દુબઈની અમેઝિંગ વાતો જાણવી હોય તો તમારા આંગળીના ટેરવે છે – માત્ર આ આર્ટીકલ વાંચી લો..

ફિલ્મોમાં આપણે સરસ મજાના બ્યુટીફૂલ સ્થળો જોતા હોય છે પરંતુ આપણને એ ખબર નથી હોતી કે આ કયું શહેર છે કે કઈ જગ્યાનો શીન છે. પણ એક એવું શહેર છે જેને મોટાભાગના લોકો જાણતા હશે. એ છે “દુબઈ.” દુબઈના ઘણા લોકેશન ફિલ્મોમાં શૂટ કરવામાં આવે છે. તો આજના આર્ટીકલમાં દુબઈથી જોડાયેલા રોચક તથ્યો જ જાણવાના છીએ.

 • દુબઈમાં તમે બુર્જ ખલીફાનું નામ સાંભળ્યું હશે પરંતુ દુબઈમાં એક ટાવર બની રહ્યું છે જે બુર્જ ખલીફા કરતા પણ વધારે ઊંચું હશે.
 • દુબઈ ૧૯૬૦ પહેલા સામાન્યથી પણ નબળો દેશ હતો એ પછી અહીં ક્રુડના ભંડારની શોધ થઇ. ત્યાર પછી દુબઈ વધારે ડેવલપ થયું. છેલ્લા ૪૦ વર્ષમાં દુબઈ ઈન્ટરનેશનલ લેવલની ક્રાંતિ કરી ગયું છે.
 • પહેલા દુબઈમાં ઉંચી હોય તેવી એક જ ઈમારત હતી જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર હતી. જયારે હાલમાં ૫૦થી વધારે એવી ઈમારત છે જે બહુ ઉંચી છે.
 • દુબઈના મૂળ રહેવાસીઓને ‘એમીયાતી’ કહેવામાં આવે છે. જે ત્યાંની વસ્તીમાં માત્ર ૧૫% જેટલા જ છે. બાકીના લોકો અન્ય દેશમાંથી આવીને વસ્યા છે.
 • પાલતું જાનવર પાળવાના શોખીનો માટે દુબઈમાં થોડી અલગ સીસ્ટમ છે. અહીં ચિતો અને સિંહના બચ્ચાને પાલતું પ્રાણી તરીકે પાળવામાં આવે છે.
 • જુમ્મા મસ્જીદની નમાઝને ધ્યાનમાં રાખતા દુબઈમાં હોલીડે શુક્રવાર અને શનિવારના દિવસે હોય છે.
 • બુર્જ ખલીફા એટલી ઉંચી બિલ્ડીંગ છે કે અહીં ૮૦માં માળે રહેતા લોકોને સૂર્ય બે મિનીટ મોડો દેખાય છે.
 • ડીઝની લેન્ડ નામ બધાને ખબર હશે તો એ રીતે દુબઈમાં દુબઈ લેન્ડ બનાવવામાં આવી રહ્યું છે. ૨૦૨૦ સુધીમાં આ તૈયાર થઇ જશે. જે ડીઝની લેન્ડ કરતા બે ગણું મોટું હશે.
 • શોપિંગ મોલની તુલનામાં દુબઈમાં સૌથી મોટો મોલ દુબઈ મોલ છે. અહીં ૧૨૦૦ થી વધારે સ્ટોલ છે. અહીં જોઈતી તમામ વસ્તુ મળી જાય છે.
 • ઉપર જણાવ્યું એ મુજબ આ મોલ રણ વિસ્તારમાં વચ્ચે છે છતાં મોલમાં બરફ સ્લાઈડીંગ કરવા મળી જાય છે.

 • શોપિંગની દ્રષ્ટીએ દુબઈમાં બહુ મોટી માર્કેટ છે. જેને કારણે તેને શોપિંગ કેપિટલ ગણવામાં આવે છે. એ ઉપરાંત દુબઈને સોનાનું શહેર કહેવામાં આવે છે. સોનું ખરીદી કરવા માટેનું બેસ્ટ સીટી આ છે.
 • ટ્રાફિકની સમસ્યા દુબઈમાં સર્જાય ત્યારે જોવા મળે છે કે સુપર સ્પોર્ટ કારની લાઈનો લાગી જાય છે.

 • દુબઈમાં સ્પોર્ટ કારના શોખીન બહુ જોવા મળે છે. પોલીસ લોકો પણ મોંઘી એવી સ્પોર્ટ કાર વાપરે છે.
 • ક્રાઈમની વાત કરીએ તો દુબઈના કાયદા બહુ અઘરા છે અને માણસોની સેફટી વધુ છે. એટલે તો અહીં ક્રાઈમ લેવલ બહુ નીચું છે.
 • ૨૦૦૯ની સાલમાં દુબઈમાં મેટ્રો ટ્રેન તૈયાર થઇ ગઈ હતી. જેને માત્ર ૧૮ મહિનામાં બનાવવામાં આવી હતી.

આવા તથ્યો દુબઈને લગતા જાણીએ એટલા ઓછા પડે એમ છે. તમે પણ આઉટ ઓફ ઇન્ડિયા ફરવા જાઓ તો અચૂક એકવાર દુબઈની મુલાકાત લેજો. ફરવાની દ્રષ્ટીએ બેસ્ટ સીટી છે. દુબઈની જેમ જ બેસ્ટ છે આપણું આ ફેસબુક પેઇઝ. તો અમારું પેઇઝ “ફક્ત ગુજરાતી”ને લાઈક કરવાનું ભૂલતા નહીં.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohil

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *