દુલ્હન બનતા પહેલા જાણી લો આ ખાસ બાબતો, લગ્નજીવન દરમિયાન બની શકે છે ઉપયોગી

નિષ્ણાતનું કેહવુ છે કે લગ્નથી પેહલા છોકરા છોકરીએ એક બીજાને સારી રીતે સમજવા જોઈએ. ઘણીવાર બંનેની સમજણની ઉણપને કારણે સંબંધમાં ખટાશ આવવા લાગે છે. જે છોકરીઓ લગ્ન કરવા જઈ રહી છે તે કેટલીક વાતોને સમજીને સરળતાથી લગ્નજીવનને સફળ બનાવી શકે છે.

આજના સમયમાં છોકરા અને છોકરી લગ્ન પેહલા એક બીજાને ઘણો સમય આપે છે જેથી તે એક બીજાને સમજી શકે. લગ્નથી પેહલા પસંદ-નાપસંદ, ખામીઓ, ઇચ્છાઓ, વિચાર વગેરે વિશે જો કોઈ સમજી લે છે તો લગ્ન પછી લગ્નજીવન ઘણું સરખી રીતે ચાલતું રહે છે. તે વાતનો કોઈને ફરક પડતો નથી કે તમે કોની સાથે કેટલો પ્રેમ કરો છો. એક બીજાને ડેટ કરવી અને સાથે રહેવું, બંને અલગ અલગ વાત છે. લગ્ન માટે ઘણી બધી વસ્તુઓ અને તેની સમજ હોવી જરૂરી છે. દરેક છોકરી તેમના સંબંધને ચલાવવા માટે સલાહ લે છે અને તેની પાસેથી શીખે છે કે લગ્ન પછી લગ્નજીવનને કેવી રીતે મેનેજ કરવું જોઈએ. જો કોઈ છોકરી લગ્ન કરવા જઈ રહી છે તો તેને નીચે જણાવેલ રિલેશનશિપ ટિપ્સનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી લગ્ન પછી લગ્નજીવનમાં ઘણી મદદ મળશે.

1. પતિ સાથે વાત કરો

જો છોકરીને કોઈ સમસ્યા છે તો તેને મનમા રાખવાને બદલે તમારા પતિ સાથે તેના વિશે વાત કરવી જોઈએ. દરેક વાતને સંપૂર્ણ રીતે કલિયર કરી લેવી જ સારી રહે છે. જો તમારા મનમાં કોઈ સમસ્યા છે અને જો તમે તેના વિશે વાત કરશો નહિ તો લગ્ન પછી પણ સમસ્યા રહેશે. તેમ કરવાથી બની શકે છે કે લગ્ન પછી સંબંધમાં સમસ્યા આવવા લાગે. તેથી પ્રયત્ન કરો કે જો કોઈ સમસ્યા છે તો તેને તેના વિશે વાત કરો.

2. બાળકોની સાથે પતિને પણ મહત્વ આપો

ઘણા સંબંધોમાં એવું જોવા મળે છે કે જ્યારે લગ્ન પછી સંતાનો થાય છે ત્યારે છોકરીનું ધ્યાન તેના બાળક તરફ વધુ જાય છે. પરંતુ નિષ્ણાતો માને છે કે તંદુરસ્ત સંબંધ ખાતર બંનેને સમાન મહત્વ આપવું જરૂરી છે. તેથી સંતાન થયા પછી પણ પતિને તેવીજ રીતે મહત્વ આપો જે તે લગ્ન પહેલા આપતી હતી. બાળકો જેવા દેખાય છે, આગળ જતાં તેમજ કરે છે. તેથી બાળકો આગળ ચાલીને તેમ કરે નહિ તેના માટે બાળકો અને પતિની વચ્ચે બેલેન્સ જળવાય રહે.

Image Source

3. હાર જીતની ભાવના રાખવી નહિ

લગ્ન પછી કપલ વચ્ચે લડાઈ-ઝઘડા અને મનમોટાવ સાધારણ હોય છે. પરંતુ જો કોઈ મનમોટાવમાં હાર જીતના કારણે મતભેદ થાય છે તો સંબંધમાં ખટાશ વધવા લાગે છે. તેથી હંમેશા હાર જીતની ભાવનાથી દૂર રહો અને કોઈપણ ઝઘડાને દૂર કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “દુલ્હન બનતા પહેલા જાણી લો આ ખાસ બાબતો, લગ્નજીવન દરમિયાન બની શકે છે ઉપયોગી”

Leave a Comment