ટ્રેન પર લખેલા આ અક્ષરોનો મતલબ દુનિયાના લાખો લોકોમાંથી માત્ર ૪% લોકો જ જાણે છે..

બધાએ કાર કેવી હોય એ તો જોઈ હશે એવી રીતે ટ્રેન કેવી હોય એ પણ જોઈ હશે. ફક્ત જોવાની જ વાત નથી પણ ટ્રેનમાં મુસાફરી પણ કરી હશે. ટ્રેનની મુસાફરીની મજા કૈંક અલગ જ છે કારણ કે ટ્રેનમાં લાંબા અંતરની મુસાફરી કરવી એ પણ મજા આવે છે. એમ તો મુખ્ય વાત કરું તો તમે ટ્રેનને જોઈ છે, ટ્રેનમાં મુસાફરી કરી છે તો પછી ટ્રેન પર લખેલ આ શબ્દોનો મતલબ ખબર છે? અમને એવું લાગે છે કે કદાચ નહીં ખબર હોય. પણ યુ ડોન્ટ વરી. આજના આર્ટીકલમાં આપણે એ વિશે જ ચર્ચા કરવાના છીએ. આજ તમને જે જાણકારી જણાવવાના છીએ એ માત્ર ૪% લોકોને જ ખબર હોય છે.

 • કુત્તા, બિલ્લી, સુવર અને કાલા બકરા આ નામ જાનવરોના જ નહીં પરંતુ રેલ્વે સ્ટેશનોના પણ છે.
 • ભારતમાં નીલગીરી ટ્રેન છે જે સૌથી ધીમી ચાલતી ટ્રેન છે. તેની સ્પીડ માત્ર ૧૦કિમી પ્રતિ કલાકની છે. આટલામાં તો કોઈ ચાલીને અથવા દોડીને જતું રહે.
 • ટ્રેનના ડબ્બા પર અલગ-અલગ આંકડાઓ લખેલા હોય છે. કદાચ તમને આ વિશેની માહિતી નહીં હોય. તો જણાવીએ તો ટ્રેનના ડબ્બા પર લખેલ આ આંકડાથી ખબર પડે છે કે ટ્રેન ક્યારે બનાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે જો કોઈ ટ્રેન પર ૦૪૦૫૨ લખલું છે તો એની અર્થ એ થાય છે કે, આ ટ્રેન ને ૨૦૦૪માં બનાવવામાં આવી હતી. એ શરૂઆતના બે અંક દર્શાવે છે.
 • તમને આ જાણીને કદાચ ચક્કર આવી જશે કે ટ્રેનના માત્ર એન્જીનનો વજન જ ૧૯૬૦૦૦કિલોગ્રામ જેટલો હોય છે.
 • એમ, વાત કરીએ તો આખા ટ્રેનનો વજન ૧૧૦૦ ટન થી વધુ હોય છે.
 • બે રેલવેના પાટા વચ્ચે પહેલા લાકડાના ટુકડા મુકવામાં આવતા. પછી ધીમે ધીમે ટેકનોલોજી આગળ વધતી ગઈ તેમ-તેમ હવે સિમેન્ટના પથ્થર રાખવામાં આવે છે. આવું એટલા માટે ફીટીંગ કરવામાં આવે છે કે જયારે ટ્રેન ચાલે છે ત્યારે પાટા તેમની પોઝીશન પર સેટ રહે અને કંપનથી સ્થાન ફેર ન થઇ જાય.
 • તમે રેલ્વે સ્ટેશનના નામનું બોર્ડ લગાવેલું જોયું હશે તો તેમાં નીચે XYZ MSL એવું કૈંક લખેલ હશે. આ લખવાનો મતલબ એ થાય છે સમુદ્ર તલથી ટ્રેનના પાટાની ઉંચાઈ કેટલી હશે. આ જાણકારી ડ્રાઈવર અને ગાર્ડ માટેની હોય છે. ડ્રાઈવરને ખબર પડે કે હવે કેટલી સ્પીડથી ગાડી ચલાવવી અને એન્જીનને કેટલી શક્તિથી ચલાવવું પડશે. જેમ કે, ૫૦ MSL, ૨૫૦ MSL વગેરે ઉંચાઈ દર્શાવે છે.
 • ટ્રેનની એવરેજ ૪ થી ૫ કિમી જેટલી હોય છે અને જો એ ટ્રેન સ્પીડમાં ચાલતી હોય તો ૧૦-૧૨ કિમી જેટલી એવરેજ મળતી હોય છે.
 • ટ્રેનના છેલ્લા ડબ્બામાં ચોકડીની નિશાની કરેલ હોય છે એનો મતલબ એ છે કે, ટ્રેનનું ધ્યાન રાખતા ગાર્ડને ખબર પડે કે આખી ટ્રેન જતી રહી છે.
 • હાવડા જંકશન ભારતનું સૌથી બેસ્ટ રેલ્વે પ્લેટફોર્મ છે. અહીં ૩૦ જેટલા પ્લેટફોર્મ છે અને રોજ ૧૦,૦૦,૦૦૦ જેટલી પબ્લિક આ રેલ્વે જંકશનની મુલાકાત લે છે.
 • તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય રેલવેનું નેટવર્ક એટલું મોટું છે કે પાટા વડે પૃથ્વીનું એક આખું એક રાઉન્ડ(ચકર) લાગી જાય.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *