બોલીવુડ ની અભિનેત્રીઓ ને કોણ સાડી પહેરાવે છે?? ચાલો જાણીએ એ મહિલા વિશે..

સાડી એક ભારતીય પરિધાન છે જેને દેશ ની કરોડો મહિલા ઓ પહેરે છે. આ એક એવું પરિધાન છે કે જેનાથી મહિલા ખૂબ જ સુંદર દેખાય છે. દેશભર માં મહિલા ઓ તેને અલગ અલગ રીતે પહેરે છે. તમે સાડી કયા સ્ટાઇલ માં પહેરો છો તેના થી પણ ઘણો ફરક પડે છે. આજે એવી ઘણી મહિલા છે કે જેને સાડી જાતે પહેરતા નથી આવડતું.

આવા માં તે બીજા ની મદદ લે છે. એક ખાસ રીતે સાડી પહેરવી પણ એક કળા છે. આપણાં માંથી ઘણા લોકો એવા છે કે જેમને સાડી પહેરવાનો અને પહેરાવાનો કંટાળો આવતો હોય છે. પરતું એક એવી મહિલા છે જેમને સાડી પહેરાવા નો બિજનેસ કરી દીધો છે. આ મહિલા સાડી પહેરાવા માટે લોકો પાસે થી 25 હજાર થી વધુ નો ચાર્જ લે છે. તેમંજ આ મહિલા ઘણી સેલિબ્રિટી ને સાડી પહેરાવી ચૂકી છે.

Image Source

ચાલો જાણીએ આ મહિલા ની દિલચસ્પ કહાની..

ચાલો જણાવીએ એ મહિલા નું નામ છે ડોલી જૈન. બંગ્લોર માં ભણેલી ગણેલી ડોલી સાડી પહેરાવાનો બિજનેસ કરે છે. તેઓ પ્રિયંકા ચોપરા, દિપીકા પાદુકોણ, ઈશા અંબાણી, નીતા અંબાણી, શ્રી દેવી જેવી મોટી હસ્તી ઓ ને સાડી પહેરવાઈ ચૂક્યા છે. જ્યારે પણ કોઈ સેલિબ્રિટી ને ત્યાં કોઈ ફંકશન હોય કે કોઈ ઇવેંટ હોય ત્યારે ડોલી ને જ સાડી પહેરાવા બોલાવે છે. ડોલી તેમની પહેલી પસંદ હોય છે. તેની પાછળ પણ ખાસ કારણ હોય છે. ડોલી નું નામ લિમ્કા બૂક માં પણ છે. તેમણે એક જ સાડી ને 325 અલગ રીતે બાંધવાનો રેકોર્ડ બનાવ્યો છે. એટલું જ નહીં એક જ સાડી ને 18 સેકંડ માં બાંધવાનો રેકોર્ડ પણ છે.

Image Source

આ રીતે મળી પ્રેરણા

ડોલી કહે છે કે લગ્ન પહેલા તો તમને સાડી પહેરવાનું જરા પસંદ ન હતું. તેઓ હમેશા જીન્સ જ પહેરતા. પણ લગ્ન પછી તેમણે સાસરી માં સાડી સિવાય કશું બીજું પહેરવાની અનુમતિ જ ન મળી. એટલે પહેલા તો ડોલી દુખી થઈ ગઈ. પછી તેમણે વિચાર્યું કે મારે સાડી પહેરવાની જ છે તો કેમ ના એને અલગ અલગ રીતે પહેરું. પછી તેમણે તેમની આજુ બાજુ ની મહિલા ઓ જોડે થી સાડી પહેરવાનું શીખી લીધું. ધીરે ધીરે તેઓ તેમા માહિર થઈ ગયા. તેમણે જાતે જ અલગ અલગ રીતે સાડી કેમ પહેરાય તે શીખ્યું. ડોલી શરૂઆત માં નાના નાના ફંકશન માં સાડી પહેરાવાનું ચાલુ કર્યું.

શ્રીદેવી ને સાડી પહેરાવી ને પોતાના કેરિયર ની શરૂઆત કરી.

Image Source

એક વખત ડોલી મુંબઈ માં કોઈ ના ત્યાં લગ્ન માં ગઈ હતી. ત્યાં તેમણે પહેલી વખત શ્રીદેવી ને જોયા. તેમણે વિશ્વાસ ન હતો થતો કે આટલી મોટી સુપર સ્ટાર ને સાડી પહેરાવાનો મોકો મળ્યો છે. શ્રીદેવી એ ત્યારે ડોલી ને કહ્યું કે તારા હાથ માં જાદુ છે. બસ પછી ડોલી એ આ વાત ને સહજતા થી લીધી અને વિચારીયું કે આટલી મોટી હસ્તી મારી તારીફ કરે છે તો કઈક તો વાત છે. પછી તે ફરી થી મુંબઈ આવી અને સાડી પહેરાવા ના કામ ને પોતાનો પ્રોફેશન બનાવી દીધો.

Image Source

આવી જ રીતે કોઈ ના લગ્ન માં એક મહિલા દુલ્હન ને સાડી પહેરાવી રહી હતી. ત્યાં એની ચુંદડી નીચે સરકી જતી હતી. ડોલી એ ચુંદડી એવી રીતે સેટ કરી આપી કે દુલ્હન ના ડાંસ પત્યા સુધી તે ચુંદડી નીચે ન પડી. ડોલી ના ટેલેન્ટ ને અબુ જાની સંદીપ એ નોટ કર્યું. તમને ડોલી ને પોતાની સાથે કામ કરવાનો મોકો આપ્યો. આજે ડોલી ને આ કામ કરતાં 15 વર્ષ થઈ ગયા. અને તેમની મોટી ટીમ પણ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment