયમા અત્યારના આધુનિક જમાનાના મોર્ડન બેડ ક્યા જોવા મળતા હતા. આ ખાટલા ને જુદી-જુદી જગ્યાએ જુદા-જુદા નામથી સંબોધવામાં આવે છે.

image source

હાલ, વર્તમાન સમયમા પણ તમે ઘણા લોકોના ઘરે આ ખાટલા જોઈ શકો છો. અમુક લોકોએ પોતાના વડવાઓ ની યાદી સ્વરૂપે તેને સાચવી રાખ્યા છે. ગ્રામ્ય વિસ્તારના અમુક વિસ્તારોમા પણ આજે ઘરે -ઘરે આ ખાટલા જોવા મળે છે. જ્યારે શહેરના લોકો આવી જૂની પુરાની વસ્તુઓ ને વહેંચી રહ્યા છે.

મોટાભાગના શહેરના લોકો આ પ્રકારની જૂની વસ્તુઓ વાપરવામા શરમનો અનુભવ કરે છે અને તેને ઓનલાઈન પ્લેટફોર્મ પર વહેંચવા માટે મૂકી દે છે અને વહેંચી નાખે છે પરંતુ, વાસ્તવિક વાત એ છે કે, આપણી પાસે જે વસ્તુ છે તેની આપણને કદર નથી. આજે તમને એક આવા જ કિસ્સા વિશે જણાવીશુ.

આપણે જે ખાટલા ને બેકાર અને બિનજરૂરી સમજીએ છીએ તેની વિદેશમા ખુબ જ માંગ છે. આ જ વસ્તુ ઓસ્ટ્રેલીયામા ૯૯૯ ડોલરમા વહેંચાઇ રહી છે. આ વાત સાંભળીને તમને આશ્ચર્ય અવશ્ય થયુ હશે પરંતુ, આ જ વાસ્તવિકતા છે. આ વસ્તુ નુ મહત્વ આપણા કરતા વિદેશના લોકો વધુ સારી રીતે સમજે છે.

image source

વૈજ્ઞાનીક તારણો મુજબ સુતા સમયે માથા અને પગ કરતા પેટના ભાગમા વધારે રક્ત પરિભ્રમણ ની આવશ્યકતા હોય છે કારણકે, રાત ના સમયે પણ પેટમા ભોજન નુ પાચન ચાલુ જ હોય છે માટે જો ખાટલામા સુવામાં આવે તો આ પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થઇ શકે છે.

વિશ્વમા કોઈપણ આરામ ખુરશી જોઈ લો તેમા પણ માથુ અને પગ બન્ને ઉપર અને પેટને નીચે રાખતા જોવા મળશે. આ વસ્તુ ઉપર સુવાવાળા લોકો ને ક્યારેય કમરદર્દ  કે સાંધાનો દુઃખાવો પણ નથી થતો.. ખાટલના પાયા ને મજબુત બનાવવામાં આવે છે જેથી, તેની ઉપર કીડીઓ કે સાંપ, વીંછી કે અન્ય ઝેરીલા પ્રાણીઓ ચડી ન શકે.

હો તેની દોરી ઢીલી થઇ જાય છે તો તેને ખેચતી વખતે પણ કસરત થાય છે અને તેનથી આપણુ સ્વાસ્થ્ય પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. બહિ ઉપર પગ રાખીને એકદમથી જોર લગાડવું પડે છે જેનાથી આપણું પેટ અને હાથ પગ ની માસપેશીયો ની પુરેપૂરી કસરત થઇ જાય છે.

ડોકટરો પણ ગર્ભવતી સ્ત્રી તથા બાળકના જન્મ બાદ સ્ત્રીને ખાટલામાં સુવાની સલાહ આપતા હોય છે. વર્તમાન સમયમા લોકોના ઘરમા મુલાયમ બેડ ઘુસી ગયા છે, જે બીમારીનું કારણ છે કારણકે, બેડમા સુવાથી પેટ ને સારી રીતે લોહી પહોંચતું નથી તથા સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. આ સાથે જ દિવસ દરમિયાન પણ બેડ નીચે અંધારુ જ રહે છે જેથી, ત્યા અન્ય ઝેરી જીવજંતુ પણ આવી શકે છે અને સાથે જ બેડ નીચે સાફ સફાઈ પણ સારી રીતે થઈ શકતી નથી.

image source

તમે તેને ગમે ત્યા ઉભો રાખી શકો છો અને ઘરની યોગ્ય રીતે સાફ-સફાઈ કરી શકો છો. આ સાથે જ સૂર્યપ્રકાશ પણ અહી સરળતાથી આવી શકે છે, જે જીવાણુ ને મારવા માટે નો સૌથી બેસ્ટ ઉપાય છે. પ્રકાશને લીધે અન્ય જીવાણુઓ પણ તમારાથી દુર રહે છે ફક્ત એક વસ્તુ તમને ઘરેબેઠા જ વ્યાયામ જેટલો લાભ અપાવી શકે છે.

તમે ફક્ત એટલું જ વિચારો કે શા માટે વિદેશીઓ આ સામાન્ય એવા વસ્તુના આપણા ભારતીય મુલ્ય પ્રમાણે ૫૦ હજાર ચુકવતા હશે. આ વસ્તુમા કઈક તો હશે ને જેના કારણે તે લોકો આટલી મોટી કીમત ચુકવવા તૈયાર છે, એકવાર શાંતિથી આ વાત વિચારજો અને જો તમારા ઘરે પણ ખાટલો હોય તો તમે પણ તેનો ઉપયોગ કરો, ધન્યવાદ.

image source

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *