જાણો નવજાત શિશુને મસાલાવાળો આહાર ક્યારે અને કેટલી માત્રામાં આપવો

જન્મના શરૂવાત ના 6 મહિના સુધી બાળકને માં નું દૂધ જ આપવું કેમકે તેને અમૃત સમાન માનવામાં આવે છે. માં ના દુધમાં બધા પ્રકારના પોષક તત્વ રહેલા હોઈ છે જે બાળકના વિકાસ માં મદદ કરે છે. છ મહિના સુધી બાળકને માત્ર માં નું દૂધ જ આપવું અને અન્ન કે પાણી નાં આપવું.

સામાન્ય રીતે દરેક માં એવું ઈચ્છતી હોઈ છે કે તેનું બાળક સ્વસ્થ અને નીરોગી રહે. એટલા માટે છ મહિના બાદ બાળકને દાળનું પાણી, સાબુદાણા ની ખીચડી જેવા હલકા ભોજન આપે છે. જયારે બાળક ધીરે ધીરે નમકવાળી અથવા મીઠી વસ્તુઓ નો સ્વાદ ઓળખવા લાગે ત્યારે તે આસાની થી બધું ખાવા લાગે છે અને માં તેને અમુક મસાલાવાળા ભોજન ખવડાવે છે. આવો જાણીએ કે આખરે ક્યારે આવા મસાલાવાળા ભોજન ખવડાવવાનું શરુ કરવું અને ક્યાં મસાલા નો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો.

બાળકને ક્યારે ખવડાવવું મસાલાવાળું ભોજન

બાળકને મસાલાવાળું ભોજન 9 મહિના અથવા એક વર્ષ બાદ જ ખવડાવવા નું ચાલુ કરવું. જેનાથી બાળકની સેહત સારી રહે છે. એક વાત હંમેશા યાદ રાખવી કે બાળકને ક્યારેય કાચા મસાલા ક્યારેય પણ ના દેવા.

બાળકના ભોજનમાં આ મસાલાઓ નો ઉપયોગ કરવો

શરૂવાતમાં બાળકના આહારમાં દાળચીની, હિંગ, હળદર,આદુ વરીયાળી અને જીરાનો ઉપયોગ કરવો. જો તમારા બાળકને નવો મસાલો ખાવાથી કોઈ તકલીફ થાય તો તેનો ઉપયોગ ફરીથી ના કરવો.

હળદર

બાળકના દાળ અથવા શાકમાં એક ચમસી હળદર મેળવવી. તેની સાથે ચોખા માં પણ હળદર અને ફુદીનો મેળવી બાળકને ખવડાવવો. આ એક પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક છે જે બાળકને ખાંસી અને ઠંડી થી બચાવે છે.

લસણ

જયારે બાળક 1 વર્ષનું નાં થઈ જાય ત્યાં સુધી લસણ ની એક અથવા બે કળીને ભોજન માં પીસી નાખવી. જેનાથી શિશુની પાચનક્રિયા મજબુત બને છે. લસણમાં ખુબ જ પ્રમાણ માં વિટામીન જોવા મળે છે.

એલચી

સાબુદાણા અથવા સફરજનની ખીર બનાવતી વખતે તેમાં એક ચપટી એલચી પાવડર અથવા જાયફળને ખીરમાં ઉમેરો. તેનાથી બાળક ને નુકશાન નહી થાય અને ખીર આસાની થી પચી જશે.

ગરમ મસાલો

જયારે બાળક આઠ મહિનાનું થઈ જાય ત્યારે ગરમ મસાલા પાઉડર તેના ભોજનમાં વાપરી શકો છો. બાળકના ભોજનમાં ઓછામાં ઓછી ૧/૪ ચમસી ગરમ મસાલા નો ઉપયોગ કરી શકો છો.

​જીરું  

7 મહિના પછી બાળકને જીરું ખવડાવી શકાય છે. જીરા પાઉડર નો ઉપયોગ ખીચડી, દલીયું અથવા કોઈ પણ પ્રકારના સ્નેક્સ માં કરી શકાય છે. બાળકના ભોજન માં ૧/૪ થી ૧/૨ ચમસી જીરા નો ઉપયોગ કરી શકાય છે. આ મસાલા બાળકને ઝાડા, ખાંસી અને શરદીના ખરાબ પ્રભાવથી બચાવશે. તે પાચનમાં પણ મદદ કરે છે.

આ બધા મસાલાનો સ્વાદ ગરમ નથી અને બાળક તેને સરળતાથી પચાવી શકે છે. જો કે અમુક મસાલા થી બાળકને એલર્જી થઈ શકે છે એટલા માટે ડોક્ટર ની સલાહ લઈને જ બાળકને મસાલાવાળા આહાર ખવડાવવા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment