હે રામ! સારૂ થયું કે રાવણના આ પાંચ સપના પુરા ન થયા…

રાવણને માત્ર રાવણ ન માનતા મહાદેવનો પરમ ઉપાસક માનવામાં આવે છે અને એ સત્ય પણ છે કે મહાદેવનો સૌથી મોટો ભક્ત એટલે ‘રાવણ’… રાવણ એટલે ધર્મસંસ્કૃતિનું એક એવું પ્રતિક કે જેને ખુદ ઈશ્વર તરફથી માન આપવામાં આવ્યું હતું. 

રાવણ જ્ઞાની અને વિદ્વાન હતો જેથી તેની પ્રસંશા ખુદ ભગવાન પણ કરતા હતા. રાવણનું જ્ઞાન એટલું ઉતમ હતું કે, ભગવાન શ્રીરામ પણ તેના જ્ઞાનની વાહ વાહ કરતા હતા. પણ રાવણની ખામી એ હતી કે તેને જ્ઞાન હોવાની સાથે અહંકાર પણ હતો; જે અહંકાર તેને પાપ કરવા માટે મજબૂર કરતો હતો. એટલે રાવણ કુકર્મના રસ્ત્તે પગ મૂકી દેતો હતો.

રાવણમાં એટલી શક્તિ હતી કે તેના મનની બધી ઈચ્છા પૂર્ણ કરી શકે. પરંતુ સમય પહેલા તેનું મૃત્યુ થઇ ગયું જેને કારણે તેની અમુક ઇચ્છાઓ તેના મનમાં જ રહી ગઈ હતી. પણ જો રાવણના આ સપનાઓ પુરા થઇ ગયા હોય તો આજે આપણે જે દુનિયા જોઈએ છીએ તેના કરતા કંઈક અલગ દુનિયા હોત…

  • રાવણના ઘણા સપનાઓ હતા…

રાવણ બુદ્ધિ, વિદ્યા અને તપ દ્વારા પ્રકૃતિના ઘણા નિયમોને તેની સુવિધાઓ માટે બદલવા માંગતો હતો. આ વાતનો ઉલ્લેખ ઘણી જગ્યાએ દંતકથા અને ધાર્મિક પુસ્તકોમાં વાંચવા મળે છે. ચાલો, જાણીએ રાવણના મનની ઈચ્છાઓ કેવી હતી?

૧/૫ : સમગ્ર પૃથ્વીનું ઈશ્વર બનવું હતું :

રાવણ વિદ્વાન હતો અને તેની પાસે અખૂટ જ્ઞાન હતું. વિજ્ઞાન સાથે ધર્મ-શાસ્ત્ર-જ્યોતિષનું પણ જ્ઞાન હતું. આ કારણે તે દુષ્ટ હોવા છતાં ભગવાન રામને પ્રિય હતો. રાવણ મૃત્યુ પર વિજય મેળવવા ઈચ્છતો હતો અને મનુષ્ય તેની ભગવાનની જેમ પૂજા કરે એવી ઈચ્છા રાખતો હતો.

૨/૫ : સ્વર્ગ સુધીની લાંબી સીડી બનાવવી હતી :

રાવણનું એક સપનું હતું કે, પૃથ્વી અને સ્વર્ગલોક વચ્ચે એક સીડી બનાવવી હતી. એટલે રાવણ જયારે ઈચ્છે ત્યારે સશરીર કોઈને પણ સ્વર્ગમાં મોકલી શકે. ઈન્દ્રદેવ રાવણની યોગ્યતા જાણતા હતા અને એ જ કારણે તેની આ ઈચ્છાથી ભયભીત રહેતા હતા.

૩/૫ : દરિયાનું પાણીમીઠું કરી નાખવું હતું :

ધર્મગ્રંથો અને વાર્તાઓ પરથી બધા જાણે છે કે, એ સમયમાં પાણીની કોઈ કમી ન હતી. પરંતુ રાવણ તેની બુદ્ધિ અને જ્ઞાનથી જાણતો હતો કે આવનારા સમયમાં એવું બનશે કે, પીવાના પાણીની અછત થશે. એટલે એ દરિયાના પાણીને મીઠું કરી દેવા ઈચ્છતો હતો. એટલે કે પાણીને લઈને કોઈ દિવસ સંઘર્ષ કરવો ન પડે.

૪/૫ : લોહીનો રંગ સફેદ કરવો હતો :

એક દંતકથામાં એવું પણ છે કે, રાવણ લોહીનો રંગ લાલ કરી દેવા માંગતો હતો. આ કારણ પાછળ તેનો ક્રૂર વિચાર હતો. રાવણ ઈચ્છતો હતો કે, જ્યારે એ કોઈ શત્રુનો નાશ કરે ત્યારે તેના લોહીથી પૃથ્વી ખરાબ ન થવી જોઈએ. સફેદ રંગનું લોહી હોય તો પાણીમાં આસાનીથી ભળી જાય અને કોઈને ખબર પણ ન પડે.

૫/૫ : સોનામાં સુંગંધ ભેળવવા ઈચ્છતો હતો :

રાવણને સોનાનો બહુ શોખ હતો. એટલે જ લંકા સોનાની બનાવવામાં આવી હતી. આ સોનાના પ્રત્યેના પ્રેમ ‘સ્વર્ણપ્રેમને’ કારણે આખી પૃથ્વીમાં મૌજુદ છે એટલું બધું સોનામાં સુંગંધ ભેળવવા ઈચ્છતો હતો, જેથી ગમે ત્યારે સુંગધ ઉપરથી સોનાને પરખી શકાય. 

રાવણની આ પાંચ ઈચ્છા જો પૂર્ણ થઇ ગઈ હોત તો આજે દુનિયા કંઈક અલગ હોત અને આપણું અસ્તિત્વ હોય કે નહીં એ પણ કહેવું મુશ્કેલ છે.

આ પેજ પર તમને આવી જ રોચક માહિતી મળતી રહેશે એ માટે આ પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *