કિશોર કુમાર ને જન્મજયંતી નિમિતે હાર્દિક શ્રદ્ધાંજલિ…

હેપ્પી બર્થડે અને ખૂબ ખૂબ આભાર આવા ગીતો ગાવા બદલ અને અમારી ફીલિંગ્સ ગીત દ્વારા કહેવા બદલ ..
કિશોર કુમાર નું નામ કાન પર પડતા જ એક શરારતિ , તોફાની ,રમતિયાલ અતિ ચંચળ વ્યક્તિ નો ચહેરો સામે નજરે ચડે . કિશોર દા એટલે જિનિયસ વ્યક્તિત્વ ,બહાર થી તોફાની , શરારતિ પરંતુ અંદર થી દુખી ,પ્રક્રુતિે પ્રેમી ગમ્ભીર વ્યક્તિ. આજે આ વિરલ વ્યક્તિ ની જન્મ જયંતિ છે.
કિશોર દા માત્ર ગાયક જ ન હતા , બહુજ મુખી પ્રતિભા ધરાવતા આ અભિનેતા , સંગીતકાર , ગીતકાર , નિર્માતા , નિર્દેશક , અને ફિલ્મ સ્ટોરી રાઈટર જેવી વિવિધ કામગીરી કરનાર અનોખા લેજન્ડરી ઓલ રાઉન્ડર કલાકાર હતા .
શરૂઆત માં માત્ર પોતાના ગીતો ગાયા ,ત્યાર બાદ દેવઆનંદ ને માટે સ્વર આપ્યો.અને છેક 20વર્ષ પછી રાજેશ ખન્ના ને માટે અને પછી અન્ય બધાજ કલાકારો ને માટે ગીતો ગાઇ ને લોકો ના દિલ ડૉલાવી દીધા, જોરદાર લોકપ્રિયતા પ્રાપ્ત કરી.. કિશોર દા યૉડલિન્ગ અને અન્ય વિચિત્ર અવાજ કાઢી ગીત ને વિશેષ બનાવી દેતા .
દેવ આનંદ ,રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન ના સુપર સ્ટાર સ્ટેટ્સ માં કિશોર ના ગીતો નું જબ્બર યોગદાન છે.. એક સમય એવો આવ્યો હતો કે 10 માંથી 7 ગીતો કિશોર ના રહેતા ..રાહુલ દેવ બર્મન ,ગુલ્જાર,રાજેશ અને કિશોર ની દોસ્તી બહુજ મજબૂત હતી .
આ જિનિયસ કલાકારે 1948મા ફિલ્મ “સતી વિજ્યા” થી કામ શરૂ કર્યુ ,1989મા મ્રુત્યુ પામતાં સુધી માં હિન્દી ઉપરાંત બંગાલી પંજાબી ,મરાઠી તેમજ ગુજરાતી ભાષા માં 5000થી વધુ ગીતો ગાયા હતા.
કિશોરદા એ 4વખત લગ્ન કર્યા હતા (રૂમાદેવી ,મધુબાલા ,યોગીતા બાલિ અને લીના ચંદાવર્કર સાથે )
દિલ્હી કા ઠગ , જુમરુ , આશા , નોટિબૉય , મુનીમજી , ચલતી કા નામ ગાડી ,દૂર ગગન કી છાવ મેં ,દૂર કા રાહી , પડોસન ,બાપ રે બાપ ,દો દુનિ ચાર , આંસુ ઔર મૂસ્કાન , બોમ્બે ટુ ગોવા જેવી અનેક ફિલ્મો માં અભિનય કરી ને લોકો ને હસાવી ને ખુશ કર્યા , તો હજારો ગીતોના ગાયક તરીકે અમર થયાં.
કિશોર કુમારે માત્ર તોફાની શરારતી ગીતો નથી ગાયા ,તેમના જીવન ની ગમ્ભીરતા દર્શાવતા ગીતો પણ એટલા જ લોકપ્રિય છે .
લોકો ના હ્રદય માં કાયમી સ્થાન ધરાવતા વિવિધતા સભર અજોડ કલાકાર કિશોરકુમાર ને યાદ કરી સંગિતાંજ્લિ અર્પણ કરીએ .
🌹મૈ હુ જુમ,જુમ જુમ જુમ જૂમરૂ ..
🌹જિંદગી એક સફર હૈ સુહાના ,યહાં કલ ક્યા હો કીસ્ને જાના..
🌹જિંદગી કા સફર,હૈ યે કૈસા સફર ,કોઇ સમજા નહી ,કોઇ જાના નહી
🌹જીવન કે સફર મેં રાહી ,મિલતે હૈ બિછડ જાને કો ..
🌹હમ હૈ રાહી પ્યાર કે ,હમસે કુછ ના બોલીએ ..
🌹મેરે સામને વાલી ખિડ્કિ મેં એક ચાંદ કા ટુકડા રહેતા..
🌹યે ક્યા હૂવા ,કૈસે હૂવા ,કબ હૂવા ..
🌹ઓ મેરે દિલ કે ચેઇન …
🌹એક લડકિ ભીગી ભાગી સી …
🌹પ્યાર દિવાના હોતા હૈ ,મસ્તાના હોતા હૈ ..
🌹તેરે ચહેરે મેં વો જાદૂ હૈ ..
🌹પલ પલ દિલ કે પાસ રહેતી હો..
🌹ઇના ,મીના,ડિકા .
🌹હુ અમદાવાદ નો રીક્ષા વાલૉ ,999નમ્બર વાલો…
🌹તુ છે ગરમ મસાલેદાર , ખાટિ મીઠી વાનગી .
🌹ઝીંદગી કે સફર મેં ગુઝર જાતે હે જો મુકામ, વો ફિર નહિ આતે. .
આપ બધા પણ આપનું પસંદગીનું કિશોર સાહેબનું ગીત નીચે કોમેન્ટમાં લખો અને એમને યાદ કરો 

Leave a Comment