ખીલ માટે મધના ફેસ માસ્કના ફાયદા જાણો, જે બની શકે છે રામબાણ ઉપચાર

દરેક લોકો મુલાયમ, ચમકીલી અને સુંદર ત્વચા માટે યોગ્ય સાર સંભાળ રાખે છે. તેમ છતાં કેટલાક લોકોને ખીલ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. ખીલ ચહેરાની સુંદરતાને ઓછી કરે છે. આવી સ્થિતિમાં લોકો ખીલ દૂર કરવા માટે વિવિધ ટ્રીટમેન્ટ કરે છે, પરંતુ પ્રાકૃતિક રીતે પણ ખીલ દૂર કરી શકાય છે. જી હા, મધ એક એવી પ્રાકૃતિક સામગ્રી છે, જેની મદદથી વિવિધ પ્રકારના ફેસ માસ્ક બનાવીને ખીલને દૂર કરવામાં મદદ મળી શકે છે.

આજે આ લેખમાં તમે ખીલ દૂર કરવા માટે મધથી બનેલા 5 ફેસ માસ્ક વિશે જાણશો.

મધના ફેસ માસ્ક તેમજ તેના ફાયદાઓ

ખીલને જડ મૂળમાંથી દૂર કરવા માટે મધમાખી બનાવેલા ફેસ માસ્ક નો ઉપયોગ કરી શકાય છે. આ ફેસ માસ્ક ને મધમા અન્ય પ્રાકૃતિક સામગ્રીઓ ઉમેરીને બનાવાય છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે. તેમ છતાં તેના ઉપયોગ પહેલા પૈચ ટેસ્ટ કરવો જરૂરી છે, જેથી કોઈ પણ પ્રકારની એલર્જી થી બચી શકાય. ચાલો આ ફેસ માસ્ક બનાવવાની રીત તેમજ તેમના ફાયદાઓ વિશે વિસ્તારમાં જાણીએ.

1.મધ અને તજનું ફેસ માસ્ક

ખીલ મટાડવા માટે મધ અને તજનું ફેશ માસ્ક અપ્લાય કરી શકાય છે. મધનો ઉપયોગ સ્કિન કેર પ્રોડક્ટમાં પણ કરી શકાય છે. તજમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ખીલનું કારણ બનતા બેક્ટેરિયાનો નાશ કરવામાં મદદરૂપ થાય છે. તેનાથી બળતરા અને ખીલ સરખા કરી શકાય છે. તેમજ મધમા ત્વચા ને પ્રાકૃતિક રીતે મોઈશ્ચરાઈઝ કરવાના ગુણ હોય છે.

સામગ્રી –

  • 2 મોટી ચમચી મધ
  • 1 ચમચી તજ પાવડર

ઉપયોગ કરવાની રીત –

  • મધ અને તજનું ફેસ માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં મધ અને તજ નાખવું.
  • આ બંને સામગ્રીને યોગ્ય રીતે મિક્સ કરો અને એક બારીક પેસ્ટ બનાવી લો.
  • હવે આ પેસ્ટને ખીલ પર લગાવો.
  • 30 મિનિટ પછી ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ લો.
  • વધારે ગરમ પાણીથી બચવું કારણકે તેનાથી ત્વચા ડ્રાય બની શકે છે.
  • ત્યારબાદ ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવવાનું ભૂલવું નહીં.

2. મધ, લીંબુ તેમજ હળદરનું ફેસ માસ્ક

હળદરમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે, જે ત્વચા ને ફ્રી રેડીકલ્સ થી થતા નુકસાનથી બચાવે છે. તેમજ લીંબુમાં વિટામીન સી હોય છે, જે ખીલના કાળા ડાઘ ધબ્બા દૂર કરવામાં અસરકારક હોય છે.

સામગ્રી –

  • 1 ચમચી મધ
  • ચપટી હળદર
  • 5 થી 7 ટીપા લીંબુનો રસ

ઉપયોગ કરવાની રીત –

  • સૌપ્રથમ મધને એક વાટકીમાં નાખો.
  • તેમાં હળદર અને લીંબુનો રસ નાખી તેને યોગ્ય રીતે મિક્સ કરો.
  • આ દરેકને યોગ્ય રીતે મિક્સ કરી તમારા ખીલની જગ્યા પર લગાવો.
  • 10-15 મિનિટ પછી ત્વચાને સાફ પાણીથી ધોઈ લો.
  • સારા રિઝલ્ટ માટે આ ફેસ માસ્કને અઠવાડિયામાં બે વખત લગાવી શકાય છે.

3. મધ અને દહીંનું ફેસ માસ્ક –

દહીંમાં લેકટીક એસિડ હોય છે, જે ત્વચાને એક્સફોલિયેટ કરે છે. તેનાથી મૃત ત્વચાના કોષો સરળતાથી નીકળી જાય છે. મધ ત્વચાને હાઇડ્રેટેડ કરે છે. મધ અને દહીંનું કોમ્બિનેશન ત્વચાના ખીલને સારા કરવા માટે અસરકારક સાબિત થઈ શકે છે.

સામગ્રી –

  • 1 ચમચી મધ
  • 1 ચમચી દહીં

ઉપયોગ કરવાની રીત –

  • મધ અને દહીંનો ફેસ માસ્ક બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મધ અને દહીં નાખો.
  • આ બંનેને યોગ્ય રીતે મિક્સ કરી એક પેસ્ટ બનાવી લો.
  • હવે તેને આખા ચહેરા પર લગાવો.
  • 15-20 પછી ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો.
  • સારા રીઝલ્ટ માટે આ ફેસ માસ્ક ને અઠવાડિયામાં એક થી બે વાર લગાવો.

4. મધ અને એલોવેરા ફેસ માસ્ક –

ઉનાળામાં મધ અને એલોવેરા નું ફેસ માસ્ક લગાવવું એ ફાયદાકારક બની શકે છે. એલોવેરા ત્વચા ને ઠંડક પહોંચાડે છે. તેનાથી બળતરા અને રેડનેસ ઓછી થઈ શકે છે. સાથે સાથે એલોવેરા ખીલ મટાડવા માટે પણ ઉપયોગી બની શકે છે. મધ અને એલોવેરા ખીલ મટાડવા માટે ખૂબ જ યોગ્ય રીતે કાર્ય કરે છે.

સામગ્રી –

  • એક ચમચી મધ
  • બે ચમચી એલોવેરા જેલ
  • પાંચ થી છ ટીપાં ગુલાબ જળ

ઉપયોગ કરવાની રીત –

  • આ ફેસ માસ્ક બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકીમાં મધ નાખો.
  • તેમાં એલોવેરા અને ગુલાબજળ પણ નાખો.
  • બધાને સરખી રીતે મિક્સ કરો અને પેસ્ટ બનાવો.
  • હવે આ પેસ્ટને ચહેરા તેમજ ખીલ પર લગાવો.
  • 15 થી 20 મિનિટ પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો.
  • આ ફેસ માસ્ક લગાવવાથી ધીમે ધીમે ખીલ દૂર થશે.

5. મધ અને સફરજન સરકાનું ફેસ માસ્ક –

મધ અને સફરજનના સરકાનું ફેસ માસ્ક ત્વચા માટે ફાયદાકારક હોય છે. આ ફેસ માસ્ક માં માટીનો પણ ઉપયોગ કરી શકાય છે, જે સચા માંથી વધારાનું ઓઇલ દૂર કરે છે. તેમજ સફરજન નો સરકો ચહેરા પરના કાળા ડાઘ ધબ્બાથી રાહત અપાવે છે.

સામગ્રી –

  • એક ચમચી મધ
  • એક ચમચી સફરજન નો સરકો
  • અડધી ચમચી માટી

ઉપયોગ કરવાની રીત –

  • સૌપ્રથમ એક બાઉલમાં મધ તેમજ માટી નાખો.
  • ત્યારબાદ તેમાં સફરજનનો સરકો નાખી અને દરેક વસ્તુને યોગ્ય રીતે મિક્સ કરો.
  • હવે આ પેસ્ટને સંપૂર્ણ ચહેરા પર લગાવો.
  • તમે ઈચ્છો તો ફક્ત ખીલ પર પણ લગાવી શકો છો.
  • ત્યાર પછી 15 મિનિટ પછી ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો.
  • ગરમ પાણીથી ચહેરાને ધોવાનું ટાળવું.
  • સારા રિઝલ્ટ માટે અઠવાડિયામાં બે વખત આ ફેસ માસ્ક લગાવી શકાય છે.

સારાંશ

જો કોઈ વ્યક્તિના મોઢા પર ખીલ હોય તો મધ ના બનેલા આ ફેસ માસ્ક ફાયદાકારક સાબિત થઈ શકે છે. મધ ત્વચાને મોસ્ચરાઈઝ કરી શકે છે, સાથે ખીલથી છુટકારો પણ અપાવે છે. તેમજ જો કોઈ વ્યક્તિની ત્વચા સંવેદનશીલ હોય તો નિષ્ણાંતોની સલાહ મુજબ જ આ ફેસ માસ્ક નો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે કોઈપણ ફેસ માસ્ક લગાવતા પહેલા પૈચ ટેસ્ટ ચોક્કસ કરવો. તે માટે માસ્ક ને પહેલા હાથ પર લગાવી જુઓ. 24 કલાક સુધી કોઈ રિએક્શન જોવા ન મળે તો તેને ખીલ પર લગાવી શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “ખીલ માટે મધના ફેસ માસ્કના ફાયદા જાણો, જે બની શકે છે રામબાણ ઉપચાર”

Leave a Comment