રસ્તા ઉપર કાળી ગાય મળે તો ખવડાવો આ વસ્તુ પછી જુઓ શું થાય છે??

ગાયને હિંદુ ઘર્મ સંસ્કૃતિમાં માતાનું રૂપ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ ગાયોનું ધ્યાન રાખતા હતા અને તેને ગાય અતિપ્રિય હતી. શાસ્ત્રોમાં ગાયને કામધેનુ માનવામાં આવે છે. ગાયની પૂજા માણસની બધી જ ઇચ્છાઓને પૂરી કરે છે. માનવજીવનના પાપને દૂર કરવા માટે ગાયને ઘાસચારો ખવડાવવામાં આવે છે. એમાં પણ તમે જો કાળી ગાયને ઘાસ ખવડાવશો તો જે ફાયદા થશે એ તમને ખ્યાલ પણ નહીં હોય.

૫ : નકારાત્મક શક્તિ દૂર થાય છે

ભગવાન વિષ્ણુને પણ ગાય બહુ પસંદ હતી. જે માણસ કાળી ગાયની પૂજા કરે તેના પર ભગવાન વિષ્ણુની પરમ કૃપા થાય છે અને માણસની નકારાત્મક શક્તિ દૂર થાય છે. સકારત્મક શક્તિ આવે એટલે માણસ આખો દિવસ ઉર્જામાં રહીને પસાર કરી શકે છે. આખા દિવસના તમામ કામ સફળ થાય છે.

૪ : ઊંચામાં ઊંચું પુણ્ય પ્રાપ્ત થાય છે

જો તમે રસ્તામાં જતા હોય અને ક્યાંય પણ કાળી ગાય દેખાય તો તેને ઘાસચારો અથવા ગાય ખાઈ તેવી કોઈ વસ્તુ ખવડાવવી. અઠવાડિયામાં આવું એકવાર કરવામાં આવે તો પણ ભગવાનની કૃપા તે માણસ પર વરસે છે. ગાયને લાડુ ખવડાવો તો ફાયદો થાય છે. એવું કહેવાય છે કે, ગાયને કંઈપણ ખવડાવો તો તેનું પુણ્ય ૯૦ દિવસની અંદર ભગવાન કોઇપણ રીતે આપે છે. જીવનના તમામ કષ્ટોમાંથી બહાર નીકળવા માટે આ ઉપાયને અજમાવીને જુઓ.

૩ : ગ્રહ દોષમાંથી પણ મુક્તિ મળે છે

કોઇપણ વ્યક્તિ નિયમિત રૂપે જમ્યા પહેલા ગાયને ખવડાવે છે તો તેની બધી જ ગ્રહ પીડા દૂર થાય છે. ગ્રહની અશુભ અસર તે વ્યક્તિને અસર કરતી નથી અને તેને પાપમાંથી પણ મુક્તિ મળે છે. એક કાળી ગાય એટલે રૂબરૂ ભગવાનનું સ્વરૂપ સમજવું એ બરાબર છે.

૨ : બીમારીને દૂર કરવા માટે પણ કાળી ગાયનું પંચગવ્ય કામ કરે છે

જો કોઈ માણસ લાંબા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડાતો હોય અને તેને પીડામાંથી આરામ જોઈતો હોય તો એ માટેનો એક રસ્તો છે. કાળી ગાયના પંચગવ્યથી દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરે તો ફાયદો થાય છે. ગાયના દૂધ, દહીં, ઘી, ગૌમુત્ર અને ગોબરને ભેળવીને એક કરવાથી પંચગવ્ય બને છે.

૧ : બધા પાપમાંથી મુક્તિ મળે છે

શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે, કાળી ગાયના ગૌમુત્રને સહેજ અમથું નાહવાના પાણીમાં ઉમેરીને સ્નાન કરવામાં આવે તો પાપમાંથી મુક્તિ મળે છે. કાળી ગાયના પૂજનથી ઘરમાં પણ સુખ-સમૃદ્ધિ આવે છે. સાથે વેપાર-ઉદ્યોગમાં પ્રગતિ થાય છે.

જે લોકો આ વાતને સાચી નથી માનતા એ લોકો માટે એક ખાસ સુચના કે, તમે જો થોડા સમય માટે પણ કાળી ગાયની સેવા-પૂજા કરશો અથવા ભોજન આપશો તો ફાયદો થશે. ધારેલા કામમાં સફળતા જોઈતી હોય તો પણ કાળી ગાયને ઘાસચારો ખવડાવવો જોઈએ. 

નવી-નવી માહિતી જાણવાના શોખીન છો? દેશ-વિદેશની રોચા માહિતી ઘર બેઠા જાણવા ઈચ્છો છો? તો “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

લેખક : ફક્ત ગુજરાતી ટીમ

Leave a Comment