ચહેરા પર વેક્સ કરતા પહેલા જાણો અમુક જરૂરી બાબતો નહિતર મોંઘું પડી શકે છે

હાથ, પગ, પીઠ અને બગલના વાળને કાઢવા માટે વેક્સ સૌથી ઉપયોગી વિકલ્પ હોય છે. ઘણી મહિલાઓ વાળ કાઢવા માટે આ રીત અજમાવે છે. પરંતુ જ્યારે વાત ચહેરાના વાળ કાઢવાની આવે છે, ત્યારે તેના માટે ઘણા જુદા જુદા પ્રકાર રહેલા છે. જે મહિલાઓના ચહેરા પર વાળ ઓછા હોય છે તે શુગરીંગ કે થ્રેડીગ ની મદદથી ચહેરાના વાળને કાઢે છે. જે મહિલાના ચહેરા પર ઘણા વધારે વાળ છે, તેને ચહેરા પર વેક્સ કરવું પડે છે. પરંતુ ચહેરા પર વેક્સ કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. જો થોડી પણ લાપરવાહી થઈ ગઈ તો જિંદગીભર ચહેરા પર દાગ પડી શકે છે. તેજ નહિ વેક્સિંગ ના બીજા પણ કેટલાક નુકશાન સહન કરવા પડે છે. એટલે વેક્સિંગ કરતાપહેલા કેટલીક વાતો જાણવી જરૂરી છે.

ત્વચા પર ઈજા થવી.

ઘણી મહિલાઓ કે છોકરીઓને વેક્સિંગ કરતી વખતે ઈજા નથી થતી. તેમ છતાં ચહેરા પર વેક્સિંગ દરમિયાન ઈજા થવાનો ભય રહે છે. એટલે વેક્સ કર્યા પહેલા બ્યુટી પાર્લરમાં નક્કી કરો કે તે ક્યાં પ્રકારના ચહેરાનું વેક્સ કરે છે. તેનાથી ઈજા થવાથી શક્યતા કેટલી છે. તેવી જ રીતે જે મહિલા કે છોકરી પહેલાથી ચહેરા પર વેક્સ કરાવી રહ્યા છે, તેની પાસે થી આ વિશે સલાહ લઈને વેક્સ કરવના વિકલ્પને પસંદ કરી શકો છો.

ચહેરાના વાળ મોટા થવા.

કહેવામાં આવે છે કે ચહેરા પર વેક્સ કરવાથી ચહેરાના વાળ મોટા થઈ જાય છે. તેના લીધે વારંવાર ચહેરા પર વેક્સ કરવું પડે છે નહિતર ચેહરો ખરાબ લાગી શકે છે. આ પ્રકારની સમસ્યા ખૂબ ઓછી મહિલાઓ સાથે થાય છે. સત્ય એ છે કે જો તમે નિયમિત લાંબા સમય સુધી ચહેરાના વાળનું વેક્સિંગ કરો છો તો વાળ નો ગ્રોથ ઓછો થઈ જાય છે. હા ચહેરાની વેક્સિંગ દરમિયાન વાળ જડથી નીકળી જાય તો વાળ મોટા નીકળી શકે છે.

ચહેરા માં દુખાવો થવો.

વેક્સિંગ પ્રક્રિયાથી દરેક લોકો જાણીતા જ છે. જેવી રીતે હાથ કે પગના વાળ કાઢતી વખતે દુખાવાનો અનુભવ થાય છે, બિલકુલ તેજ રીતે ચહેરાની વેક્સિંગ દરમિયાન પણ દુખાવો થાય છે. તેનાથી બચી નથી શકાતું. ખરેખર વેક્સિંગ દરમિયાન જટકાથી વેક્સના પટ્ટાને ખેંચવાથી દુખાવો થાય છે. કેટલીક મહિલાઓને વધારે થાય છે. ચામડીની સંવેદનશીલતા પર આધાર રાખે છે કે તમને વધારે કે ઓછો દુખાવો થશે. ઉદાહરણ તરીકે ઠંડી ની સરખામણીમાં ઉપર હોઠ પર વેક્સિંગ કરવાથી વધારે દુખાવો થાય છે. તેના સિવાય દરેક મહિલા અને છોકરીની ત્વચા જુદી જુદી હોય છે. આ વાત પણ ધ્યાન રાખે છે.

ત્વચા લાલ થઈ જવી.

ત્વચાની વેક્સિંગ કરવાથી ઘણી વાર અસ્થાઈ રૂપથી ચેહરો લાલ થઈ જાય છે કે પછી ખંજવાળ આવવા લાગે છે. વેક્સ કર્યા પછી તરત જ અડવાથી ત્વચા વધારે સંવેદનશીલ પણ અનુભવ થાય છે. તે સામાન્ય છે. તેને લઈને ચિંતાની જરૂર નથી. જો તમે દરરોજ વેક્સિંગ કરો છો તો થોડો સમય સાવચેત થઈ જાઓ. તમારા વેક્સિંગ પ્રોડક્ટમા ઘણા એવા તત્વો રહેલા હોય શકે છે, જેનો દરરોજ ઉપયોગ કરવો સારુ નથી. તેનાથી ત્વચા બળી શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે વેક્સિંગ પછી આલ્કોહોલ આધારિત સ્કિન ટોનરનો ઉપયોગ ન કરો. તેના બદલે બરફ કે ઠંડી વસ્તુ ચહેરા પર વેક્સ પછી લગાવો. તેનાથી લાલાશ ઓછી થઈ જશે. વેક્સ ના લોધેથી ચહેરા પર આવેલી લાલાશ આગળના દિવસે તેની જાતે સારી થઈ જાય છે.

ત્વચા પર ચાંદા પડવા.

ત્વચા પર વેક્સ કર્યા પછી ત્વચાનું લાલ થવું કે પછી ખંજવાળ આવવી સામાન્ય છે. તે થોડાક જ કલાકોમાં સારુ થઈ જાય છે. જોકે ત્વચા પર ચાંદા પડવા તેનાથી અલગ છે. ત્વચા પર ચાંદા પડવા ચહેરાની વેક્સિંગનું એક દુષ્પ્રભાવ હોઈ શકે છે. તે પૂરા દિવસ માટે રહી શકે છે. જો વેક્સિંગ પછી ચહેરા પર પડેલા ચાંદા લાંબા સમય સુધી રહે છે કે ફેલાય છે તો તમારા વેક્સિંગ પ્રોડક્ટ ને તરત બદલી નાખો. સાથેજ ડોક્ટરનો સંપર્ક કરી તમારો ઇલાજ કરાવો.

અંદરના વાળ ઊગવા.

અંદરના વાળની સમસ્યા શેવિંગને લીધે થાય છે. પરંતુ નિષ્ણાતોનું કેહવુ છે કે અંદરના વાળની સમસ્યા વેક્સના લીધે પણ થઈ શકે છે. વેક્સ દરમિયાન અંદરના વાળની સમસ્યા ન થાય, તેના માટે જરૂરી વેક્સ ના પટ્ટા કાઢતી વખતે વાળોની દિશાનું ધ્યાન રાખવું જોઈએ. વેક્સના પટ્ટાને હંમેશા વાળની દિશાની ઉલ્ટી દિશામાં ખેંચવું જોઈએ. હકિકત માં જો વેક્સ દરમિયાન વાળના કેટલાક ભાગ ત્વચાની અંદર રહી શકે છે, જેનાથી અંદરના વાળની સમસ્યા થઈ શકે છે. એટલા માટે પટ્ટા ખેંચતી વખતે સજાગ રહેવું.

આ વાતોનું ધ્યાન રાખવું.

  • ચહેરાનું વેક્સિંગ કરવાથી પહેલા તે નક્કી કરો કે તમે કોઈ પ્રકારની દવા તો નથી લઈ રહ્યા. દવા લેવાના લીધે વેક્સિંગ દરમિયાન ચહેરા પર ખંજવાળ કે શુષ્ક ત્વચાની સમસ્યા થઈ શકે છે. આ રીતે શુષ્ક કે પછી ખારાશ વાળી ત્વચા પર વેક્સિંગ કરવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે, ત્વચામાં બળતરા થઈ શકે છે.
  • જો તમારી ત્વચા પર ખીલ કે દાગ ધબ્બા હોય તો ચેહેરા પર વેક્સ ન કરવું. આમ કરવાથી ખીલ ફૂટી જાય છે જેમાંથી લોહી નીકળી શકે છે.
    જેના પર વેક્સ કર્યા પછી તરત જ ચહેરા પર સ્ક્રબ ન કરવું. નિષ્ણાતોના મત મુજબ ચહેરા પર વેક્સ કર્યા પછી ઓછામાં ઓછા બે દિવસ પછી સ્ક્રબ કરી શકાય છે.
  • સ્ક્રબ ની જેમજ ચહેરા પર વેક્સ કર્યા પછી તરત જ કોઈપણ પ્રકારનું ક્રીમ કે મોઇસ્ચરાઈઝ લગાવું નહિ. ચહેરા પર સ્ક્રબ કર્યા પછી ચહેરા ને ધોવું જ ઉત્તમ છે.

ચહેરા પર વેક્સ કરવાના ફાયદા.

  • વેક્સ કરવાથી બીજી વાર જે વાળ આવે છે તે મુલાયમ હોય છે.
  • વેક્સથી ચહેરાના વાળનો ગ્રોથ ઓછો થાય છે.
  • વેક્સ ની અસર બે થી વધારે અઠવાડિયા સુધી જોવા મળે છે.
  • વેક્સની સાચી રીત જાણીને તમે તેને ઘરે પણ બનાવી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *